સાહિત્યકાર મુજબ સંગ્રહ... : દુલા ભાયા ‘કાગ’


હીરાના વેપારીને – દુલા ભાયા કાગ 3

પદ્મશી કવિ દુલાભાઈ ભાયાભાઈ કાગ, ‘ભગતબાપુ’ ની તેંત્રીસમી પુણ્યતિથિ કાગધામ ખાતે ગત તા. ૧૮-૦૨-૨૦૧૦ ના રોજ ઉજવાઈ. આ પ્રસંગે પૂજ્ય મોરારીબાપુ દ્વારા સ્વ. શ્રી ગગુભાઈ લીલા, શ્રી મહેશદાન મીસણ, શ્રી ભીખુદાન ગઢવી અને શ્રી દોલત ભટ્ટને કાગબાપુ લોક સાહિત્ય એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા. ભગતબાપુ પ્રસ્તુત રચનામાં હીરાના વેપારીનું ઉદાહરણ લઈને ખૂબ મર્મસભર વાણીમાં સમજાવે છે કે હૈયાની હાટડીએ જ્યારે તમને ઓળખનાર ઝવેરી મળી જશે ત્યારે તમારો બેડો પાર થશે, પરંતુ ત્યાં સુધી કઈ કઈ વાતોથી, લોકોથી તેણે સાવચેત રહેવાનું છે એ અહીં તેમણે સમજાવ્યું છે.

Dula Bhaya Kaag

‘માં’ વિશે કાગવાણી…. – દુલા ભાયા કાગ 13

દુલા ભાયા કાગનો જન્મ ભાવનગર જીલ્લાના મજાદર ગામે 25-11-1902 ના રોજ થયો હતો, આજે ‘કાગધામ’ તરીકે ઓળખાતા મજાદરમાં, ચારણ કુળમાં જન્મેલા. કાગ આપણી ભાષાના આગવા રચનાકારોમાં શીર્ષસ્થ છે. માં વિશેની તેમની રચનાઓમાંથી લેવામાં આવેલા આ દુહા તેમના માતૃપ્રેમને સહજ રીતે ખૂબજ ભાવપૂર્વક કહી જાય છે. માતૃવંદના માટે આ અઠવાડીયા માટે કાગવાણીથી સુંદર કોઇ પ્રસ્તુતિ હોઇ ન શકે.


પાગલ હંસ – દુલા ભાયા કાગ 14

તળાવ સુકાઈ જાય છે. બધાં પક્ષી ચાલ્યાં જાય છે. ફક્ત એક જ હંસ બાકી રહે છે. અને કાંકરી વીણીવીણીને ખાય છે. બીજો હંસ આવે છે, તે કહે છે  કેઃ  “તું ગાંડો થઈ ગયો લાગે છે ! બીજે પાણીવાળે તળાવે ચાલ, જ્યાં લાખો હંસો મોતી ચરે છે.” ત્યારે પહેલો હંસ ઉત્તર આપે છેઃ “જે તળાવે ખૂબ મોતી ખવરાવ્યાં તેને મૂકીને મારાથી ત્યાં અવાય નહિ. જરા જોતો ખરો, મારા માટે આ સરોવરનું  હ્યદય પણ ફાટી ગયું છે.” (પાણી સુકાય ત્યારે કાદવ ફાટી જાય છે.) ( ભૈરવી –  ગઝલ  ) ક્યા હંસ તૂ પાગલ ભયા, ચુનચુન કે કંકરી ખાત હૈ?  યહ સરોવર તો સૂખ ગયા, અબ ક્યોં ન તૂ ઊડ જાત હૈ? ભૂખા રહા પિંજર ભયા, અબ ક્યોં ન માનતા હૈ કહા? સંગી તિહારે ચલ ગયે, કિસ સ્વાદસે ઈસ ઠાં રહા અબ.              ૧ ચલ તૂ હમારે સંગમેં, લાખોં મરાલ સુ જહ વસે; દિલદાર્ સરકા યાર વહ, હંસા તભી મનમેં હસે . અબ.              ૨ “તૂમ ક્યા પિછાનો પ્યાર કો, હમ ના કભી ઇસકો હને; મેરે લિયે યહ ફટ ગયા, વહ છોડના કૈસે બને? અબ.                 ૩ મોતી વ ખાને કો દિયો, પાની જિસી કા મૈં પિયા; જબ ‘કાગ’ ઉસકો છોડ દૂંગા, ના મેરા જિયા. અબ                    ૪ – દુલા ભાયા કાગ


પ્રવૃત્તિને પંથે – દુલા ભાયા કાગ

પ્રવૃત્તિ પંથમાં પ્રાણી ! ભજનનો ભેદ ભૂલ્યો છે મર્યાદા સંતની મૂકી, જગતમાં જીવ રહ્યો છે ઝૂકી; સિધ્ધાંતો વેદના ચૂકી, દુબજા માંય ડૂલ્યો છે. તપાસ્યે રૂપ તું તારૂ, નથી કાંઈ બ્રહ્મથી ન્યારૂં; મૂકી દે હું અને મારું, ફંદમાં કેમ ફૂલ્યો છે? પ્રમેશ્વર પાસ જા પૂરો, સદા તું સિંહ છે શૂરો; બધો આ ખેલ છે બૂરો, જગતમાં શીદ ભૂલ્યો છે? દિલમાં બાળ હંસ દેજો, બધું આ ‘કાગ’ ને કે’જો; ત્રિપુટી સંગમાં રે’જો, મરદ તું ક્રોડમૂલો છે.  – દુલા ભાયા કાગ


તારે આંગણિયે – દુલા ભાયા ‘કાગ’ 6

તારે આંગણિયે કોઈ આશા કરીને આવે રે, આવકારો મીઠો…આપજે રે જી… તારે કાને કોઈ સંકટ સંભળાવે રે, બને તો થોડું…કાપજે રે જી… માનવીની પાસે કોઈ… માનવી ન આવે…રે…, તારા દિવસની પાસે દુ:ખિયાં આવે રે  આવકારો મીઠો…આપજે રે…જી… કેમ તમે આવ્યા છો ? …એમ નવ કે’જે રે…, એને ધીરે એ ધીરે તું બોલવા દેજે રે  આવકારો મીઠો…આપજે રે…જી… વાતું એની સાંભળીને… આડું નવ જોજે… રે…, એને માથું એ હલાવી હોંકારો દેજે રે આવકારો મીઠો…આપજે રે…જી… ‘કાગ’ એને પાણી પાજે.. સાથે બેસી ખાજે…રે…., એને ઝાંપા એ સુધી તું મેલવા જાજે રે  આવકારો મીઠો…આપજે રે…જી…  – દુલા ભાયા ‘કાગ’ – Dula bhaya ‘Kaag’ ( ભાવનગરના મહુવા પાસે મજાદર ગામમાં 25 નવેમ્બર 1902ના રોજ દુલા કાગનો જન્મ થયો હતો. માત્ર પાંચ ચોપડી ભણેલા દુલાકાગ રચિત ‘કાગવાણી’ના સાત ખંડમાં એમનો ચારણીછાંટવાળો શબ્દદેહ પદ ,દુહા-મુક્તક, ભજન, પ્રાર્થના, જેવા સ્વરૂપોમાં જીવી રહ્યાં છે )