Daily Archives: April 15, 2008


જીવનની વાસ્તવિક્તા – જીગ્નેશ અધ્યારૂ 5

{ એક વાર્તા અંગ્રેજી માં વાંચી….આમ તો અનુવાદ છે પણ આ અનુવાદ ફક્ત એક અનુવાદ ન રહેતા મનની વાત થઈ ગઈ છે… }   એક રાજાને ચાર રાણીઓ હતી. રાજા તેની ચોથી રાણીને સૌથી વધારે પ્રેમ કરતો. તે રાણી માટે રાજા જાત જાતના વસ્ત્રો અને અલંકારો મંગાવતો, તેના બધા શોખ રાજા પૂરા કરતો અને તેને સૌથી ઊતમ વસ્તુઓ તે આપતો, તેનું સૌથી વધારે ધ્યાન રાખતો.   ત્રીજી રાણી પર રાજાને બહુ વિશ્વાસ નહોતો. રાજા જો કે તેને પણ સદા ખુશ રાખતો, તેને આજુ બાજુના રાજ્યો વિષે માહિતિ આપતો, અને સદા તેને તંદુરસ્ત રહેવા માટે બધી સગવડ કરી આપી હતી. જો કે તેને મનમાં એમ થતુ કે આ રાણી એક દીવસ તેને છોડી ને જ જવાની છે. તે તેની બીજી પત્ની ને પણ પ્રેમ કરતો. તે રાજા માટે સદા વિશ્વાસુ, મિત્ર અને સહ્રદયી હતી. તે રાજાનું ઘણું ધ્યાન રાખતી. ઘણી વાર રાજા તેને અપમાનિત કરતો, અવગણતો પણ તે સદા રાજાની સાથે હતી. તે રાજા ને મુશ્કેલી ના સમયમાં સદા સાથ આપતી. રાજા ની પહેલી પત્ની ખૂબ સરળ અને સુંદર હતી. તેણે રાજાને તેની કીર્તી અને પ્રસિધ્ધી અપાવી હતી. રાજાના શાસનમાં તે અસંખ્યવાર તેને મદદરૂપ થતી. રાજા તેને જરાય પ્રેમ ન કરતો, કે કહો તે છે જ નહીં તેમ જ વર્તતો…પણ આ રાણી તેની સાથે ને સાથે જ રહેતી.   એકવાર રાજા ખૂબ જ બીમાર પડ્યો. તેને ખબર પડી ગઈ હતી કે તેનો અંતિમ સમય નજીક છે. તેને થયું કે લાવ બધી રાણીઓને બોલાવી પૂછી જોઊં કે કોને મારી કેટલી ચિંતા છે… તેણે તેની ચોથી રાણીને બોલાવી, પાસે બેસાડી અને તેને પૂછ્યું […]