ગબ્બરસિંહ કાલીયા અને અન્ય બે ડાકુઓને રામગઢના નાના નાના ડેવેલોપરોનું સોફ્ટવેર લૂંટવા મોકલે છે. ત્રણેય જણા રામગઢ ના ચોકમાં જઈને બૂમો પાડે છે…
“અરે ઓ રામગઢ ના વાસીઓ, તમારૂ સોફ્ટવેર અમને આપી દો, નહીં તો આખા રામગઢની સિસ્ટમ ગબ્બર ત્યાં બેઠા બેઠા હેક કરી નાખશે…”
ઠાકુર : કાલીયા, જા જઈને ગબ્બરને કહી દે કે રામગઢના પ્રોફેશનલ્સ હવેથી ગબ્બરને અને તેના ડમી ડેવેલોપરો ને કોઈ સોફ્ટવેર સપ્લાય નહીં કરે
કાલીયા : વિચારી લો ઠાકુર, જો ગબ્બરને ખબર પડી કે તેના ડેવેલોપરોને રામગઢ માં થી સોફ્ટવેર નથી મળ્યા, તો સારૂ નહીં થાય
કાલીયા : કોણ રોકશે અમને??
ઠાકુર : હું અને મારા માણસો
ત્રણેય ડાકુ જોર જોર થી હસે છે….”ઠાકુર કોલ સેન્ટર વાળાની ફોજ બનાવી છે….”
ઠાકુર : કાલીયા, મોંઢુ ઊઠાવીને જો, ડીબગર્સ તારી સિસ્ટમ પર લોગીન કરી રહ્યા છે…
કાલીયા માથુ ઊંચુ કરીને જુએ છે, સામે ટાંકી પર વીરૂ એનું નવુ લેપટોપ લઈને પાવર બીલ્ડર શરૂ કરે છે અને બીજી બાજુ જય એન્ટીવાઈરસ ચલાવી રહ્યો છે.
વીરૂ : જા ગબ્બરને જઈને કહી દે કે એની સીસ્ટમ અમે હેક કરી લીધી છે
અને આટલુ બોલતા એ સ્ટાઈલ થી ગબ્બરની સિસ્ટમ હેક કરવા એન્ટર પર ક્લિક કરે છે.
ગબ્બરના અડ્ડા પર
ગબ્બર : કેટલા પ્રોગ્રામર હતા?
કાલીયા : બે સરકાર
ગબ્બર : હં….એ બે હતા..આને તમે ત્રણ, તો પણ એ મારી સિસ્ટમ હેક કરી ગયા? શું વિચારીને તમે પાછા આવ્યા હતા? કે સરદાર ખુશ થશે ? એપ્રાઈઝલ આપશે…નવુ એસાઈનમેન્ટ અને ઈન્ક્રીમેન્ટ મળશે એમ? અહીં થી પચાસ પચાસ કોસ દૂરી પર જ્યારે કોઈ બાળક એની સિસ્ટમ પર લોગિન કરે છે તો એની મા એને કહે છે, કે બેટા લોગ આઊટ થઈ જા નહીં તો ગબ્બર તારી સિસ્ટમ ની પથારી ફેરવી નાખશે…અને તમે મારા નામની પૂરે પૂરી પથારી ફેરવી નાખી??
આની સજા મળશે…જરુર મળશે…
ગબ્બર સાંભા પાસે થી X-Terminal છીનવી લે છે અને કહે છે….
કેટલા સેશન છે આ મશીન માં?
સાંભા : છ સરકાર
ગબ્બર હં….સેશન છ અને પ્રોગ્રામર ત્રણ ? બહુ નાઈન્સાફી છે…Logout…Logout….Logout…હં હવે બરાબર છે…હવે સેશન પણ ત્રણ અને પ્રોગ્રામર પણ ત્રણ…
ગબ્બર : હવે તારુ શું થાશે કાલીયા?
કાલીયા : સરકાર મેં તમારો કોડ લખ્યો છે…
ગબ્બર : તો હવે ડોક્યુમેન્ટેશન પણ કર…
વાહ, બહુ મજા આવી ગઇ. આવી શોલે વાંચવાની મજા પડી ગઇ.
Pingback: 5. શોલે V2.0…(ગુજરાતીમાં) « સમી સાંજનું શમણું.
absolutely ! No Words
not bad but you can do better
CUTE.
Saawan
good one
ha ha ha.. what a funny picturisation.. truly superb!! 🙂 maja aavi gai bapu.. 🙂