કેટલીક ઉપયોગી વેબસાઈટસ – ભાગ 3 (Addictive) 10


કેટલીક એવી વેબસાઈટસ જે તમે કદાચ સાંભળી નથી પણ સાંભળ્યા પછી તેના બંધાણી થઈ જશો….આ વેબસાઈટસ એક વાર સર્ફ કર્યા પછી તેને તરત ભૂલવી મુશ્કેલ છે…

1.

તમે હીરો અને એન્જેલીના જોલી કે ઐશ્વર્યા રાય કે પેરીસ હીલ્ટન હીરોઈન હોય એવી મૂવીનું ટ્રેલર જોવા તમારો ફોટો અહીં બતાવ્યા પ્રમાણે મૂકો અને જુઓ મલ્ટીમીડીયા ની કમાલ….રેગ્યુલર વિશ કરવાના ગ્રીટીંગ્સ કાર્ડ થી કાંઈક વધારે અહીં મળી શકે છે…તમારા મિત્રોના, સંબંધીઓના ફોટા ને ક્લિપ સ્વરૂપે મૂકી એક્સાઈટમેન્ટ ઊમેરી શકો છો…

2.

ચહેરાનું મોર્ફીંગ કરો અને મજા કરો….ઉદાહરણ અહીં બતાવ્યુ છે….તમારો અને કોઈ પણ સેલીબ્રીટી નો ફોટો મોર્ફ કરી શકો છો…..મજાની સાઈટ….સ્ટેપ બાય સ્ટેપ પ્રોસીજર પ્રમાણે જતા મજા પડશે….એક ઊદાહરણ અહીં આપ્યુ છે.

3.

 તમારા ફોટાને ઘણી બધી નાની ઇમેજના સંયોજન સ્વરૂપે જુઓ…..તમારા ફોટાને મોઝેઈક સ્વરૂપમાં ફેરવો અને નાના, મધ્યમ અને મોટા એ ત્રણે સ્વરૂપે સેવ કરવાની, અને બ્લેક એન્ડ વ્હાઈટ કે કલર ફોર્મ માં સેવ કરવાની સુવિધા….કોઈ પણ રજીસ્ટેશન વગર…

 4.

TEXTORIZER

તમારા ફોટાને ઘણી બધી ટેક્સ્ટના સંયોજન સ્વરૂપે જુઓ…..વળી ટેક્સ્ટ પણ સિલેક્ટ કરવાની વ્યવસ્થા, બસ એક ઈમેજ અને થોડી ટેક્સ્ટ સપ્લાય કરો અને જુઓ તમારી ઈમેજ ટેક્સ્ટ ના સંયોજન સ્વરૂપે….આ વેબસાઈટ તમને યૂઝરફ્રેન્ડલી ના લાગે કે અસંખ્ય ઓપ્શન્સ ના દેખાય પણ આ મજાની વેબસાઈટ છે…

આ પહેલા મૂકેલી આ જ શ્રેણી ની પોસ્ટસ…..Some Wonderful Websites Part II 

&  Some Wonderful Websites….. વાંચી કે નહીં?

StumbleUpon


આપનો પ્રતિભાવ આપો....

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

10 thoughts on “કેટલીક ઉપયોગી વેબસાઈટસ – ભાગ 3 (Addictive)