આજની પત્નિ સ્પેશીયલ ખણખોદ :
આ એક એવો પ્રેમી હતો જે તેની પ્રેયસી ને કહેતો કે “તારા માટે હું નર્ક માં ય જવા તૈયાર છું” હવે તેમના લગ્ન થઈ ગયા છે અને તે ખરેખર નર્ક માં છે.
એક માણસ ને અપહરણકારો તરફ થી એક પત્ર મળ્યો કે જો તમે બે દીવસમાં ૧૦૦૦૦૦ રૂપીયા નહીં આપો તો અમે તમને વચન આપીએ છીએ કે તારી પત્નીને અમે મારી નાખીશું
બીજા દીવસે તેમને જવાબ મળ્યો “માફ કરશો, બેંક હડતાલ ને લીધે મારા તરફ થી રૂપીયાની વ્યવસ્થા થઈ નથી પણ તમે તમારૂ વચન જરૂર નિભાવજો…
શું થયુ? કેમ ઊદાસ છે?
મારી પત્ની કહે છે કે તે મારી સાથે ૩૦ દિવસ નહીં બોલે…
એ તો સારી વાત છે
હા પણ આજે ત્રીસમો દિવસ છે…
તમે પ્રેમ કોઈક ને કરો છો અને લગ્ન કોઈક સાથે કરો છો
જેની સાથે તમે લગ્ન કરો છો તે તમારી પત્ની બને છે
અને જેની સાથે તમે પ્રેમ કરતા હોવ છો એ બને છે તમારા ઈ મેલ એકાઊન્ટ નો પાસવર્ડ
દરેક પુરૂષ નું સ્વપ્ન
એટલુ સુંદર બનવું જેટલુ તેની માતા વિચારે છે
એટલુ પૈસાદાર બનવું જેટલુ તેના બાળકો વિચારે છે
એટલી સ્ત્રિઓ સાથે સંબંધ હોવો જેટલા તેની પત્નિ વિચારે છે.
પતિ અને પત્નિ એટલે લીવર અને કીડની
પતિ એ લીવર અને પત્નિ એ કીડની
લીવર ફેઈલ તો કીડની ફેઈલ
કીડની ફેઈલ તો….લીવર બીજી કીડની સાથે કામ ચલાવે છે.
બ્રેકીંગ ન્યૂઝ
જાપાનીઝ લોકોએ એવો કેમેરા બનાવ્યો છે …એમાં એટલુ ફાસ્ટ શટર છે કે એ સ્ત્રિના તેનું મોં બંધ હોય ત્યારે પણ ફોટો લઈ શકે છે…
કહે છે કે આ કૂવામાં પૈસા ફેંકી ને જે માંગો તે મળે છે….પત્નિએ પતિને કહ્યું
પતિએ આંખો બંધ કરી અને કાંઈક ઈચ્છા કરી…કૂવામાં સિક્કો ફેંક્યો
પત્નિએ આંખો બંધ કરી અને કૂવામાં સિક્કો ફેંકવા નમી, અને પગ લપસતા કૂવામાં પડી
પતિ બોલ્યો….લે….. આ તો ખરેખર જે માંગો તે મળે છે…
– જીગ્નેશ અધ્યારૂ
really its very nice
wah jignesh bhai……..photo khuba j sundar chhe… kona wife chhe ? 🙂