લખી શક્યો – વિકાસ બેલાણી


sad_man.jpg

રાતોમાં જાગીને હું, ઊજાગરા લખી શક્યો,
સાથે જોયેલા આપણા શમણા લખી શક્યો,
તન્હા હતું વાતાવરણ, એમાં તારો વિરહ
આંસુ નીતરતી આંખ થી હીબકાં લખી શક્યો
પ્રશ્નો લખી શક્યો, હું વિષાદો લખી શક્યો,
મથ્યો ઘણું’યે તોય ના ઊતર લખી શક્યો
બધું લૂંટાવી તારા પર, એક વાત જાણી કે,
થયો બરબાદ જે ક્ષણમાં, પ્રણયને ઓળખી શક્યો
ઊતાર્યું છે ‘રૂષભ’ આખું હ્રદય, મેં શાયરીમાં જો
છતાં પણ વાત ક્યાં છાની’યે કોઈપણ લખી શક્યો ?

 – વિકાસ બેલાણી ‘રૂષભ’


આપનો પ્રતિભાવ આપો....

0 thoughts on “લખી શક્યો – વિકાસ બેલાણી