Daily Archives: April 7, 2008


કોલેજના એ દિવસો – વિકાસ બેલાણી

કોલેજના એ દિવસો જ્યારે પણ યાદ આવે ત્યારે મનમાં ને મનમાં હસી પડાય છે……..એવા કેટલાક પ્રસંગો અહીં રજુ કરવા માંગુ છું. મારા શહેરથી ૪૦ કિમી દુર બીજા શહેરમાં મારી કોલેજ હતી. સવારના ૧૦.૩૦ થી સાંજના ૬.૧૫ નું અમારું ટાઇમ-ટેબલ. ઊંઘ પ્રત્યે એ દિવસોમાં પણ મને આટ્લો જ લગાવ હતો,સવારે ૮.૪૫ ની બસ પકડું તો હું ૧૦.૧૫ વાગતા પહોંચી જાઊં…પણ મારી ઊંઘ મારા પર પોતાનું આધીપત્ય સાબીત કરવા માંગતી હોય એમ હું ઘણી વાર પહોંચી ગયા પછી પણ બસમાં ઊંઘતો જ રહી જાઊં અને બસ ઉપડી જાય, છેલ્લે હું આગળના કોઇ સ્ટોપે ઉતરી જાઉં…અને પાછો કન્ડક્ટર અકબરભાઇને ટકોર કરતો આવું કે બિચારા સ્ટૂડન્ટસને ઊંઘમાંથી ઉઠાડવા એ એમની નૈતીક ફરજ છે. આટલેથી જ મારી ઊંઘ મારો પીછો છોડી દેતી એવું નહોતું….પહેલા લેક્ચરમાં પણ હું મોટાભાગે એ અવસ્થામાં રહેતો. અમે ત્રણ મિત્રો, હું, મીતેષ ને પારસ હંમેશા સાથે જ બીજા નંબરની બેન્ચ પર બેસતા અને મસ્તી કરતા. મને યાદ છે કે અમારે એક જોશી સાહેબનો લેક્ચર આવતો અને મારો એક ખાસ મિત્ર ડિકે (દિવ્યકાન્ત) પગની બે આંગળીઓની વચ્ચે લેઝર ગન રાખી સાહેબના કપાળ પર ફેંકતો તો એવું લાગતુ કે જાણે ધિંગાણે ચડવા જતા રાજપુતના ભાલે કોઇએ કંકુથી તિલક કર્યું હોય! બીજો એક દોસ્ત હતો રવિ, એને જુદી આદત ! એ જ્યારે પણ જોશી સાહેબનું લેક્ચર હોય ત્યારે પહેલા આગળના દરવાજેથી ડોકાય અને કહે “ગુડ મોર્નીંગ સર” પછી ક્લાસમાં આવવાના બદલે પાછળના દરવાજેથી ડોકાય અને કહે “ગુડ મોર્નીંગ સર” અને બધા હસી પડતા. મીતેષ તો વળી અલગારી સંત જેવો એને મન કોઇ પણ વિષય, કોઇ પણ સાહેબ, કોઇ પણ લેક્ચર, બાજુની હરોળની છોકરીઓ, એમની અદાઓ,એમની […]