Daily Archives: April 16, 2008


બાપા સીતારામ – જીગ્નેશ અધ્યારૂ (ભાગ ૧)

બાપા સીતારામ…… હમણા બગદાણા જવાનું સૌભાગ્ય મળ્યુ. અચાનક જ મારા માતા પિતા અને સમગ્ર પરિવાર સાથે બગદાણા જવાનો પ્રોગ્રામ થઈ ગયો. મહુવા થી ફક્ત ૩૨ કી.મી. પર આવેલુ બગદાણા ગામ અને ત્યાંના સંત બાપા બજરંગ દાસ વિષે બહુ સાંભળ્યુ છે. પણ બગદાણા ધામ માં જવાનું સૌભાગ્ય હમણાં જ મળ્યુ. એટલે બહુ ઊત્સાહ હતો. મહુવા થી સરકારી બસ માં બેઠા. આમ તો છકડા અને જીપો પણ જાય છે. પણ અમે બસ માં બેઠા. પોણો કલાકે અમે બગદાણા પહોંચ્યા. રસ્તામાં ખેતરો અને હરીયાળી જોઈને મન ખૂબ જ પ્રસન્ન થઈ ગયુ. અને બગદાણા પહોંચી ને તો જે આનંદ થયો છે કે ના પૂછો વાત. મંદિર માં પ્રવેશતા જ કાળ ભૈરવ ભગવાન ની મૂર્તિ છે. ત્યાં પગે લાગી ને અમે ગાદી મંદીર તરફ ગયા. બજરંગદાસ બાપા ના ચરણોના ફોટા ત્યાં છે, અને તેમનો વિશાળ ફોટો છે…ફોટા માં ય બાપા જાણે મલકતા હોય….ને જાણે કહેતા હોય કે “મારા વ્હાલા..આ તો મારા રામજી નું ધામ….આનંદ કરો…” બજરંગ દાસ બાપા બંડી પહેરતા, અને છોકરાવ સાથે એમને ખૂબ ગોઠતુ, બધા છોકરાઓ તેમની પાસે જઈને કહેતા બાપા સીતારામ અને બાપા તેમને બંડીના ખીસ્સા માં થી ચોકલેટ આપતા. લોકો અહીં માનતા પૂરી કરવા ચોકલેટ ની કોથળીઓ મૂકે છે અને પૂજારી બાપા એ ચોકલેટ ત્યાં દર્શન માટે આવતા નાના છોકરાઓને આપે છે અને બોલાવે છે સીતારામ… ત્યાંથી દર્શન કરી અને પ્રસાદ ધરી અમે બાપા ના સમાધિ મંદિર તરફ ગયા. સમાધિ મંદિર માં દર્શન અને પ્રદક્ષિણા કરી ને અમે બાપા જે વૃક્ષ નીચે બેસતા તે તરફ ગયા. ત્યાં ધ્યાન મંદિર છે અને ત્યાં એ ઝાડ ની ડાળીઓ માં એવો આકાર બને છે […]