જૈન ધર્મ અને નવકાર 4


જે વ્‍યક્તિ “જિન”નો અનુયાયી હોય તે “જૈન”. આ શબ્દ “જિ” ધાતુ પરથી બન્યો છે. “જિ” એટલે જીતવું. “જિન” એટલે જીતનાર. જેણે પોતાનું મન જીતી લીધું, પોતાની વાણી જીતી લીધી અને પોતાની કાયા જીતી લીધી તે વ્યક્તિ એટલે “જિન”. જૈન ધર્મ એટલે “જિન” ભગવાનનો ધર્મ

જૈન ધર્મનો પરમ પવિત્ર અને અનાદિ મૂળમંત્ર છે-

ણમો અરીહંતાણં ણમો સિદ્ધાણં ણમો આઈરીયાણં
ણમો ઉવજ્ઝાયાણં ણમો લોએ સવ્વસાહૂણં

*********

અરિહંતો કો નમસ્કાર

અરિહંતો કો નમસ્કાર , શ્રી સિધ્ધો કો નમસ્કાર,
આચાર્યો કો નમસ્કાર, ઉપાધ્યાયો કો નમસ્કાર,
જગમેં જિતને સાધુગુળ હૈં, મૈં સબકો વન્‍દૂ બાર-બાર.

અંતરો

ઋષભ, અજિત, સંભવ, અભિનંદન,
સુમિત,પદમ, સુપાર્શ્વ જિન રાયા.

ચંદ્ર, પુષ્પ, શીતલ, શ્રેયાસ, નમિ, વાસુપૂજ્ય પૂજિત સુર રાય.
વિમળ-અનન્ત-ધર્મ જસ ઉજ્જ્વલ, શાંતી-કુન્થુ-અર મલ્લિ નાથ.
મુનિસુબ્રત, નમિ, નેમિ, પાશ્ર્વ પ્રભુ, વર્દ્ધમાન પદ પુષ્પ ચઢાય.
ચૌબીસોં કે ચરણ કમલ મેં, વંદન મેરા બાર-બાર . અરિહન્તો. ॥૧॥

જિસને રાગદ્રેષ કામાદિક, જીતે સબ જગ જાન લિયા.
સબ જીવોં કો મોક્ષ માર્ગ કા, નિ:સ્પૃશ હો ઉપદેશ દિયા.
બુદ્ધ-વીર જિન હરિ હર બ્રહ્મા, યા પૈગમ્બર હો અવતાર.
સબકે ચરણ કમળ મે મેરા,વન્દન હોવે બાર-બાર. અરિહન્‍તો ॥૨॥

********

જ્યારે મનુષ્ય પરમાત્માના સ્તર સુધી પહોંચી જાય ત્યારે તે તીર્થંકર કહેવાય છે. બીજી રીતે જોઈએ તો કિનારા-ઘાટને પણ “તીર્થ” કહેવાય છે. તેથી ધર્મ-તીર્થનું પ્રવચન કરનારને તીર્થંકર કહેવાય છે. જ્યારે અવતારને પરમાત્માનું જ પ્રતિરૂપ માનવામાં આવે છે જે સમયાંતરે જુદા જુદા સ્વરૂપે જન્મે છે.

જૈન ધર્મ અનુસાર 24 તીર્થંકરો છે. પહેલા તીર્થંકર ઋષભનાથજી છે તો ચોવીસમા તીર્થંકર મહાવીર સ્વામી છે. ઋષભનાથજીને “આદિનાથ”, પુષ્પદંતને “સુવિધિનાથ” અને મહાવીરને “મહાવીર”, “વીર”, “અતિવીર” અને “સન્મતિ” પણ કહેવાય છે.

જૈન પરંપરામાં શલાકા-મહાપુરુષોની સંખ્યા 63 જેટલી માનવામાં આવે છે. પુરાણોમાં તેની કથા અને ધર્મનું વર્ણન કરવામાં આવ્યું છે.

પ્રાકૃત્ત, સંસ્કૃત, અપભ્રંશ અને અન્ય દેશી ભાષાઓમાં અનેક પુરાણોની રચના કરવામાં આવી છે. બંને સંપ્રદાયોનું પુરાણ સાહિત્ય વિપુલ પ્રણાણમાં ઉપલબ્ધ છે. તેમાં ભારતીય ઈતિહાસની મહત્વની સામગ્રી મળે છે.

જિનસેનના “આદિપુરાણ” અને જિનસેન (દ્વિતીય)ના “અરીષ્ટનેમી” (હરીવંશ), રવિષેણના “પદ્મપુરાણ” અને ગુણભદ્રના “ઉત્તરપુરાણ” વગેરેને મુખ્ય પુરાણ માનવામાં આવે છે. ભારતની સંસ્કૃતિ, પરંપરા, દાર્શનિક વિચાર, ભાષા, શૈલિ વગેરેની દ્રષ્ટીએ આ પુરાણો ઘણા જ મહત્વના છે.


આપનો પ્રતિભાવ આપો....

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

4 thoughts on “જૈન ધર્મ અને નવકાર