Daily Archives: April 12, 2008


દિકરી વહાલનો દરીયો – વિકાસ બેલાણી 8

 “ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી, જે સારા હોય છે એની દશા સારી નથી હોતી.” આ ઘટના ગયા મે – જુન માસની છે,અને હું આ ઘટના ક્યારેય ભૂલી શકું એમ નથી. હું જ્યારે પણ એના વિશે વિચારું ત્યારે આંખમાંથી આંસુ નીકળી આવે છે. એ સમયે હું સુઝલોન એનર્જી નામની કંપનીમાં જોબ કરતો હતો,હું એમાં ઇન્ફ્રાસ્ટ્ર્ક્ચર પ્લાનીંગ – ડેવેલોપમેન્ટ ડિપાર્ટમેન્ટ માં એન્જિનીયર હતો. મારી ફરજના ભાગરૂપે મારે ઘણીવાર ગુજરાત અને રાજસ્થાનની સાઇટ પર લાંબી-લાંબી ટુર કરવાની થતી અને એ ટુર દરમીયાન ઘણીવાર અવનવા અનુભવો થતા. અહિં જે ઘટનાની વાત કરવાનો છું એ આવી જ એક ટુર દરમીયાન બનેલી. મે-જુન નો એ સમય હતો, મને અચાનક જ રાજકોટ – જામનગર અને પોરબંદર  જિલ્લાઓની નજીક આવેલી તમામ સાઇટોનો સર્વે કરવાનો  ઓર્ડર મળ્યો હતો. હું વડોદરાથી બસમાં રાજકોટ જવા નીકળ્યો, ત્યાં થોડું પ્લાનીંગ કરી એક આસીસ્ટન્ટ સાથે બીજે દિવસે મારે ગાડી લઇ નીકળવાનું હતું. બીજા દિવસે ડ્રાઇવર ગાડી લઇને આવી ગયો અને અમે ત્રણ જણ, હું, મારો  આસીસ્ટન્ટ અશોક, અને ડ્રાઇવર સર્વે માટે નીકળી પડ્યા. એ સમયની વાત કરું તો ઊનાળો એના ચરમ પર હતો,  વરસાદને તો હજી વાર હતી અને સુર્યનારાયણ આકાશમાંથી ભયંકર આગ વર્ષાવી રહ્યાં હતાં. અમે લોકો ધોરાજી – ઉપલેટા તરફ જઇ રહ્યાં હતાં.અમે ત્યાંનું કામ ફટાફટ પતાવી આગળ જવા નીકળ્યા. અમારે જેમ બને એમ બરડા ડુંગર (પોરબંદર) તરફ જવું હતું.આગળથી એક રસ્તો ભાણવડ તરફ જતો હતો જે બાજુ અમારે જવાનું હતું. બપોરના લગભગ બે વાગ્યા હતાં,ધોમધખતો તાપ હતો અને રસ્તા પર એકલ-દોકલ વાહન સિવાય દુર સુધી કોઇ દેખાતું ન હતું. અમારી ગાડી પણ ઝડપથી આગળ વધી રહી હતી. અચાનક […]