જુદી જિંદગી છે – મનુભાઇ ત્રિવેદી ‘ગાફિલ’


જુદી જિંદગી છે મિજાજે મિજાજે;
જુદી બંદગી છે નમાજે નમાજે.

છે એક જ સમંદર, થયું એટલે શું ?
જુદા છે મુસાફર જહાજે જહાજે.

ભલે હોય એક જ એ અંતરથી વહેતા,
છે સૂરો જુદેરા રિયાજે રિયાજે.

જુદા અર્થ છે શબ્દના બોલવા પર,
છે શબ્દોય જુદા અવાજે અવાજે.

જીવન જેમ જુદાં છે કાયામાં જુદી,
છે મૃત્યુય જુદાં જનાજે જનાજે.

હઠી જાય ઘૂંઘટ, ઢળી જાય ઘૂંઘટ,
જુદી પ્રીત જાગે મલાજે મલાજે.

તમે કેમ ‘ગાફિલ’ હજીયે છો ગાફિલ ?
જુઓ, બદલે દુનિયા તકાજે તકાજે.

– મનુભાઇ ત્રિવેદી ‘ગાફિલ’


આપનો પ્રતિભાવ આપો....

0 thoughts on “જુદી જિંદગી છે – મનુભાઇ ત્રિવેદી ‘ગાફિલ’

 • Harshil Bhatt

  Dear Sir,

  This is very very nice gazal…….

  It directly touches to the heart……

  My best wishes are always with you………

  thanks for providing us this kind of gazals…………