જીવનમાં – શૂન્ય પાલનપુરી


જીવનમાં આમ જો કે પ્રલોભન અનેક છે,
જળમાં કમળ જેમ વિકસવાની ટેક છે.

પાંપણ ઝુકી ગઈ એ શરણાગતિ નથી,
સૌંદર્યની હજૂરે પ્રણયનો વિવેક છે.

આંખો ભરીને બેઠી છે દરબાર દર્દનો,
દિલમાં કોઈની યાદનો રાજ્યાભિષેક છે.

આપો હ્રદયમાં સ્થાન તો ખોટું નથી કશું,
માણસ તરીકે ‘શૂન્ય’ મજાનો છે, નેક છે.

એ ઓર વાત છે કે નથી મોહ નામનો,
બાકી તમારો ‘શૂન્ય’ તો લાખોમાં એક છે

 – શૂન્ય પાલનપુરી

StumbleUpon

visit Jignesh Adhyaru’s Photoblog and Unleash the real gujarat.


આપનો પ્રતિભાવ આપો....

0 thoughts on “જીવનમાં – શૂન્ય પાલનપુરી