પ્રેમ એટલે હું નહીં…
પ્રેમ એટલે તું ય નહીં…
પ્રેમ એટલે-
‘હું’ થી ‘તું’ સુધી પહોંચવાની પ્રણયની નાનકડી કેડી…
પ્રેમ એટલે મોસમનો વરસાદ નહીં…
પ્રેમ એટલે વસંતનો શણગાર નહીં…
પ્રેમ એટલે-
પાનખર-રણે ઝઝૂમીને ફૂટી નીકળેલી એક કુંપળ…
પ્રેમ એટલે કૃષ્ણ જ નહીં…
પ્રેમ એટલે રાધા જ નહીં…
પ્રેમ એટલે-
કૃષ્ણની વાંસળીમાંથી રેલાતાં રાધાની ઊર્મિનાં સૂર…
પ્રેમ એટલે કહેવા જેવી વાત નહીં…
પ્રેમ એટલે સુંદર શબ્દોની લાશ નહીં…
પ્રેમ એટલે-
અંતરમાં થતો મૌન ઊર્મિનો મઘમઘાટ
– ઊર્મિ ( View Comments for the original link )
Nice Thought…..
Prem na sabdo lakhata kya 06a pade 6e,
ke kahevu pade Prem su 6e?
Prem kya karva thi thay 6e, malva thi mali jay 6e,
to pa6i kem pu6vu pade 6e Prem kem thay 6e?
Good one Urmi….
નથી કર્યો જેણે જીવન માં પ્રેમ,
એ પુંછશેજ તમને કે આ શું છે ને કેમ?
પળ વાર ના લાગે પ્રતીઉત્તર માં,
પ્રભુ માટે ભક્ત ના,
બાળ માટે માતા ના, ને
જીવે જીવ ના હ્રદય માં વસેલો છે પ્રેમ.
The love is never comming from any way but the love is comming from the heart that can never ending and it has not any starting i thing love is a great might of god that give us perfect power to fuight aganist over ambission
the original post is here…
http://urmisaagar.com/urmi/?p=424
you may also enjoy the composed post on SSP on the similar subject ‘Prem etle-‘ http://sarjansahiyaaru.wordpress.com/2007/02/14/sankaleet_prem_etle/
This is my poem… Thank you very much Jignesh for choosing it to post it here…!!