ખાદી હાટના
એરકન્ડીશન્ડ શો રૂમમાં
ચીમળાઈને ઊભેલી
ગાંધીની
પ્રતિમાની આંખમાં
જામેલા ગોડસેના લોહીને
કેટલાક પતંગીયાઓ
ખોતરી રહ્યા છે.
બહાર ઊભેલા
નાગા, ભુખ્યા
ટાબરીયાઓ (આવતીકાલના નાગરીકો) પર
પોલીસે હાથ અજમાવતા
સત્ય, અહિંસા, સર્વોદય
લખેલી કાચની તક્તીઓ પર
હાથ ફેરવતા ફેરવતા
ભાગી છુટે છે
ત્યારે … … …
ગાંધી ના વારસદારો
ખુશ છે;
કોઈ ભૂખ્યુ નથી
કોઈ તરસ્યુ નથી
કોઈ … … …
પેલી મૂર્તિ ની
આંખમાં
જામેલું લોહી
હવે ફરી
વહેવા
માંડ્યુ છે.
– જયંતિ પરમાર
( કવિ પરીચય : જયંતિ પરમાર નો તળેટી નામનો કાવ્ય સંગ્રહ અચાનક હાથમાં આવ્યો અને આ વખતે વડોદરા થી પીપાવાવ આવતા આવતા બસમાં એ વાંચ્યો. હ્રદયના સ્પંદનો ને શબ્દોનો દેહ આપી ઊતારવાની કળા શ્રી જયંતિભાઈ માં પૂરેપૂરી ઊતરી છે. તેમના કાવ્યો વાંચી ને મને ખૂબજ આનંદ થયો, અને એટલે જ મેં આજે તેમની કવિતા અહીં મૂકી છે. એક કવિ આજીવન કવિ હોય છે, તેમના જીવનના અલ્પવિરામો એ કદી પૃર્ણ વિરામ નથી બનતા.)
exellent creation!
We all do talk of Mahatma.
But, never follow is action.
I know few who lives with Bapaji’s Action and let others see.
If, any one wants this example come to our place.
SAD TO SEE …..
what Mr.Jayant Parmar has put in your Blog.
‘હૃદયસ્પર્શી અભીવ્યક્તી’.
Rajendra
http://www.bpaindia.org
http://www.yogaeast.net
સરસ !
હૃદયસ્પર્શી અભીવ્યક્તી.