કરવો જ હોય તો તું કરી નાખ રસ્તો,
અડચણ ઉકેલી નાખ મંઝીલ ની રાહ પર,
પછી જ મળશે એવું માને છે હ્ર્દય મારું,
ઇશ્વર હંમેશા હોય છે શ્રધ્ધાની રાહ પર,
ભલે રસ્તો છે એક આપણો; વિચારો ભલે અલગ,
છતાં’ યે પ્રેમ ક્યાં કર્યો છે કોઇ ભેદભાવ પર?
લખું છું ઇશ્કને; જામો ભરું છું હું મહોબતનાં,
નશો મારી ગઝલને છે હ્રદયની બાદશાહત પર!
મીટાવી દો ‘રૂષભ’ અસ્તિત્વ એના પ્રેમ ની પાછળ,
વફા સાબીત થઇ શકશે ફકત તારી શહાદત પર !
– વિકાસ બેલાણી
wah ati sunder