મારી શાળા :
હું લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલય, સંગમ ચાર રસ્તા, હરણી રોડ, વડોદરા માં અભ્યાસ કરતો હતો. આ શાળાની સૌથી પ્રેરક વાત હતી સવારના પહોરમાં વગાડાતા દેશભક્તિના ગીતો…મને યાદ છે કે અમે અપની આઝાદીકો હમ હરગીઝ મીટા શક્તે નહીં, એ મેરે વતન કે લોગો, એ વતન એ વતન હમ કો તેરી કસમ જેવા ગીતો સાંભળીને મોટા થયા છીએ…(કદાચ અત્યારે પણ આ સરસ આદત અને ઈબાદત પીરસાતી હોય એવી આશા રાખું છું…)
અહીંની બીજી ઊડીને આંખે વળગે તેવી વાત છે આ શાળાની પ્રાર્થના….પ્રાર્થનાઓ નું સિલેક્શન બેનમૂન છે…બાળકોને લોહીમાં સંસ્કાર આપવા કોઈ બોટલ ચડાવી શકાતી નથી, એ તો વિચારો જ આપી શકે…અને સવાર સવારમાં પ્રભુ ભક્તિ, દેશ ભક્તિ અને માતા પિતાની સેવા થી વધારે સારી વાતો શું શીખવી શકીએ???
આ મથાળા નીચે મારી શાળાની કેટલીક પ્રાર્થનાઓ મૂકી રહ્યો છું, આશા છે આપને એ ગમશે…
જીવનની જાગૃતિ માટે અમારી પ્રાર્થના પ્રભુજી
અમારી ઊન્નતિ માટે અમારી પ્રાર્થના પ્રભુજી
અમે સાચા અને શૂરા બનીએ મન વચન કર્મે
અને સજ્જન થવા પૂરા અમારી પ્રાર્થના પ્રભુજી
અમારૂ સ્થાન મેળવીએ, અમારૂ સ્થાન જાળવીએ
અને એ સ્થાન શોભાવવા અમારી પ્રાર્થના પ્રભુજી
અમારાથી કરાશે તે પ્રભુ પ્રેર્યુ તમારૂ છે
અમે યંત્રો તમે યંત્રી, અમારી પ્રાર્થના પ્રભુજી
– જીગ્નેશ અધ્યારૂ
ખુબ જ સરસ પ્રાથના છે.
હરીને ભજતા હજી કોઇની લાજ જતાં નથી જાણી રે —
મુકવા તમને પ્રાથના છે.
મહેશ સી.તમકુવાલા.
prarthna no raag hoi to vadhu saru
Prarthna play kari sambhali shakay to saru.
Pl guide
સ્ર૨સ પ્રાર્થના
સરસ .
આજે તમારી બધી પ્રાર્થનાઓ અને બાળગીતોનો લ્હાવો લીધો. મને હજુ વધુ જાણીતા બાળગેીતો જોઇએ છે.. રાહ જોઉ છુઁ…
હવે હું બાળકો માટે કામ કરવા ધારુ છું..
લતા હિરાણી
Jigneshbhai.
Mandir Taru … was our Prayer too.
Thanks.
Saawan
મને પણ મારી શાળાની બે પ્રાર્થનાઓ યાદ આવી ગઈ. “મંગલ મંદિર ખોલો દયામય…” અને “અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા…” એ પણ યાદ છે કે એ વખતે આ પ્રાર્થનાઓ તેનો અર્થ સમજ્યા વગર જ ગાયા કરતા. જોકે હજી પણ તેનો ખરો અર્થ સમજાયો છે કે નહિ એ કોને ખબર!