શું તમે આ જોક્સ વાંચ્યો છે? (2) – સંકલિત 8


 તમે શાળા માં કે ઘરમાં કે મિત્રો સાથે ઘણી વાર હથોડા (અમારી ભાષામાં PJ ને હથોડા કહે છે…) માર્યા હશે….તો તમારી સેવા માં થોડા PJ’s પેશ એ ખીદમત છે…

********** 

મોહન – દાદાજી હું રિસ્ક લવિંગ પ્રાણી છુ, રોજ નવી નવી મુશ્કેલીઓનો સામનો કરવા માંગુ છુ, હુ શુ કરુ ?
દાદાજી – લગ્ન

**********

શિક્ષક – ‘આઈ ડોંટ નો ‘ નો અર્થ શુ થાય છે ?
વિદ્યાર્થી – મને નથી ખબર સર.
શિક્ષક – એકદમ સાચુ, બેસી જાવ.

**********

એક નેતાજીને લાંબા ભાષણની આદત હતી. ભાષણની વચ્ચે વચ્ચે તેઓ એક સંવાદનો વારંવાર પ્રયોગ કરતા હતા – ‘હું શુ કહી રહ્યો હતો ?

એક દિવસ એક શાળામાં નેતાજીએ અડધા કલાક સુધી ભાષણ આપ્યુ. બધા વિદ્યાર્થી અને શિક્ષક હેરાન થઈ ગયા. અચાનક નેતાજીએ પોતાનો હંમેશાનો સંવાદ બોલ્યો – હું શુ કહી રહ્યો હતો ?
બધા વિદ્યાર્થી એક સાથે બોલ્યા – તમે કહી રહ્યા હતા કે હવે હું આ ભાષણને અહીં જ પુરૂ કરુ છુ.

**********

શિક્ષક – પક્ષિયોને કેવી ખબર પડે છે કે તેમણે ક્યાં ઉડવાનુ છે ?
વિદ્યાર્થી – આ તો એમની ખાનદાની પરંપરા છે.

**********

એક દિવસ એક જાડી સ્ત્રી બસ સ્ટૉપ પર ઉભી હતી, તેને જે સાડી પહેરી હતી તેના પર બહુ બધા નાના મોટા વિમાનોના ચિત્ર બનેલા હતા.

એક બાળક તેની સાડીને જોવા માટે તેની ગોળ-ગોળ ફરી રહ્યો હતો. તે સ્ત્રી બોલી – “કેમ બેટા, તારી મમ્મી સાડી નથી પહેરતી? તો તુ આમ તેને જોવા માટે ગોળ-ગોળ ફરી રહ્યો છે?

બાળક બોલ્યો – “સાડી તો જોઈ છે, પણ આટલું મોટુ એરપોર્ટ પહેલીવાર જોઈ રહ્યો છુ.

**********

એક દિવસ એક કીડી સ્વીમિંગ પુલમાં સ્‍નાન કરી રહી હતી. એટલામાં એક હાથીભાઈ આવીને બોલ્યા

‘કીડીબેન, કીડીબેન જલ્દીથી બહાર તો આવો’ કીડીબેન બહાર આવ્યા અને બોલ્યા ‘શુ છે?’

હાથીભાઈ બોલ્યા ‘ જાવ કશુ નથી ‘ કીડીબેન ગુસ્સામાં બોલ્યા ‘તો પછી મને બહાર કેમ બોલાવી ?’

હાથીભાઈ બોલ્યા ‘ કશુ નહિ, એ તો મારી ચડ્ડી નથી મળી રહી, એટલે મારે જોવું હતું કે ભૂલથી તમે તો નથી પહેરી લીઘીને ?

**********

શિક્ષકે વર્ગમાં બધાને કહ્યું કે – “આવતીકાલે બધા ગાય ઉપર એક નિબંઘ લખી લાવજો.”

બીજે દિવસે બધાને નિબંધ લખેલી નોટ બહાર કાઢવા કહ્યુ,

ગટ્ટુની પાસે જઈને જોયુ તો તેના હાથ પર પાટો હતો.

શિક્ષકે પૂછ્યુ – ‘કેમ આ શુ થયુ ? નિબંધ લખવો ન પડે એટલે એક નવુ નાટક ?’

ગટ્ટુ બોલ્યો – ‘નહિ નહિ હુ તો લેશન કરતો હતો પણ !’

શિક્ષકે કહ્યું – ‘તો એમા હાથ કેવી રીતે ભાંગે ?’

ગટ્ટુ બોલ્યો – “તમે કહ્યું હતું કે ગાય પર નિબંધ લખી લાવવો બરાબર્ ? હુ તો એમ જ કરતો હતો પણ જેવો મે ગાય પર બેસીને નિબંધ લખવો શરુ કર્યો કે તરત ગાયે મને શિંગડુ માર્યું. અને હું તેના પરથી પડી ગયો. જેના કારણે મારો હાથ ભાંગી ગયો.”

**********

એકવાર ત્રણ બિલાડીઓ બજારમાં જતી હતી.

રસ્તામાં ખાડો આવ્યો. પહેલી બિલાડી કુદી ગઈ અને એક તરફ ઉભી રહી.

તેને જોઈને બીજી બિલાડી કુદી. પણ તે ખાડામાં પડી ગઈ.

આ જોઈને પહેલી બિલ્લી ત્રીજી બિલ્લી સામે જોઈને કશુ બોલી ! બોલો શુ બોલી હશે ?

????

???

??

?

બોલો બોલો ???

 “મ્યાઉં”.

*********

બે ચોર બેંકમાં ચોરી કરવા ઘૂસ્યા. તિજોરીમાંથી ઢગલો નોટ મળી. બીજો ગણવા બેસી ગયો.
ગણો નહી – પહેલાએ કહ્યુ.
બીજો બોલ્યો – પછી તુ ઝગડો કરીશ.
અહીંથી તરત જ ભાગ. પહેલાએ કહ્યુ- આપણે રૂપિયા ગણવાની જરૂર નથી સવારે છાપામાં ખબર પડી જશે.

**********

એક શાકવાળાને ત્યાં બાળકનો જન્મ થયો. એક સ્ત્રીએ તેને અભિનંદન આપતા કહ્યુ – અભિનંદન ભાઈ, બાળક કેવુ છે ?
શાકવાળાએ તરત જ જવાબ આપ્યો – એકદમ તાજો છે બહેન

**********

એક દિવસ બે કીડી બજારમાં ખરીદી કરવા જઈ રહી હતી.

રસ્તામાં સામેથી હાથી આવ્યો,
હાથીને જોઈને પહેલી કીડીએ બીજીને કહ્યું- ‘તું આ જાડા-પાડા હાથીભાઈને બેહોશ કરી શકે છે.?’
બીજીએ કહ્યું ‘ના ભાઈ ના, હું તો એની પાસે જતાં પણ ડરું છુ!’

પહેલી બોલી હું તેને બેહોશ કરી શકું છુ’
બીજી બોલી ‘કેવી રીતે?’
પહેલી કીડી બોલી ‘બસ તુ જોતી જા’

તે તરતજ હાથી પાસે ગઈ તેના પગ પરથી તેના કાન સુધી પહોંચી. અને બે મિનિટમાં પાછી
આવી ગઈ. થોડીવારમાં હાથીભાઈ તો બેહોશ થઈને ઢળી પડ્યા.

બીજી કીડી આશ્ચર્ય પામીને બોલી ‘તે આ કેવી રીતે કર્યુ ?’
પહેલી કીડી તરતજ બોલી ” કંશુ નથી કર્યુ બસ, એના કાન પાસે જઈને બોલી “આઈ લવ યુ ”

**********

એક જાડિયાએ એક દિવસ તેના પુત્રને પૂછ્યુ – ” બેટા તુ મારા જેવડો બનીને શુ કરીશ”?

દિકરાએ તરતજ જવાબ આપ્યો – “ડાયેટિંગ”.

**********

એક બાળક ડૉક્ટરને – ડૉક્ટર સાહેબ, હું રોજ રાત્રે સપનું જોવું છુ કે મારા પગમાં કાઁટો વાગી ગયો છે, તેનો ઈલાજ શું ?
ડૉક્ટર – તો તો તમે રોજ રાત્રે ચંપલ પહેરીને ઉંધો

**********

શિક્ષક – બાળકો, કંઈ વસ્તુમાં વિટામીન સી સૌથી વધુ હોય છે ?
એક વિદ્યાર્થી – મરચામાં
શિક્ષક – એ કેવે રીતે ?
વિદ્યાર્થી – કારણ કે તેને ખાધા પછી બધા સી…સી કરવા માંડે છે.

**********

એક વ્યક્તિ(દુકાનદારને) મને મચ્છર મારવાની દવા આપો.
દુકાનદારે તેને દવા આપી. પછી તેણે ફરી પૂછ્યુ – આનાથી મચ્છર કેવી રીતે મરશે ?
દુકાનદારે કહ્યુ – પહેલા મચ્છરને પકડજો તેને ગલીપચી કરજો અને જ્યારે તે હસે ત્યારે તેના મોંઢામાં આ દવા નાખી દેજો તે મરી જશે.

**********

બે સજ્જન ટ્રેનમાં વાતો કરી રહ્યાં હતા. ત્યારે જ પહેલા એ પૂછ્યું તમે શું છો ?
બીજાએ કહ્યું – હું કવિ છું, અને તમે ?
પહેલાએ મોઢુ વાંકુ કરીને કહ્યું – હું બહેરો છું.

**********

શિક્ષક – બોલ, મોહન હાથી અને માખીમાં શું અંતર છે ?
માખી – માખી હાથી પર બેસી શકે છે, પણ હાથી માખી પર નથી બેસી શકતો.

(Source : Webdunia)

આપનો પ્રતિભાવ આપો....

8 thoughts on “શું તમે આ જોક્સ વાંચ્યો છે? (2) – સંકલિત