
કોઇ સાંજે આંખ મિંચી દઉં અને,
હું ગગન ની રાહ પર નીકળી પડું!
‘શ્વાસ’ ને યાદો ભલે રહેતી અહીં,
સંબંધો પણ છોડી ને નીકળી પડું!
કોઇ રસ્તે મન પછી મુંઝાય ના,
આંખ મા અંધાપો લઇ નીકળી પડું!
હું અવાજોથી ડરું છું એટલે,
મૌન ની આગોશ મા નીકળી પડું!
ક્યાં ‘રૂષભ’ હારી જવાની બીક છે?
સાવ નિર્જન માર્ગ પર નીકળી પડું!
– વિકાસ બેલાની ‘રૂષભ’
VERY GOOD KAVI and KAVITA. GOOD Depth. Build power those have fear of failure……just get started.
amaari paasay koi saadhan nathee kay aap naa vakhan
aapni meethi boli maan kari sakiyen..
Net per aap meharbano naa lekho ne shyeri vanchi ne
aankh maan aansoo aave chay.
Keva madhoor sabdo, keva prem bhara vicharo, pachee
aapnee boli…..
Sooon taarif karoon saheb, bus dil thee dua-o nik lay
chay….
Khoob khoob lakho..
good thinks, give me all your thinking i want to read it