વરસાદની મૌસમ – હરીન્દ્ર દવે


ચાલ વરસાદની મૌસમ છે, વરસતા જઈએ.

ઝાંઝવા હો કે દરીયા, તરસતા જઈએ.

મૌતના દેશ થી કહે છે, બધા ભડકે છે,

કૈ નથી કામ છતાં, ચાલ અમસ્તા જઈએ.

આપણે ક્યાં છે મમત, એક જગાએ રહીયે,

રસ્તા માગે છે ખુશીઓ, તો ભલે ખસતા જઈએ.

સાવ નિર્જન છે, વીરાન છે, બીજુ તો શું કરીએ

બાંધીએ એક નગર ને જરા વસતા જઈએ.

તાલ દેનારને પણ એક મૂંઝવવાની મજા છે

તાલ છે રૂદનનો, છતાં હસતા જઈએ.-    

      -હરીન્દ્ર દવે



આપનો પ્રતિભાવ આપો....

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.