એક ઊખાણું – Solve the Puzzle 17


તમે નાનપણ માં ઊખાણાં (Means Puzzle) તો ઘણાં સોલ્વ કર્યા હશે પણ આ એક સાચો કરી બતાવો તો ખરાં…

એક ઘરડી સ્ત્રી પાસે ઘણા બધા ઈંડા હતા. તે બધા લઈને વેચવા બજારે ગઈ. એક ગ્રાહકે આવી તેને પૂછ્યું ” તમારી પાસે કેટલા ઈંડા છે?”

તેણે કહ્યું “મને ૧૦૦ થી વધારે ગણતા નથી આવડતુ પણ મને એ ખબર છે કે…

ઈંડાની કુલ સંખ્યાને ૨ વડે ભાગતા ૧ ઈંડુ વધે છે.

ઈંડાની કુલ સંખ્યાને 3 વડે ભાગતા ૧ ઈંડુ વધે છે.

ઈંડાની કુલ સંખ્યાને ૪ વડે ભાગતા ૧ ઈંડુ વધે છે.

ઈંડાની કુલ સંખ્યાને ૫ વડે ભાગતા ૧ ઈંડુ વધે છે.

ઈંડાની કુલ સંખ્યાને ૬ વડે ભાગતા ૧ ઈંડુ વધે છે.

ઈંડાની કુલ સંખ્યાને ૭ વડે ભાગતા ૧ ઈંડુ વધે છે.

ઈંડાની કુલ સંખ્યાને ૮ વડે ભાગતા ૧ ઈંડુ વધે છે.

ઈંડાની કુલ સંખ્યાને ૯ વડે ભાગતા ૧ ઈંડુ વધે છે.

ઈંડાની કુલ સંખ્યાને ૧૦ વડે ભાગતા ૧ ઈંડુ વધે છે.

ઈંડાની કુલ સંખ્યાને ૧૧ વડે ભાગતા કોઈ ઈંડુ વધતુ નથી.

તો તે સ્ત્રીની મદદ કરો અને કહો કે તેની પાસે કેટલા ઈંડા હશે?

* * * * *

જવાબ માટે આવતીકાલ ની રાહ જુઓ…

* * * * *

* * * * *

કોઈ પ્રયત્ન નહીં?

સાચો જવાબ છે…૨૫,૨૦૧ ઈડા

જો વિગતવાર ઊકેલ જોઈએ તો મને જણાવો…


આપનો પ્રતિભાવ આપો....

17 thoughts on “એક ઊખાણું – Solve the Puzzle