મને મારા જ સપનાઓનો હવે ભાર લાગે છે
અંતને આવતા કેમ આટલી વાર લાગે છે.
શૂન્યતા ફેલાઈ છે સધળા સંબંધોમાં આજકાલ
સ્વાર્થ ને લોભનો વસ્યો, પરિવાર લાગે છે.
સુખોની સીમા ઘટીને સપનામાં રહી ગઈ
દુઃખોનો ક્ષિતિજની પાર, વિસ્તાર લાગે છે.
હસીએ છીએ જરીક, સુખી માને છે દુનિયા
કાયમ રડાવવાનો તમને અધિકાર લાગે છે
એક ખભોય નથી જ્યાં રડી લઊં “બાદલ”
દુઃખનો પ્યાદો નસીબને વફાદાર લાગે છે.
– “બાદલ” (જીગ્નૅશ અધ્યારુ.)
Wah..