શું તમને ક્યારેય ભાંગ ચઢી છે? – જીગ્નેશ અધ્યારૂ 6


 શું તમને ક્યારેય ભાંગ ચઢી છે??

 

{ આ ઘટના ના બધા પાત્રો વાસ્તવિક છે અને તેમને મારા સ્ટાફના જીવતા (આ લેખ લખાયો ત્યાં સુધી તો જીવે છે…) લોકો સાથે સીધો સંબંધ છે. આ સંબંધ પૂર્ણ પણે જાણી જોઈને કરેલો છે…તેથી જો કોઈને વાંધો હોય તો કોમેન્ટ બોક્ષ માં કોમેન્ટ કરવી (મને ફોન ના કરવો) નહીં તો થાય એ કરી લેવા વિનંતી }

* * * *

અરે કેમ છો સાહેબ?”

ઓફીસમાં આવતાવેંત જ મારા એક મિત્ર અર્જુન ભાઈએ મારુ સ્વાગત કર્યું. અર્જુન ભાઈ અમારી રોડ બનાવવાની સાઈટ પર આવતા એક ગામના છે અને બાંધકામ માટે મટીરીયલ અને લેબર સપ્લાય કરે છે.

હર હર મહાદેવતેમણે પાછો પોકાર કર્યો.

આવે આવો, તમે આજે સવાર સવાર માં શિવરાત્રીની પ્રસાદી લઈ લીધી છે કે શુ?” મેં તેમને અદમ્ય ઊત્સાહ અને મોજ માં જોઈને પૂછ્યું

ના રે ના, હજી તો મંદીરે દર્શન કરવાય જાવાનું છે….આજે શિવરાત્રી છે એટલે જમવાનો કે નાસ્તાનો તો સવાલ નથી. તો થયું કે લાવો સાહેબને મળતો આવું.” તે તાનમાં બોલ્યા

ના ભાઈ, આ સાઈટ પર થોડુ કામ છે એટલે નથી ગયો….પણ આટલામાં ક્યાં શિવાલય છે?” મેં તેમને વળતો સવાલ કર્યો

તો હાલો હું તમને લઈ જાઊં“….

નજીક માં છે મંદીર?”….

તમે હાલોને મારા ભઈ…..યાદ કરશો…..” આંખ મીંચકારતા, જાણે મને કાંઈક ખાનગી કહેતા હોય તેમ ધીમેથી બોલ્યા.

હું, મારા સહકાર્યકર હસમુખ ભાઈ અને અર્જુનભાઈ, અમે ઊપડ્યા સાઈટ પર.

હસમુખ ભાઈ, આજે શિવરાત્રી છે, મંદીરે જઈશું?” મેં પ્રવાસની પ્રસ્તાવના બાંધી

એમ?, જાવુ છે?, તો હાલો જાઈહસમુખ ભાઈ તેમની આગવી સ્ટાઈલ માં બોલ્યા.

કોઈ પણ જગ્યાએ હિંમત કરવામાં, કહોને યા હોમ કરીને પડવામાં, અમારા હસમુખ ભાઈનો કોઈ જોટો જડે તેમ નથી.

માવાને કોથળીમાં મસળીને ચૂનો ઊમેરતા તે બોલ્યા પ્રસાદ મળશે ન્યાં?”

કદાચ શંકર ભગવાન ને અમારૂ ભાંગ પીવાનું ડેસ્પેરેશન ખબર હોત તો તેમણે શિવરાત્રીએ ભાંગની પરબ ખોલાવી હોત. અને ખરેખર તો અમારે પ્રસાદી નહિં, આખી પરબ જ પીવી હતી.

અમે બધાં સૂમો માં ખડકાયા અને મંદીર તરફ જવા નીકળ્યા. રસ્તામાં અર્જુનભાઈએ મને કહ્યું કે જે મંદીર માં અમે જતા હતા એ ચાંચુડા મહાદેવનું મંદીર વર્ષો જૂનું છે. મહાભારતકાળ માં ભીમે આ જગ્યાએ મહાદેવની પૂજા કરી હતી એમ કહે છે. પહેલા અહીંયા નાનું શિવાલય હતું, જેને લોકો અહીંની ભાષામાં દેવળ કહે છે. ત્યાં મદીરની ટેકરીની નીચેના ભાગમાં એક પુરાતન ગુફા પણ છે, કહે છે કે તે દ્વારકા સુધી જાય છે.

Chanch Mahadev Mandir, Kovaya

(સાથે મૂકેલા ફોટામાં ટેકરી પર મંદીર અને નીચે ગુફા બંને દેખાય છે.)

Chach Mahadev Kovaya

વાતોમાં ને વાતોમાં અમે ખડકાળ રસ્તો પાર કરીને થોડુ ચઢાણ ચઢ્યા. છેલ્લે મદીરના પટાંગણમાં અમારી ગાડી ઊભી રહી.

ધાતરવાડી નદી જ્યાં સાગરને મળે છે તે સંગમ સ્થળે એક ટેકરી પર આ મંદીર આવેલું છે. એક તરફ ઘૂઘવતો દરીયો અને એક તરફ શાંત નદી…..હોડકામાં બેસી ને શિયાળ બેટ તરફ જતા અને ત્યાંથી આવતા લોકોઆ બધા દ્રશ્યો જોઈને હું ઘડીક તો બધું ભૂલી ગયો આનંદ સાગરમાં હિલોળા લેવા માંડ્યો

અર્જુનભાઈએ ના બોલાવ્યો હોત તો ત્યાંજ ઊભો રહી જાત. અમે મંદીરમાં જઈને દર્શન કર્યા. અંદર ગર્ભગૃહ માં મહિલાઓ શિવ મહિમા ગાઈ રહી હતી. શંકર ભગવાનનો અભિષેક થઈ રહ્યો હતો. હું આ દ્રશ્ય જોઈને ભાવ વિભોર થઈ ગયો. ભગવાન પાસે શું પહેલા માંગવુ એની કન્ફ્યુઝનમાં ત્યાં ઊભો હતો એટલામાં હસમુખભાઈ એ મને ઠોંસો માર્યો….

ભાંગ પીવાનું શું છે હેં?” …બીલાડી દૂધ શોધે તેમ એ ભાંગ શોધતા હતા

અર્જુનભાઈ એ આ સાંભળ્યુ એટલે અમને મંદીર પાછળ આવેલી ઝુંપડી તરફ દોરી ગયા. ત્યાં મહારાજ બે ત્રણ ધડા, એક તપેલું વગેરે આસપાસ ગોઠવીને બેઠા હતા. બધા આવવા વાળા હર હર ભોલે મહારાજએમ બોલી તેમને પગે લાગતા અને પછી પાસે પાથરેલી સાદડી પર બેસતા. મહારાજ તેમને થોડી થોડી પ્રસાદીઆપી દે એટલે તે પ્રસાદી લઈ ચાલતા થયા. અમે પણ તેમજ કર્યું. પણ વડોદરા ના સંગમ ચાર રસ્તે (આમ તો પાણી માં થોડી ભાંગ નાખી ને દસ દસ રૂપીયે ગ્લાસ વેચાય છે.) ચાર ચાર ગ્લાસ ભાંગ પી ને રૂંવાડુ ય ના ફરકે એવો અનુભવ હોવાના ઓવર કોન્ફીડન્સ માં મેં અરજુન ભાઈને કહ્યું આટલામાં શું થાય?, આવી તો કેટલાય ગ્લાસ પી જઈએ છીએ યાર…”

ધીમે થી બોલાયુ હોવા છતાં મહારાજ આ સાંભળી ગયા.

વધારે પ્રસાદી જોઈ છે?”

લાવો તો થોડી થોડી લઈ લઈએ…”મેં કહ્યું

મને બે ઘૂંટડા જ આપજો…” હસમુખ ભાઈએ ફરકાવ્યુ.

બીજી વાર ની પ્રસાદી થોડી ઘાટી હતી. અમે બહાર આવ્યા અને પછી નીચે તરફ ગુફામાં પહોંચ્યા. થોડે અંદર ગયા. અને અંદર બધા પથ્થર પડી ગયા હોવાથી પાછા ગાડી માં આવ્યા અને મારા મિત્ર અને આ બ્લોગના એક કવિ એવા મારા મિત્ર વિકાસની સાઈટ પર જઈ ફરાળ કરવું એવુ નક્કી કર્યું.

વિકાસ એના કોમ્પ્યુટર પર બેઠો અમારા બ્લોગની જૂની પોસ્ટ જોતો હતો.

Some Unknown Websites વાળી પોસ્ટ પર થી લીન્ક લીધી છે, મારો ફોટો હું નેશનલ જીઓગ્રાફીક મેગેઝીનના કવરપેજ પર મૂકવા માંગુ છું, પણ આવતો જ નથી.” વિકાસ બોલ્યો

મં માઊસ હાથમાં લીધું અને સ્ક્રીન ગોળ ગોળ ફરવા માંડી, વિકાસનું સ્મિત મને ગબ્બરના હાસ્ય જેવું લાગવા માંડ્યુ અને જાણે હું મજબૂર ઠાકુર હોંઊ તેમ બધું ચક્કર ચક્કર ફરવા માંડ્યુ.

અરજુનભાઈ, મને ચક્કર આવે છે“…મેં તેમની સામે જોયું

પણ તે હસવા લાગ્યા….તે પણ બ્રહ્માનંદનો આનંદ લેવા માંડ્યા હતા.

હસમુખ ભાઈએ પછી સસ્પેન્સ ખોલ્યું તમને ભાંગ ચડી ગઈ છે…”

હું ખુરશી પર બેસી પડ્યો. ફરાળ ખાવા જતા શર્ટ પર ઢોળ્યુ. રાજગરાની પૂરી નો ટુકડો કરીને ખીર લેવા જતા હાથ ખીરમાં પડ્યો

તું હેઠવાડુ ક્યાં કરસ….” અન્ય એક મિત્ર આશીષ પણ અમારી સાથે ફરાળકરતો હતો.

તારે ખાવુ હોય તો ખાને ભાઈ, એને ચડી ગઈ છે.” હસમુખ ભાઈ બોલ્યા

એલા મારે હસવુ નથી તોય હસાઈ જાય છે…” મેં બોલ્યુ તો ખરી પણ કોઈ સાંભળી ના શકે એવુ ધીમે થી

Jignesh Adhyaru

મારૂ માથુ મંદીરે જ ભૂલાઈ ગ્યુ લાગે સે….હેં જીગ્નેશ સાયબ, તમે યાદ નો કરાયવુ?” આ અર્જુન ભાઈ હતા.

મને બધુ ગોળ ગોળ ફરતુ લાગે છે હસમુખ ભાઈ….હવે શું કરશુ?” મેં પૂછ્યું

તમે ક્યાં પીને આવ્યા છો?, એકલા એકલા જતા રહેવાય? અમને કહેવાય પણ નહી?” વિકાસ પણ તેની વાત મૂકી

હાલો આપણે જાઈ…..” આશીષ બોલ્યો

મને ચઢી ગઈ છે….તું ગાડી લઈ ને જઈ આવ, ડ્રાઈવરે મંદીર જોયું છે.” મેં જવાબ આપ્યો.

એમ નો મજા આવે, તું આવે તો મજા આવે?”આશીષ બોલ્યો

મને ચઢી ગઈ છેતું જઈ આવ નહીં તો મારે સાઈટ પર જવું છે….મને ચઢી ગઈ છે, અહીં સાહેબ આવશે તો તકલીફ થશે…” હું બોલ્યો

પણ એ લોકો એ ઘણી વાર કાંઈ હલચલના કરી એટલે અમે સાઈટ પર જવા નીકળ્યા.

એલા આ ભેંસુ કાં ઊડે? રોજ તો હાલતી આવે છેઅર્જુનભાઈ રસ્તામાં ભેંસનું ધણ જોઈને બોલ્યા

મને શું ખબર મને તો, મને ચઢી ગઈ છેહું બોલ્યો

મને નથી ચઢી આ હિંમતભાઈ હતા.

ત્યાં તો મોબાઈલ રણક્યો અને રીસીવ કરતા પહેલા કપાઈ ગયો

બે જ સેકન્ડમાં પાછો ફોન રણક્યો

જીગ્નેશ, કહાં હો બેટે….સાહબ ડ્રોઈંગ માંગ રહે હૈ, તુમ સારે ડ્રોઈંગ લે કર ગયે હો ક્યા?…જલ્દી આ જાઓઆ અમારા સાહેબ હતા

મુંબઈ થી અમારી કંપનીના માલિક આવ્યા હતા તે બધા સાહેબની કેબીનમાં અમારી રાહ જોતા હતા. તેમની સાથે કંપનીના બીજા ઊચ્ચ અધિકારીઓ હતા. ઘડીક તો શું બોલવુ એ જ ખબર ના પડી

હલો, જીગ્નેશ ……બેટે, કીતની દેરમેં આઓગે?” સામે થી છુટ્ટો પ્રશ્ન ફેંકાયો

એલા આ સાયબ મોબાઈલમાં ક્યાંથી ગ્યા?” આ અર્જુનભાઈ વચ્ચે બોલ્યા

સર થોડી દેર મેં આયાઆટલુ બોલતા તો ફોન સામે છેડે થી કપાઈ ગયો

અને હવે ધર્મ સંકટ થઈ ગયો. અમે ગાડી રાજુલા લેવડાવી, ત્યાં બે લીટર છાસ લીધી અને હસમુખ ભાઈએ અમને પીવડાવી. અમે ત્રણ ચાર ગ્લાસ છાસ પી ગયા. મને હવે બધા એની ઓરીજીનલ સાઈઝ થી મોટા દેખાવા લાગ્યા.

ગાડી ઓફીસ તરફ દોડી

હસમુખ ભાઈ મને ચઢી ગઈ છે, સાહેબને કહેજો કે જીગ્નેશની તબીયત ખરાબ થઈ ગઈ છે…”

તમે હાલો તો ખરા, ખાલી ઉભા રહો, કાઈ બોલતા નહીં, બસ…” હસમુખભાઈ એ મને સાંત્વના આપી

આ બે ઝાડવા કાં બાધે?” અર્જુનભાઈ પાછા બોલ્યા

હસમુખ ભાઈ મને ચઢી ગઈ છે, હું ઓફીસમાં નહીં આવું, લથડીયુ ખાઈ ગયો તો?, મને તો ચક્કર આવે છે…”

હું સંભાળી લઈશ, તમે ખાલી ઊભા રહેજોફરી થી એ જ સંવાદ

આ ખટારા આપણી ઊપર થી કાં જાય?” અર્જુનભાઈના પ્રશ્નો પૂરા થવાનું નામ જ નહોતા લેતા

સાહેબને ખબર પડી જશે તો?” હું પણ એ જ હાલતમાં હતો

હું સંભાળી લઈશહસમુખભાઈએ પણ નેતાની જેમ મોરચો સંભાળ્યો

મને ચઢી ગઈ છે, હું નહીં આવું,” પણ ત્યાં તો ઓફીસ આવી ગઈ

અને મારો કોન્ફીડન્સ આળસ મરડીને બેઠો થયો, હસમુખભાઈ મને ચઢાવ્યો કાંઈ નથી થતુ, હાલોને તમે…”

સાહેબ તો ઊકળેલા પાણી જેવા…. અમારી રાહ જોતા હતા

કીતની દેર લગતી હૈ હાં?…આધા ઘંટા હુઆ….સી ધીસ ઈઝ નોટ ગુડઓલ બીગ પીપલ આર વેઈટીંગ….જલ્દી વો ડ્રોઈંગ લે કર આઓફાયરીંગ મારી પર ચાલુ થઈ ગપુ અને હસમુખભાઈ એમના કોમ્પ્યુટરની સ્વીચ ઓન કર્યા વગરની બ્લેન્ક સ્ક્રીન જોતા હતા.

હું બધુ લઈને સાહેબની કેબીનમાં ગયો….સાહેબે અમારા રોડ અને બ્રીજ ના ટેકનીકલ ડાઊટસ ક્લીયર કરાવ્યા. અમારા એક ડાયરેક્ટર મને આર કે લક્ષમણના કોમન મેનજેવા લાગતા હતા. મારાથી તેમની મૂછો જોઈ હસાઈ ગયું, બધા મારી સામે જોવા લાગ્યા પણ મૅં એક સફળ અદાકાર ની જેમ ખાંસી ખાઈ ને વાળી લીધુ.

પાછો કાંઈક લેવા બહાર આવ્યો અને મારી સાથે આવેલા હસમુખભાઈ પણ બહાર આવ્યા. કાગળો લઈને હું અંદર ગયો તો હસમુખભાઈ પાછળ પાછળ. અમે પાછા અંદર જઈ ગોઠવાઈને ઊભા રહી ગયા

બધા કાંઈકને કાંઈક બોલતા હતા અને હું હસતો, પછી થતુ કે મને ચઢી ગઈ છેપાછો પ્રયત્નપૂર્વક હસવાનુ બંધ કરતો અને પાછો બે સેકન્ડ પછી હસતોપણ બધાનું ધ્યાન ટેબલ પર ચર્ચાનું કેન્દ્ર એવા ડ્રોઈંગ પર હતુ એટલે કોઈ મારી સામે જોતુ ન હતુ.

મેં માથુ ઊંચુ કરીને બધાની સામે જોયુ તો હસમુખભાઈ નીચી મુંડી કરીને જોર જોર થી ડાબે જમણે હલાવતા હતા., મેં તેમની નજીક જઈને તેમને બહાર જવાનો ઈશારો કર્યો

તે ખાંસી ખાતા ખાતા બહાર ગયા અને એના બરાબર બે કલાક પછી મીટીંગ પૂરી થઈમેં બધાને રોડ ના કામ વિશે અને કોન્ટ્રાક્ટરના પ્રોબ્લેમ વિષે વીગતવાર સમજાવ્યું એમ મારા સાહેબે મને બીજા દીવસે કહ્યું, પણ મને એ યાદ નથી કે મેં શું સમજાવ્યું

અંદર શું વાત થઈ હેં?…હું તો ભૂલી ગયો…”હસમુખભાઈ બોલ્યા

મને તો કાંઈ ખબર નથી, હું તો સૂતો હતો, ઊભા ઊભા…”

બેટે આજ શામ કો જબતક સાહબ લોગ નહીં જાતે તબતક તુમ દોનો રુકનાકુછ કામ પડ ગયા તો ફીરસે બુલાના ના પડે….” સાહેબે બ્રહ્માસ્ત્ર છોડ્યું

એ પછી હું કેમ રોકાયોશું કર્યું અને ઘરે કેમ ગયો એ મને કાંઈ ખબર નથીબીજા દીવસે સવારે પત્નીએ કહ્યું કે તમે બે જણાનું જમવાનું અને ધરમાં હતો એ નાસ્તો ય કરી ગયા છો…” ત્યારે મને મારી અલભ્ય કેપેસીટી ની માહીતિ મળી

હજીય અર્જુનભાઈ મને પૂછે છે…”પાછુ ચાંચુડા જાવું છે?”

શું તમને ક્યારેય ભાંગ ચઢી છે??

– જીગ્નેશ અધ્યારૂ

Jignesh Adhyaru

( એડીટીંગ સહકાર – પ્રતિભા અધ્યારૂ )

 


આપનો પ્રતિભાવ આપો....

6 thoughts on “શું તમને ક્યારેય ભાંગ ચઢી છે? – જીગ્નેશ અધ્યારૂ

 • rajesh patel

  ભારે ચરબીવાળુ શરીર ઉતારવા માટેનો અક્સીર ઈલાજ જન સેવા એજ પ્રભુ સેવા
  સામગ્રી :- ૧) મેથી, ૨) અજમો , ૩) કાળી જીરી,
  રીત :- જણાવેલ માપ/ પ્રમાણ ચોક્કસ છે.તેના ગુણાંક માં ઘર નાં સભ્યોની ગણત્તી કરીને પાવડર નીચે જણાવીઆ મુજબ બનાવવો.
  ૧ સભ્ય માટે ૫ સભ્યો માટે
  મેથી 🙁 ૫૦ ગ્રામ, x ૧ ) = ૫૦ ગ્રામ
  અજમો 🙁 ૨૦ ગ્રામ, x ૧ ) = ૨૦ ગ્રામ
  કાળી જીરી 🙁 ૧૦ ગ્રામ, x ૧ ) = ૧૦ ગ્રામ મેથી 🙁 ૫૦ ગ્રામ, x ૫ ) = ૨૫૦ ગ્રામ
  અજમો 🙁 ૨૦ ગ્રામ, x ૫ ) = ૧૦૦ ગ્રામ
  કાળી જીરી 🙁 ૧૦ ગ્રામ, x ૫ ) = ૫૦ ગ્રામ
  ઉપરોક્ત ચીજ વસ્તુઓ અલગ-અલગ ઇલેક્ટોનિક તોલ માપમાં તોલાવવી. ત્યારબાદ સાફ કરીને ત્તણેવ ને વારાફરતી કુમળા તાપમાને લોઢી ઉપર ધીમાં ગેસે શેકવી. ત્યારબાદ ત્તણેવ ને ભેગા કરીને મીક્ષર/ગ્રાઇન્ડમાં નાખીને પાવડર બનાવવો.ત્યારબાદ પારદર્શક કાચ ના ડબ્બા માં ભરવો.
  ઉપયોગ :- સદર પાવડર રાત્તે જમ્યા બાદ સુતી વખતે એક ચમચી હુંફાળા ગરમ પાણી સાથે લેવી.આ પ્રયોગ માં હુંફાળું ગરમ પાણી અત્યંત આવશ્યક છે. જેની નોંધ લેવી.
  સદર પાવડરને રોજ-રોજ નિયમીત લેવાથી શરીરમાં ખૂણા-ખાંચરામાં રહેલો ગંદો મેલ / ગંદકી,મળ તથા પેશાબ વાટે બહાર નીકળશે.
  એક,બે કે ત્રણ માસ બાદ શરીરમાં રહેલી વધુ પળતી ચરબી તથા ગાંઠોના પડો આપમેળે ઓગળવા માંળશે.અને ચામડીમાં પળેલ કરચલીઓ જાણે કે કપડાને ઇ ઈસ્ત્રી કરતા હોય તેવા સ્વરૂપમાં આપમેળે ખેચાશે.અને તમારૂ શરીર સુંદર,સ્વરૂપમાન,હલકુ બનાવશે.
  જેનો અનુભવ તમો જાતેજ અનુભવશો.
  જીંદગી નિરોગી,આનંદદાયક,ચિંતારહીત,પ્રફુલ્લિત,આયુષ્ય વધૅક અચુક બનશે.ફાયદા માટે ઝેરોક્ષ વાંચવી.બીજા ફાયદાઓ જાતેજ અનુભવ પરથી થશે. આ પ્રયોગથી ડાયાબીટીસ જરૂર કંટ્રોલમાં રહેશે.જે દવા લેતા હોય તે લેતા રહેવી.આ પ્રયોગથી જીવન સ્વગૅસમું બનશે.દવા કોઈ વાર ન લેવાય તો પણ તેની કોઈ આળ-અસર થતી નથી,પણ બને ત્યા સુધી નીયમીત લેવી. ફાયદા :- ૧) હઠીલા વા કાયમને માટે નાબુદ થશે.
  ૨) હાડકાઓ મજબુત બનાવશે.
  ૩) કામ કરવાની કાર્યશક્તી સ્ફુર્તિદાયક બનાવશે.
  ૪) આંખોનું તેજ વધશે.
  ૫) વાળનો ગ્રોથ(વિકાસ)થશે.
  ૬) શરીરમાંથી કફ કાયમને માટે નાબુદ કરશે.
  ૭) શરીરમાં લોહીનું પરીભ્રમણ વેગવંતુ બનાવશે.
  ૮) શરીરમાં રહેલા લોહીની નલીકાઓનું શુદ્દીકરણ કરશે.
  ૯) લોહીમાં રહેલ ગુણધમ જાળવશે.
  ૧૦) યાદશકિતમાં વધારો કરશે.
  ૧૧) કાનમાં રહેલ બહેરાશ દુર કરશે.
  ૧૨) સ્ત્રીનું શરીર લગ્ન બાદ બેડોળ બન છે તેને સુડોળ બનાવશે.
  ૧૩) સ્ત્રીઓને જુવાનીમાં અને લગ્નતર જીવન બાદ થતી તકલીફોમાં રાહત અપાવશે.
  ૧૪) દાંત મજબુત બનાવશે.તેનુ ઇનેમલ જીવંત રાખશે.
  ૧૫) નપુંસક્તા હશેતો તે દૂર કરશે તેમજ વંશવેલાની વુધ્ધ માં તેજસ્વી જીવનો જન્મ કરાવશે.
  ૧૬) હદયનું વ્રકીગ કાર્યક્ષમ એટલે કે વેગવંતુ બનાવશે.
  ૧૭) ઘોડાની જેમ દોડતા કરશે.
  ૧૮) મેલેરીયા, કમળો, ટાઈફોઈડ, કૉલેરા, તાવ વિગેરે રોગો સામે પ્રતિકારક શકિત વધારશે.
  ૧૯) ભુતકાળ માં લીધેલ એલોપેથી દવાઓ તથા ભવિષ્યમાં લેવાની થાય તેવી એલોપેથી દવાની આડ અસર માંથી મુકતી અપાવશે.
  ૨૦) શરીરમાં પાણી દ્દારા ,હવા દ્દારા ,તાપમાન દ્દારા કે ઋતુઓ બદલાતા થતા રોગોમાંથી કાયમને માટે મુકિત અપાવશે. ૨૧)જુના કબજિયાત રોગોમાંથી મુકિત અપાવશે.
  ૨૨) હદય રોગના હુમલામાંથી મુકિત અપાવશે તેમજ શરીરમાં તથા હદયમાં રહેલ કોલેસ્ટેરોલનુ પ્ર્માણ બેહદ ધટાડવામાં મદદરૂપ થશે.
  ૨૩) શરીરમાં ચામડીનો રંગ ટામેટા જેવો ગુલાબી બનાવશે તથા ચામડીના રોગો જેવાકે ચામડી સુકાઈ જવી,ચામડી માં ચેળ આવવી,ચેહરા પર ફોલીય (pimple) થવી વીગેરે માંથી મુકિત અપાવશે.
  ૨૪) ગમે તે ઉમરના વ્યકિત ઉપયોગ કરી શકે છે.તેમજ ઉમર ગમે તે હોય તો પણ જુવાન જેવા લગાડવામાં ભરપુર સાથ આપશે.એટલે બુંઢાપો કદાપી નહી આવે તેવુ શરીર બનાવશે એટલે કે આયુષ્ય લાંબુ વધશે.
  ૨૫ )ખોરાક ગમે તે માત્તામાં એટલે કે ભારે તથા વદધુ લેવાય ગયો હોય તો તેને પચાવવામાં મદદરૂપ થશે.
  ૨૬) પડીકી,ગુટકા કે પાન-મસાલા જે ખાતા હોય તેની આડ અસર માંથી મુકતી અપાવશે.
  ખાસ નોધ :-
  ૧)માંસાહાર ત્યજૉ અને નિરોગી બનો.માંસા નો આહાર કરવાથી દવાની અસર થતી નથી.
  ૨)મરેલા મડદા એટલે કે મટન કે ચીકનમા કોઇ વિટામીન કે શકિત નથી.દેશી ચના ભીના કરી તેમજ મગની દાળમાં દંશ ગણી તાકાત તેમજ વિટામીન છે.
  ૩)તમાકુ/ગુટકા ખાવાથી આ દવાની અસર થશે નહી ,પરંતુ મસાલાનુ પાન ખાશો તો વાધો નથી.
  અનુભવ દ્વારા લખનાર :-__Rajesh H.Patel-9662004356. તમોને દવાથી ફાયદો લાગે તો તમે પણ આ નકલ ની ૧૦,૧૫,૨૦,,,, કોપી કઢાવી વહેચી સેવા કરજો.
  જન સેવા એજ પ્રભુ સેવા
  બીએમઆઈ (BMI) = [Body Weight શરીર કા વજન Kg કિ.ગ્રા.]/[Height ઊંચાઈ meter મીટર]2

 • જાવેદ વડીયા

  મિત્ર જિગ્નેશ….

  ભાંગ પિય ને તમે જે ખેલ ખેલયો છે એતો અમને જ ખબર છે.તે દિવસે તમે જોકેર ની માફક બધાને ઓફિસમા મનોરંજન પુરુ પાડીયું હતુ.અને હસમુખભાઈ તો ખરેખર તે દિવસે કાંઈક નવાજ અંદાજ માં હતા..ઈ વિજળી ના શોકથી ઉભા થયેલા વાળ્…અડધી ખુલેલી આંખો જાણે કાંઈક શોધી રહી હોય તેમ…બંધ મોનિટરે હસમુખભાઈ તેમાના કોમ્પ્યુટર પાસે કાંઈક શોધી રહયા હતા.. અને તેમની ડોકતો કાંચીડાની ડોક ની માફક ૧૮૦ ડિગ્રી માં ફરતી હતી..

  અને બધાને એકજ સવાલ પુછતા…શું મને ભાંગ ચડિ હોય એવુ લાગે છે ???