માછીડા હોડી હલકાર…
મારે જાવું હરી મળવા (૨)
તારી તે હોડીને હીરલે જડાવું
ફરતી મૂકાવું ઘુઘરમાળ
મારે જાવું હરી મળવા…માછીડા…
આ તીરે ગંગાને પેલી તીરે જમના
વચમાં છે ગોકુળીયુ ધામ
મારે જાવુ હરી મળવા…માછીડા…
બાઈ મીરા કહે પ્રભુ ગિરધર નાગર
ચરણ કમળ ચિત ધામ
મારે જાવું હરી મળવા….માછીડા…