શું તમે આ જોક્સ વાંચ્યો છે? (3) – સંકલિત 4


પરીક્ષાના પેપરમાં આવ્‍યું કે સાબિત કરો કે દુનિયા ગોળ છે. વિદ્યાર્થીએ લખ્‍યું કે મોસંબી ગોળ છે, નારંગી ગોળ છે, સફરજન ગોળ છે, આનાથી સાબિત થાય છે કે દુનિયા પણ ગોળ છે. પેપર તપાસનારે લખ્‍યું, ચશ્‍મા લગાવીને જુઓ નંબર પણ ગોળ છે.

********** 

એક નેતા ભાષણ આપી રહ્યા હતા…. આપણે હળીમળીને રહેવુ જોઈએ, આપણે પોતાના પગ પર ઉભા રહેવાના પ્રયત્નો કરવા જોઈએ…
એક સ્ત્રી વચમાં જ બોલી – હું ક્યારથી પ્રયત્ન કરી રહી છુ, પણ આ પોલીસવાળા મને અહીં ઉભા જ નથી રહેવા દેતા.
*********

દર્દી(ડોક્ટરને) ડોક્ટર સાહેબ, મને કોઈ વાત એક મિનિટ પણ યાદ રહેતી નથી.
ડોક્ટર – આવુ ક્યારથી છે ?
દર્દી – શુ ક્યારથી છે

**********

બંટી – પપ્પા, શુ તમે અંધારામાં સહી કરી શકો છો ?
પપ્પા – હા, પણ કેમ ?
બંટી – એ તો મારે આ રિપોર્ટૅ કાર્ડ પર સહી કરાવવી છે ને તેથી પૂછ્યું.

**********

બે ગાંડા એક ખાટલા પર સૂતા હતા. એક બોલ્યો – યાર, મારી પાસે કોઈ સૂતુ છે.
બીજો ગાંડો – તું એને નીચે ધક્કો માર.
પહેલાએ બીજા પાગલને ધક્કો માર્યો અને બોલ્યો – મેં એને પાડી દીધો, હવ પાસે આવીને સૂઈ જા.

**********

એક સ્ત્રી પોતાના પુત્ર મોહિતને પથારીમાં સૂવડાવતા બોલી ‘ હવે જલ્દી સૂઈ જા બેટા, નહી તો ભૂત હમણાં આવતું જ હશે.’
મોહિત બોલ્યો ‘ જલ્દી મને આઈસ્ક્રીમ ખાવા માટે પાંચ રૂપિયા આપી દો નહી તો સવારે હું પપ્પાને ભૂતનું નામ બતાવી દઈશ

**********

પુત્ર – પપ્પા, કોકા પીવો લાભદાયક છે કે હાનિકારક ?
પપ્પા- જો પીવા મળે તો લાભદાયક અને પીવડાવવો પડે તો હાનિકારક

**********

મેડમ એ ચુન્નુને પૂછ્યું – તારી તબિયત તો સારી છે ને ? છેલ્લા ત્રણ દિવસથી તુ લેશન નથી કરી લાવતો.
ચુન્નુ એ જવાબ આપ્યો – મારી તબિયત તો સારી છે, પણ કામવાળી બાઈ બીમાર છે. એટલે ઘરના કામોમાંથી પપ્પાને જ સમય નથી મળતો કે તે મારા હોમવર્ક પર ધ્યાન આપી શકે.

**********

ડબ્બૂ – પપ્પા આ વખતે ફરી તમે ખોટો કલર લઈને આવ્યા છો. મારા યુનિફોર્મનો રંગ આને મળતો છે, પણ આ નથી. મને એકદમ સાચો મેંચિંગ લાવી આપો.
પપ્પા – બેટા, મેંચિંગ યુનિફોર્મ શોધી-શોધીને હું થાકી ગયો.
ડબ્બૂ – તો પપ્પા, આ યુનિફોર્મના મેંચિંગની શાળા જ શોધી લઈએ

**********

એક માણસ(પહેલવાનને) તમે મારા તીસ દાંત તોડવાની ઘમકી આપી રહ્યા છો, પૂછી શકુ છુ કે બાકીના બે દાતો પર આટલી મહેરબાની કેમ ?
પહેલવાન – તહેવારોનો સમય છે, તેથી વિશેષ છૂટ આપી રહ્યો છુ.

**********

એક માણસ(દુકાનદારને)- જલ્દીથી મને એક પાંજરું આપી દો, મારે ગાડી પકડવી છે.
દુકાનદાર- મારી પાસે એટલું મોટુ પાંજરુ નથી જેમાં ગાડી પકડી શકાય.

**********

આકાશ – (પોતાના દોસ્તને) અરે યાર, મેં અમેરિકા જવાનો વિચાર કરી રહ્યો છું, કેટલા રૂપિયા લાગશે ?
સચિન – વિચારવાના કોઈ રૂપિયા નથી લાગતા.

**********

એક ચોર ઝડપથી દોડતો ગલીના મેન રોડ ઉભેલા સિપાઈને અથડાઈ ગયો. સિપાઈએ તેને વઢતાં કહ્યુ- કોણ છે તું?
પહેલા તો ચોર ધબરાયો, પછી ત્યાંથી ભાગતા બોલ્યો – ચોર.
સિપાઈ બોલ્યો – ખરો ગાંડો છે, પોલીસ જોડે મજાક કરે છે.

**********

એક દિવસ ચંપક રડતો રડતો ઘરે આવ્યો, અને તેના પપ્પાને પૂછવા લાગ્યો ‘ પપ્પા હું કાળો કેમ છું”

પપ્પા બોલ્યા મમ્મીને પૂછ. ચંપકે મમ્મીને પૂછ્યું, મમ્મી કામમાં વ્યસ્ત હતી. તેથી તેને ટાળવા બોલી જા’ આપણી ભેંસને પૂછ.’

ચંપકે ભેંસને પૂછ્યું ‘ બોલ હું આટલો કાળો કેમ ?

ભેંસ બોલી ‘ તુને મેરા દૂધ પિયા હૈ , તુ બિલકુલ મેરે જૈસા હૈ

**********

શિક્ષક – ગટ્ટુ, બોલ તાજમહેલ ક્યાં આવેલો છે ?

ગટ્ટું – મને નથી ખબર સર.

શિક્ષક -(ગુસ્સાથી) ચાલ, છેલ્લી બેંચ પર ઉભો થઈ જા.

ગટ્ટું – (છેલ્લી બેંચ પર ઉભા રહી ને) સર, અહીંથી પણ નથી દેખાતો


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “શું તમે આ જોક્સ વાંચ્યો છે? (3) – સંકલિત