૧૦૦% અક્સીર મારી ભવિષ્યવાણી – જીગ્નેશ અધ્યારૂ 3


 મારા લગનમાં આખા ભારતમાં જાહેર રજા પડશે

આખા ખર્ચાનું વાર્ષિક બીલ ભારત સરકાર ભરશે.

જેને જે ખાવું હશે એ બધુ બેઠા બેઠા મળશે

પણ પછી એ બીલ જોઈ પબ્લીક બહુ રડશે

.

બીલ ક્લીન્ટનની છોકરી સાથે લગન હું તો કરીશ

સ્પેસ સ્ટેશનમાં, ચંદ્ર મંગળ પર હનીમૂન માટે ફરીશ

લાવીશ બધી ઈમ્પોર્ટેડ ગાડી, ઈમ્પોર્ટ ડ્યુટી નહીં ભરીશ

બીલીના બધા પૈસા મારા, છુટ્ટે હાથે વાપરીશ

.

એ.સી દુકાનમાં વેચાશે શાકભાજીને ફ્રુટ

ગબ્બરસિંગ ને મોગેમ્બો ત્યાં કરશે જઈને લૂંટ

સીરીયલોમાં બધે હવે સસરા જમાઈ જમાવશે

મારી સીરીયલો એક્તા કપૂરને ઊભા ઊભા હંફાવશે.

.

શાહરુખ સલમાન ધરે ઘરે વેચશે ડુંગળી અને બટાકા

સસ્તા નહીં મળે તો આમિર એને મારશે બહુ ફટાકા

૧૦ રૂપીયે કીલો વેચાશે સોના ચાંદીની પાટ

લોન પર લેવી પડશે લાકડાની એન્ટીક ખાટ

બુશ અને ઓસામા જોડે પીક્ચર જોવા જાશે

પરવેઝ મુશર્રફ ના હાથે ત્યાં ટીકીટ બ્લેક થાશે

ભજ્જી અને પોન્ટીંગ રીંગમાં કરશે ફાઈટ

ભજ્જી ભરશે પોન્ટીંગને એક ડેન્જર બાઈટ

મરનારની યાત્રામાં બધા જશે પહેરીને સૂટ

મરનારો ઊભો થઈને કહેશે, યુ આર વેરી ક્યૂટ

શિયાળામાં ગરમી પડશે, ઊનાળામાં ઠંડી

રીલાયન્સનો યુનિફોર્મ હશે, ધોતી અને બંડી

 .

કચરો વાળવા આવશે નોકર લઈને ફરારી કાર

થશે બધા બગીચામાં એચ. ડી. પોર્ટેબલ પ્યાર

ગલીએ ગલીએ ગુજરાતમાં મળશે બ્રાન્ડીની બોટલ

મારા માટે ફ્રી ઓફ કોસ્ટ હશે તાજ, જેવી હોટલ

તાજમહેલ બનાવવા જહાંગીર લેશે HDFCની લોન

લૈલા મજનું ને પૂછશે હમ આપકે હૈ કૌન?

કૈટરીના ને સેલીના મારી આગળ પાછળ ફરશે

હું કરીશ બેટીંગ ત્યારે ધોની ફીલ્ડીંગ ભરશે

મતપેટીઓ લૂંટી હું તો બની જઈશ વડા પ્રધાન

અને ચારો ખાઈ કહીશ મેરા ભારત મહાન

કહીશ કરીનાને કે સૈફ તહખાને મેં કૈદ હૈ

મારી ચેનલની ટેગ લાઈન હશે રૂકાવટ કે લીયે ખેદ હૈ

આવતા અઠવાડીયે હું પડીશ ચોક્કસ બીમાર

ઓફીસ જવાનો પછી મને આવશે નહીં વિચાર

શીરો પૂરી ગુલાબ જાંબુ ખાવા મને ત્યારે ભાવશે

વાજપેયી મારી તબીયત પૂછવા સાઈકલ પર આવશે

ગલીએ ગલીએ થીયેટર હશે ઘર ઘરમાં ક્લબ

નાઈટ લેમ્પની બદલે હશે ૧૦૦૦ વોટનો બલ્બ

ગાય બળદ થી ચાલશે વાહન, કેરોસીન થી ટીવી

દસ વરસનો છોકરો લાવશે ચોવીસ વરસની બીવી

મારા બ્લોગ પર વાંચવા મળશે રશીયન કન્ટેન્ટ

મલબાર હીલમાં જઈને બાંધીશ હું મારો ટેન્ટ

વડોદરા નગરી બનશે ભારતની નવી રાજધાની

રેશનકાર્ડ પર લેવુ પડશે બીસ્લેરી પાની

સાચી મારી ભવિષ્યવાણી જાણી વિચારો આખી રાત

આ બધુ છે ૧૦૦% સાચુ માનો મારી વાત

આંખ મારવાની મળશે લગ્ન કરવાની સજા

અઠવાડીયામાં છ દીવસ ઓફીસમાં પડશે રજા

 – જીગ્નેશ અધ્યારૂ


આપનો પ્રતિભાવ આપો....

3 thoughts on “૧૦૦% અક્સીર મારી ભવિષ્યવાણી – જીગ્નેશ અધ્યારૂ

  • Dhaval Navaneet

    જગ્ગુ ની જોરદાર જમાવટ ..લાંબી પણ ખરી કરામત ..હાસ્ય ના હરખ મા આવી પેટ ની શામત
    મજો મજો આવી ગયો..પણ યાર તુ લગ્ન ના કરતો નહીતર ઘણા ની વાટ લાગી જશે.