આંસુઓ લુછી શક્યો ; બધા ઝખમ લુછી શક્યો ;
પણ શું કરું કે દિલમાંથી એક વાત એ હટતી નથી,
જેને મેં મારા હ્ર્દય માં લાવીને સ્થાપી દીધી,
કોઇ ખૂણે એમના દિલમાં જગા મળતી નથી,
એમના રડવા વિશે પણ લાખ પ્રશ્નો થઈ શકે!
એ કદી કારણ વિના આંખોને ભિંજવતી નથી,
એ હવે નાંખે ગરમ નિઃશ્વાસ મારા નામ પર..!
એટલે નિરાંતની નીંદર હવે મળતી નથી,
છે રસમ જુદી ‘રૂષભ’,છે લાગણીના સ્વર જુદા!
ને કોઇ પણ છેડે લકીરો હાથની મળતી નથી!!
– – વિકાસ બેલાણી ‘રૂષભ’