પ્રેમનો સ્વિકાર કરો – જીગ્નેશ અધ્યારૂ


Proposal

કાંઈ નહીં તો મારા પ્રેમનો સ્વિકાર કરો,

હું ક્યાં કહું છું કે તમેય મને પ્યાર કરો?

જીવન નૈયા સંસાર સાગર માં તરતી મૂકો,

હમસફર બનવાના મારા સપના સાકાર કરો.

રસ્તો છે રાહમાં, ધબકે છે હૈયુ આહ માં

તમે કેમ હજીય ભવિષ્યના વિચાર કરો?

મંઝીલોને પણ છે તલાશ આપણી, સાથી

ચાલો પગલા પાડો ને સુખી સંસાર કરો

ઘણાય સાથી બનવા હશે તૈયાર તમારા

પણ વિચારો બધાનાં મનમાંથી તડીપાર કરો

સાતે જનમનો નાતો તમ સાથે મારે બાંધવો

મારી જીવન બગીયામાં બાગે બહાર કરો.

 – જીગ્નેશ અધ્યારૂ

 
આપનો પ્રતિભાવ આપો....

0 thoughts on “પ્રેમનો સ્વિકાર કરો – જીગ્નેશ અધ્યારૂ