ખણખોદ…. ફરી એક વાર (૧૧) – સકલન. જીજ્ઞેશ અધ્યારૂ 15


અંધારી રાત્રે એક સૂમસામ ગલીમાં એક માણસને ચોરે પકડ્યો અને કહ્યું…
“ચાલ, ખિસ્સામાંથી તારા બધા પૈસા કાઢ..”
પેલો માણસ કહે, “તને ખબર છે હું નેતા છું?”
ચોર કહે, “તો મારા પૈસા કાઢ…”

જો કોઈ બીલાડી તમારો રસ્તો કાપી જાય તો એનો અર્થ શું?
એનો અર્થ એ કે બિલાડી પણ ક્યાંક જઈ રહી છે….

ગગો – “બાપુ, જો હું રાતે ચા પીઉં તો મને ઉંઘ જ ન આવે…”
બાપુ – “મારે ઉંધુ છે, હું રાત્રે ઉંઘી જઉં તો ચા નથી પીવાતી…”

એક પોલીસ ઈન્સપેક્ટરના ઘરે રાત્રે ચોરી થઈ રહી હતી.
પત્નીએ ઉઠાડીને તેમને કહ્યું, “સાંભળો છો, ઘરમાં ચોર ઘૂસ્યા લાગે છે…”
પોલીસ ઈન્સપેક્ટર – “રહેવ દે, હું ઑફ ડ્યૂટી છું.”

એક ડૉક્ટર રસ્તા પર દર્દીની પાછળ ભાગી રહ્યા હતા.
રાહદારીએ પૂછ્યું, “શુઁ થયુઁ, કેમ દોડો છો?”
ડૉક્ટર, “આ ત્રીજી વાર છે – મગજનું ઑપરેશન કરાવવા આવે છે અને માથાના વાળ કપાવીને જતો રહે છે.”

બાપુ આફ્રિકનને, “તમને આઝાદી કોણે અપાવી?”
આફ્રિકન – “નેલ્સન મંડેલા, અને તમને?”
બાપુ, “ગાંધી મંડેલા”

બાપુ – ગગા, પડોશમાં કોઈ લાંબી બાઈ રહે છે?
ગગો – ઘણીય છે, તમારે હું કામ છે?
બાપુ – જા, એના કપડા લેતો આવ…
ગગો – કાં?
બાપુ – ડૉક્ટરે મને ઠંડી લાગે તો લાંબી બાયના કપડા પહેરવાનું કી’ધું છે…

જો એક છોકરી પ્રેમનો સ્વીકાર કરે તો તેના માતાપિતા કહેશે, “કયો મૂરખો પસંદ કર્યો છે?”
જો એક છોકરો પ્રેમનો સ્વીકાર કરે તો તેના માતાપિતા કહેશે, “મૂરખા, કોને પસંદ કરી છે?”
બોધ – પ્રેમમા ગમે તે પડે, છોકરાઓ મૂરખ કહેવાય છે.

ખીજાયેલી છોકરી – બધા છોકરાઓ સરખા હોય છે…
છોકરો – તને બધા છોકરાઓ ટ્રાય કરવાનું કોણે કહેલું?

રમેશ મહેશને – તારી સેક્રેટરી તને કેમ છોડી ગઈ?
મહેશે – એણે મને મારી પત્ની સાથે પકડી પાડ્યો!

એક બસમાં ખરાબ કંડક્ટર હતો,
એણે એક યુવાનને લાત મારીને બસમાંથી પાડી નાંખ્યો,
પોલીસ એને પકડી ગઈ અને શૉક આપ્યા,
પણ તેને કાંઈ અસર ન થઈ… કેમ?
કારણકે તે ખરાબ કંડક્ટર હતો… (ઈલેક્ટ્રિકલ ઈન્જીનીયર્સ માઈન્ડ ઈટ!!)

નવા જમાનાની એડવર્ટાઈઝ…
ફેસબુકનું વ્યસન છોડાવો ફક્ત સાત દિવસમાં તદ્દન મફત
કોઈ છુપાયેલી ફી નહીં, ફક્ત અમને લાઈક કરો અને શૅર કરો….

એન્જીનીયરીંગ એ એક એવા અંધારા ઓરડામાંથી બિલાડી શોધવાની કળા છે…
જે ઓરડામાં કોઈ બિલાડી નથી…

વિશ્વમાં ઘણા મૂરખાઓ એવા છે જે દરેક પ્રશ્નનો ઉત્તર નકારમાં જ આપે છે…
શું તમે એવા છો?

સ્વચ્છતાની સીમા…
ટૉઈલેટનો પ્લાન બનાવ્યા પછી આર્કિટેક્ટ ડેટોલથી હાથ ધુએ તે…

પુરુષ લગ્ન કેમ કરે છે?
કારણ કે મર્યા પછી સ્વર્ગમાં જાય તો સારુ લાગે, અને નરકમાં જાય તો ઘર જેવું લાગે…. ક્યાંય તકલીફ ન પડે.

પતિ-પત્નીના આજકાલના સંબંધો – તમે એકબીજાને તો સ્પર્શ કરી શકો છો, પણ એકબીજાના ફોનને નહીં (અને એમાંય જો ફોનમાં ફેસબુક શરૂ કરેલ હોય….!)

જો બધા તમારી સામે જ થઈ રહ્યા હોય….
તો તમે ઉંધી લૅનમાં ચાલી રહ્યા હશો…

અંતર્મુખી અને બહિર્મુખી વિદ્વાન સાહિત્યકાર વચ્ચે શું ફરક છે?
અંતર્મુખી સાહિત્યકાર તમારી સાથે વાત કરતી વખતે પોતાના પગ તરફ નજર માંડીને બોલતા હશે, જ્યારે બહિર્મુખી સાહિત્યકાર તમારી સાથે વાત કરતી વખતે તમારા પગ તરફ જોતા હશે.

કોઈ ઈમારતના પહેલા માળથી અને દસમા માળથી પડવામાં શું ફરક હશે?
પહેલા માળથી.. ધબ્બ….. ઓ ઓ ઓ ઓ
દસમા માળથી.. ઓ ઓ ઓ ઓ…. ધબ્બ

લોકોને ઘણી વાર નોકરી મળે પછી તેઓ કામ શોધવાનું છોડી દે છે…

જો પ્રથમ પ્રયત્ને સફળતા ન મળે તો ચિંતા ન કરશો – તમે બીટા વર્ઝનમાં હશો.. ઘણા સોફ્ટવેર તેમના વર્ઝન ૧.૦ માં પણ સફળતાથી ચાલતા નથી.

મહારાજ – ગાંધીજીએ કહ્યું છે, ‘પત્નીને પ્રેમ કરો, પત્નીને માન આપો, પત્નીને સાચવો…’
બાપુ – ‘મહારાજ… કોની પત્નીને?’

ડૉક્ટર બાપુને – ‘તમને બે બીમારીઓ છે… કઈ પહેલા કહું?’
બાપુ – ‘ખરાબ સમાચાર જ પહેલા આપ કોડા…’
ડૉક્ટર – ‘તમને એઈડ્સ છે…’
બાપુ – ‘અરર… એનાથી ખરાબ તો શું થાય?’
ડૉક્ટર – ‘તમને શોર્ટ ટર્મ મેમરી લોસ પણ છે…’
બાપુ – ‘ઉપરવાળાની દયા કે મને એઈડ્સ નથી.’

બિલિપત્ર

તમે ગૂગલનો રોજબરોજના જીવનમાં ઘણો ઉપયોગ કરો છો ખરું ને?
તો તેના લોગોના રંગનો ક્રમ યાદ છે?

ઘણા વખત પહેલા સુધી અક્ષરનાદ પર સતત નિયમિત રીતે શું તમે આ ખણખોદ વાંચી શીર્ષક હેઠળ સંકલિત કરીને મૂકાતી હતી. આજે ઘણા વખત પછી ફરીથી એ જ શૃંખલાને આગળ વધારી રહ્યો છું. પ્રસ્તુત છે થોડાક ટૂચકાઓ અને હાસ્યસભર વાક્યો. આશા છે વાંચકમિત્રોને પસંદ આવશે.


આપનો પ્રતિભાવ આપો....

15 thoughts on “ખણખોદ…. ફરી એક વાર (૧૧) – સકલન. જીજ્ઞેશ અધ્યારૂ