(સંકલન: સત્યમુનિ – સાવરકુંડલા)
હમને ઘર બનાયા હૈ
ઇસલિયે નહીં કિ દિવારોંમેં બંધ હો જાયેં
બલ્કિ ઇસલિયે કિ દ્વાર ખોલ પાયેં…
હમને ઘરકી છત બનાયી હૈં
ઇસલિયે નહીં કિ –આકાશ પર વિશ્વાસ નહીં
બલ્કિ ઇસલિયે કિ- આકાશકો ભીતર પાયેં…
હમને ઘરકી ખિડકિયાં બનાયી હૈ
ઇસલિયે નહીં કિ-ચાંદ-સિતારોંસે વિમૂખ હો જાયેં
બલ્કિ ઇસલિયે કિ-ચાંદ-સિતારોં કો આંખોમેં પાયેં…
હમને ઘરકી ચૌખટ બનાયી હૈ
ઇસલિયે નહીં કિ સૂરજસે ઇંતજાર કરવાયેં
બલ્કિ ઇસલિયે કિ સૂરજ કે સ્વાગતમેં પલકેં બિછાયેં…
દોસ્તો, ઘર હમને બનાયા ઇસલિયે યહ હમારા નહીં
ન સિર્ફ અપનોંકા, ન સપનોં કા
બલ્કિ ઉન સબકા-જો ઇસ ઘર કે આંગનમેં આંસુ સીંચકર
મુસ્કુરાનેકી ચાહ લેકર અપને ઘરમેં ચલે આયેં !!
– નંદીની મહેતા.
* * * * * * * * * *
‘યે તેરા ઘર યે મેરા ઘર
કિસીકો દેખના હો ગર
તો પહલે આ કે માંગ લે
મેરી નજર તેરી નજર.’
* * * * * * * * * *
પોસ્ટ-કાર્ડ સરીખું છે મારૂં ઘર
ને ઉપર છેક નાની ટિકિટ સમી એક બારી
ખખડધજ બારણું ને ગારલીંપી દીવાલો
તોયે મહેલોની મોજ આપે તેવા
આ જ સરનામે મને મળતાં પત્રો
( આ જ આંગણે આવતા સહ્રદયી મિત્રો.)
* * * * * * * * * *
‘જબ ભી ઘર સે બાહર જાઓ
તો કોશિશ કરો
જલ્દી લૌટ આઓ.
જો કંઇ દિન ઘરસે ગાયબ રહકર વાપસ આતા હૈ
ઘર… અપની જગહ છોડકર ચલા જાતા હૈ.’
– નીદા ફાજલી
* * * * * * * * * *
‘ઘર બુરા નહીં
અગર ઉસમેં દીવારે ન હો.’
* * * * * * * * * *
અમે બેઉ હવે વૃદ્ધ,
ખાસ્સા પ્રસન્ન, થોડાં કૃદ્ધ
ભર્યું ભર્યું ઘર,અમે ય સભર
તો યે થોડું થોડું ખાલી ખાલી છે ભીતર.’
– ભગવતીકુમાર શર્મા
* * * * * * * * * *
‘ઘડીભર ખોરડું મારું
મને ચૌદ ભુવન લાગે.’
– ગની દહીંવાલા
* * * * * * * * * *
‘દ્વાર-દીવાલો બધાથી પર હજો
ક્યાંક માટીથી મહેકતું ઘર હજો.’
– શ્રીકૃષ્ણદેવ
* * * * * * * * * *
‘ના મહેલ, ના ફૂવારા, ના ફૂલો ઝરમર અજાયબ
તો ય આનંદના પર્યાય જેવું ઘર અજાયબ.’
– જગદીપ ઉપાધ્યાય
* * * * * * * * * *
‘ઘરની હતી જે ભવ્યતા એ લીમડો હતી
કિલ્લોલતી સવાર ને હીંચકો નથી હવે.’
– કૈલાશ પંડિત
* * * * * * * * * *
‘આ આપણું એકવારનું ઘર….
આપણાં એકવારનાં ચળકતાં ગીતો
ચુપચાપ કટાય છે હીંચકાના કડામાં;
આપણી પગલીઓ અહીં તહીં રઝળે છે
ઓટલાની ઉખડેલી ઓકળીઓમાં…
દીવાલોમાં દટાઇ ગયેલી દાદાની વાતો
પોપડે પોપડે ઉખડે છે.’
– જયંત પાઠક
બાંધકામ કરનારાઓ તો ફક્ત એક મકાનનું નિર્માણ કરે છે પણ એને ઘર બનાવે છે એમાં વસનારા, તેની સાથે અનેક સપના અને ઘટનાઓને જોડનારા. ઘર વિશે અનેક સદાબહાર અને મનનીય પદ્યરચનાઓ આપણા ભાષા સાહિત્યમાં ઉપલબ્ધ છે, આવો આજે એવી જ થોડી રચનાઓનો આનંદ લઈએ.
ઘર નેી બહાર ગમે તેટલેી મજા માણવા જઇએ પણ ઘર જેવી મજા ક્યાઈ નહિ.
ઘર એ આવી એ એટ્લે થાક ઉતરી જાય અને થાય કે હાશ ઘરે સલામત આવી ગયા હવે ચિન્તા નહિ.
ઘરની અંદર વસતા આપણે અને આપણી અંદર વસ્તુ ઘર !
એ કેટલું સુંદર હશે જે ખરેખર ઘર હશે! … ઘર વિશેના મંદિર જેવી સુંદર રચનાઓ…ઘર સભર સભર જણાય છે. -હદ
આપણું ઘર ઈશ્વરનુ મંદિર બની રહો એવી પ્રભુ પ્રાર્થના………………………
મહેશચન્દ્ર નાયક
કેનેડા
આપણુ ઘર કોઈકનો વિસામો બની રહે!
– સુરેશ શાહ, સિંગાપોર