સાહિત્યકાર મુજબ સંગ્રહ... : ડીમ્પલ આશાપુરી


રક્ષાબંધન વિશેષ કાવ્યરચનાઓ – સંકલિત 1

અમદાવાદના રહેવાસી શ્રી જનકભાઈ હરિભાઈ ઝીંઝુવાડીયા વ્યવસાયે સિવિલ ઇજનેર છે. તેમની પ્રસ્તુત રચના રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે તેમની કલમે થયેલું સુંદર સર્જન છે શ્રીમતી ડિમ્પલ આશાપુરીની રચનાઓ આ પહેલા ઘણી વખત અક્ષરનાદ પર પ્રસ્તુત થતી રહી છે. આજે તેમની કલમે પ્રસ્તુત રચનાના માધ્યમથી તેઓ ભાઈને રક્ષાબંધનના કાવ્યમય મુબારક પાઠવે છે. બંને મિત્રોનો આ સુંદર રચનાઓ અક્ષરનાદને મોકલવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.


પાંચ રસાળ કાવ્યરચનાઓ – સંકલિત 1

આજે સંકલિત રચનાઓ અંતર્ગત અક્ષરનાદન વાચકમિત્રોની રચનાઓનો રસથાળ પ્રસ્તુત છે. શ્રીમતી ડીમ્પલ આશાપુરી, ડૉ. પ્રવીણ સેદાની, શ્રી જયકાંત જાની અને શ્રી મહેન્દ્રસિંહ એન. પઢિયાર ‘મરમી’ ની રચનાઓ આજે પ્રસ્તુત છે. આ રસથાળમાં અનેક ભાવો સંગ્રહિત છે, પ્રેમની અભિવ્યક્તિ, હઝલની પ્રતિહઝલ કે ગોધરાકાંડની વાતો, આ સંકલન રંગબેરંગી છે, વૈવિધ્યથી ભરપૂર રસથાળ જેવું. સર્વે મિત્રોનો આ રચનાઓ અક્ષરનાદને મોકલવા બદલ ખૂબ આભાર. તેમની કલમ આમ જ સર્જનની નવી નવી ઉંચાઈઓને સ્પર્શતી રહે તેવી શુભકામનાઓ.


‘માં’, હજી યાદ છે મને… – ડીમ્પલ આશાપુરી 2

અહીં ખારાશ એ વેદનાનું પ્રતીક છે, ખારાશને માત્ર ને માત્ર દરીયો જ પી શકે, એમ આપણી વેદના, તકલીફો અને દુ:ખો રૂપી ખારાશને મા તેના વ્હાલના દરીયામાં સાહજીકપણે પીગળાવી દે છે. માંની આ બધી વાતો, તેનું વહાલ સતત યાદ આવે છે. નાનકડા બાળકના ગાલ પરનું કાળું ટપકું માતાની ચિંતા, કાળજીનું પ્રતીક છે. શ્રી ડીમ્પલ આશાપુરી, ‘પગલી’ એ ઉપનામથી કાવ્ય લખે છે, પરંતુ અહીં એ શબ્દ દ્વિઅર્થી રીતે પ્રયોજેલો છે.


મનની ઝંખના – ડિમ્પલ આશાપુરી 4

શ્રી ડિમ્પલ આશાપુરીની સુંદર અભિવ્યક્તિની છડી પોકારતી રચનાઓને આપણે અક્ષરનાદ પર ઘણી વખત માણી છે. પરંતુ આજની આ કૃતિ કાંઇક વિશેષ છે, કારણકે આ રચના તેમની પ્રથમ રચના છે. કોઇપણ રચનાકારના, કલાકારના જીવનમાં ‘પ્રથમ’નું મહત્વ અદકેરું હોય છે. પ્રથમ રચના હૈયાની વધુ નજીક હોય છે. શ્રીમતી ડિમ્પલ આશાપુરીની આ પ્રથમ રચનાનું ભાવભર્યું સ્વાગત છે. અક્ષરનાદ તરફથી આ વિશેષ રચના સૌ સાથે વહેંચવા બદલ તથા અક્ષરનાદને તે પ્રસિધ્ધ કરવાની તક આપવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ.


સંબંધો – ડીમ્પલ આશાપુરી 4

સંબંધો ! આખરે સંબંધો એટલે શું? જ્યારે કોઇ પંખી તેની ચાંચમાં પરોવાયેલ અન્નના દાણાને બચ્ચાની ચાંચમાં નાખે, એ છે સંબંધ, જ્યારે રેતીના કણો હવા સાથે ભળીને હિલ્લોળે ચડે એ છે સંબંધ, જ્યારે કોઇ નિર્દોષ પતંગીયું દીવામાં પોતાની આહુતી આપે એ છે સંબંધ, જ્યારે મહેંદી હાથમાં લગાડીએ અને એના લેશમાત્ર સ્પર્શથીજ કુમકુમ હસ્ત થાય એ છે સંબંધ. સંબંધો …. ક્યારેક ઝાકળ જેવા અલ્પ તો ક્યારેક વિશાળ વર્ષા હેલી જેવા, ક્યારેક ભાસે તેમાં અંગારારૂપી ભાસ્કર તો ક્યારેક ચંદ્રરૂપી શીતળતા, ક્યારેક તરુવર કેરી હરીયાળી તો ક્યારેક રણ રૂપી શુષ્કતા, ક્યારેક વસંતકેરૂ યૌવન તો ક્યારેક પાનખરરૂપી વૃધ્ધત્વ, ક્યારેક મોગરાના પર્ણો જેટલી મલિનતા તો ક્યારેક પારેવાની ભોળાશ, ક્યારેક ફૂલની કોમળતા તો ક્યારેક કંટકભરી વેદના, ક્યારેક પર્ણોની પલળાશ તો ક્યારેક કટ્ટરતાનો દાવાનળ. અહીં ફક્ત ચાલે છે અઢી અક્ષરનું રાજ, એ પણ વળી દ્વિઅર્થી…. કોઇ રાખે ‘પ્રેમ’, તો વળી કોઇ દાખવે ‘દ્વેષ’, પણ અંતે જેમાં છે અપેક્ષાઓનો કુબેર ભંડાર, તે છે સંબંધ. અધુરો છે, માનવી ખરેખર અધુરો છે એના વિના…. સંબંધ મનુષ્યને, તેના હાર્દને જીવંતતા બક્ષે છે, એના વિના ભાસે જાણે પરિવાર વગરનું મકાન, કલગી વિનાનો મોર, શબ્દો વિનાનું ગીત ને લાગણી વગરનો માનવી…..


હંમેશા વાગ્યા કરે – ડીમ્પલ આશાપુરી 8

આધુનિક સમયમાં બનતી કુદરતી અને કૃત્રિમ આફતો માણસને હંફાવી દે છે કે જેનો એ આદી બની ટેવાઇ ગયો છે. ક્યારેક ભૂકંપની ભીંસમાં તો ક્યારેક બોમ્બ બ્લાસ્ટમાં, ક્યારેક કોમી રમખાણોમાં તો ક્યારેક આતંકવાદનો શિકાર એવા એક સામાન્ય માણસની મદદ કરવાની તાકાત આજના યંત્રવત માણસમાં નથી અને એ કાંઇ કરી પણ ન શકે કારણકે એ પણ પરિસ્થિતિથી હારેલો – ટેવાયેલો માણસ. આવાજ હારેલા માણસની કોરપ હંમેશા મને વાગ્યા કરે છે. પ્રસ્તુત છે એ જ લાગણીની અભિવ્યક્તિ આ અછાંદસ દ્વારા.


બે પદ્ય રચનાઓ – ડિમ્પલ આશાપુરી 7

શ્રીમતી ડિમ્પલ આશાપુરી સાહિત્યના અભ્યાસી છે. ગુજરાતી સાહિત્યમાં બીએ અને એમ એ કર્યા પછી હાલ તેઓ વડોદરામાં સ્થાયી થયા છે. આજે પ્રસ્તુત છે તેમની બે સુંદર પદ્ય રચનાઓ. અક્ષરનાદને આ રચનાઓ મોકલવા બદલ તેમનો ખૂબ આભાર.


સંબંધોની પેલે પાર – ડીમ્પલ આશાપુરી 7

એકમેકને ઓગાળી દઈએ આરપાર, બદલાતી પરિભાષાઓ અહીં પ્રેમની પામી લઈએ. શું મીરાનો, શું રાધાનો, કાન સૌનો વહેંચી લઈએ, ચાલ સંબંધોની પેલે પાર જીવી લઈએ ના હો ખોવાનો ડર, ના પામવાનું ગુમાન અમથું અમથું રડવાનું વીસરી જઈએ. ચાલ…. આમ જુઓ તો બધું મારું આમ જુઓ તો બધું નકામું દોસ્ત! તૃષ્ણા કેરો ભ્રમ ભાંગી લઈએ. ચાલ ….. આઘાત પ્રત્યાઘાત ના ઘોંઘાટથી દૂર સૃષ્ટિનાં અમરત્વના સોપાન સરી લઈએ. ચાલ ….. પછીતો ના ફરીયાદો, ના વિનંતિ, આજ એકમેકનાં શણગાર બની જઈએ. ચાલ …… વિરામ ના ખપે હવે, આ જીંદગીને દોસ્ત, વિશ્વાસના પ્રવાસને ખેડી લઈએ, તૃષ્ણાની બૂંદબૂંદ સમ આ ‘પગલી’ ને ‘પિયુષ’નાં સાગરમાં સમાવી લઈએ,…. ચાલ સંબંધોની પેલે પાર જીવી લઈએ **************** મારી અંદર વરસે છે તું મારી અંદર વરસે છે ધોધમાર તું પ્રણયનાં એ પહેલા વરસાદસમ તું આજ રાધાનો કા’ન મને ફિક્કો લાગે વાલમ એવા કા’ન ની ઈચ્છાનું કારણ થઈ તું, મારી અંદર વરસે છે ક્યાંક ધોધમાર તું. જો ! આ ઝાકળભીનો સ્પર્શ એક તારો ભીંજવે મારા યુગો અનેક એવા મનની તૃષ્ણાઓનો પિયુષ તું મારી અંદર વરસે છે ક્યાંક ધોધમાર તું. – શ્રીમતી ડીમ્પલબેન આશાપુરી ( શ્રીમતી ડીમ્પલબેન આશાપુરી તરફથી સ્નેહ અઠવાડીયામાં પ્રગટ કરવા માટે મળેલી આ બે રચનાઓ ખૂબ ઉર્મિસભર છે અને પ્રેમમાં મગ્ન એવા એક હ્રદયની લાગણીઓ ખૂબ સરસ શબ્દોમાં કહી જાય છે. આ રચનાઓ અધ્યારૂ નું જગતને પ્રકાશિત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ આભાર. )