[૧] એક વૃક્ષમાંથી એક લાખ દિવાસળી બની શકે. જો કે એક જ દિવાસળી એક લાખ વૃક્ષોને બાળી પણ શકે. તેથી જ નકારાત્મક વિચારોથી દૂર જ રહો. તમારાં હજારો સ્વપ્નાને ભસ્મીભૂત કરવાની શક્તિ ફક્ત એક જ નકારાત્મક વિચારમાં હોય છે.
[૨] ખરેખર તો ભવિષ્ય હોતું જ નથી, આપણે નિર્માણ કરવાનું હોય છે. – એડિસન
[૩] સલામત સ્થળે કોહવાઈ જવા કરતા; નદીની જેમ ધસમસ વહી જઈ દરિયામાં ભળી જવું સારું.
[૪] પોતાની આંખોને તારા પર સ્થિર કરતા પહેલા પોતાના પગ જમીન પર સ્થિર કરો. – થિયોડોર રૂઝવેલ્ટ
[૫] પારકી પીડા પોતાને ગણવી તે જ પરમાત્માને પામવાની પગદંડી.
[૬] આપણે રોજ રોજ તો મહાન કાર્યો ના કરી શકીએ, પણ આપણી પરિસ્થિતિને અનુરૂપ તો કાર્યો કરી જ શકીએ. – ફેનેલોન
[૭] જ્યારે માણસ આત્મનિષ્ઠાનું બળ લઈને તેના સહારે જીવવા માંડે છે ત્યારે એને બહારની સહાયતાની અપેક્ષા રહેતી નથી.
[૮] તમે પ્રામાણિક હશો તો તમારે બીજી કોઈ મદદની જરૂર નથી. જો તમે પ્રામાણિક નહીં હો, તો તમારી મદદે ભગવાન પણ નહીં આવે. – એલન સિમ્પસન
[૯] આપણી અંદરની પ્રતિભાને પ્રભાવથી નહિ, સ્વભાવથી પ્રગટ કરવાની છે.
[૧૦] પરિસ્થિતિ પ્રત્યે અણગમો છે ? તો પરિસ્થિતિ બદલવાનો પ્રયત્ન કરો. છતાંય પરિણામ ન મળે તો ખુદ બદલાઓ. – મેરી એંગલબ્રેટ
[૧૧] ઉતાવળિયા નિર્ણયો લેવાથી સફળતા મળતી નથી. નિર્ણયોને ઉતાવળથી ઉકેલવાની સૂઝ જ સફળતા અપાવે છે.
[૧૨] સંજોગો સામે બાથ ભીડનારને ખાતરી જ હોય છે કે સિદ્ધિ તેમને જ જઈ વરસે, રેતીમાં નાવ ચલાવવાની શક્તિ જ તેમને સફળતા અપાવે છે.
[૧૩] આત્મવિશ્વાસવાળો માણસ કશાની તરફેણમાં કે કશાના વિરોધમાં પોતાનું મન સ્થિર કરતો નથી. જે યોગ્ય હોય તેને અનુસરે છે. – કોન્ફુશિયસ
[૧૪] જીવનને ગંભીરતાથી લેશો તો જીવન સરળ થઈ જશે, અને ગંભીરતાથી નહિ લો તો ગંભીર પ્રશ્નો ઊભા થશે.
[૧૫] કુમાશભર્યું વર્તન અને સચ્ચાઈભર્યું આચરણ કરનાર સહુને પ્રિય થાય છે. – ઋગ્વેદ
[૧૬] દુનિયાની ખુશી એમને નથી મળતી જે પોતાની શરતો પર જિંદગી જીવે છે, પરંતુ ખુશી તેને જ મળે છે જે બીજાના સુખની ખાતર પોતાની જિંદગીની શરતો બદલી નાખે છે.
[૧૭] જીવનનો પ્રેમ અન્ય તરફ વળે એ પ્રાર્થના છે, અને સ્વયમ્ તરફ વળે એ ધ્યાન છે. – સુભાષ ભટ્ટ
[૧૮] પોતાની દ્રષ્ટિ છોડીને બીજાને દ્રષ્ટિએ જોતા અડધું જગત શાંત થઈ જાય છે.
[૧૯] જિંદગી એટલે જાતને શોધવી એમ નહિ, જિંદગી એટલે જાતને ઘડવી ! – જ્યોર્જ બર્નાડ શો
[૨૦] હસ્તાક્ષર એટલે હાથ અને કલમ વડે કાગળ ઉપર પડેલ મનનું પ્રતિબિંબ.
[૨૧] દુનિયાના ભલા માટે નહિ, મજા પડે એ માટે લખો. લેખન એ કોઈ સિરિયસ પ્રોસેસ નથી. ઈટસ જોય એન્ડ સેલિબ્રિટી. – રે બ્રેડબરી
[૨૨] તમે સત્યના શિખર પર અડીખમ ઊભા હો પછી જો તમારો પડછાયો બીજાને વાંકોચૂકો દેખાય તો બહુ ચિંતા કરવી નહીં.
[૨૩] પ્રેમ એટલે ક્યારેક એક વ્યક્તિમાં પરમાત્માની ઝાંખી થવી. ભક્તિ એટલે સર્વમાં, સદાય, સર્વત્ર પરમાત્માની ઝાંખી થવી. – ઓશો
[૨૪] આનંદ એક એવું અત્તર છે, જેને જેટલા વધુ લોકો પર છાંટો તેટલી વધુ સુગંધ તમારી અંદરથી આવશે.
[૨૫] એક વખત સ્વતંત્ર રીતે વિચારતા આવડી જાય પછી આપણે જ આપણા શિક્ષક બની શકીએ. – લેડી ગાગા
[૨૬] આપણે હૃદયને લાગણીના ધાગાથી એટલી મજબૂતાઈ બક્ષવાની છે કે કોઈ પણ તાકાતથી તે તૂટી ન શકે.
[૨૭] જો હું સ્વ-પ્રયત્ને જ્ઞાન પ્રાપ્ત કરી શકીશ એટલી શ્રદ્ધા ન ધરાવતો હોઉં તો ગમે તેવો ગુરુ મને શી રીતે મદદ કરી શકવાનો છે ? અને જો હું એવી આત્મશ્રદ્ધા ધરાવતો હોઉં તો પછી મારે ગુરુની શી જરૂરત રહી ? – પી.સી.વૈદ્ય
[૨૮] આગિયાનો નાનો, ઝબૂકતો પ્રકાશ અંધકારને ડિસ્ટર્બ કરવા સમર્થ છે અને તે તો છે આગિયાની જીત.
[૨૯] ઈશ્વરને જાણ છે કે તમને સગા-સંબંધીઓ આપવામાં એણે ભૂલ કરી છે અને એની માફી ઈશ્વર તમને સુંદર મિત્રોની સોગાદ આપીને માંગી છે ! – જ્યોર્જ ફ્રેજર
[૩૦] આપણું એક સ્મિત કોઈનાં હૃદયમાં ઉમંગ ભરી દેતું હોય તો તે પણ સારપ છે, ધર્મ છે, સુકર્મ છે.
(સુંદર સંકલન બદલ સોનિયાબેન ઠક્કરનો આભાર)
અતિશય સુંદર મર્મસ્પર્શી સુવિચારો રજૂ થયા છે. સોનિયાબહેનનો આભાર અને અભિનદન. જો કે આ વિચારોની સાથે તેના ઉદગાતા (કે રચિયતા) નો ઉલ્લેખ પણ થયો હોત તો-તો તો સોનિયામાં, માફ કરજો સોનામાં સુગંધ થઇ જાત!
ખુબ સરસ , beautiful keep it up and continue to give moreyeh dil mange more
સરસ
Khoob sunder