પ્રેરક કથાઓ (વાંચનયાત્રાનો પ્રસાદ) – સંકલિત 5
આજે પ્રસ્તુત છે શ્રી મહેન્દ્ર મેઘાણી દ્વારા સંપાદિત ‘વાંચનયાત્રાનો પ્રસાદ’માંથી કેટલાક નાનકડા પરંતુ પ્રેરણાદાયક પ્રસંગો. આ પ્રસંગોમાં સમાવિષ્ટ છે વિનોબા ભાવેની સાથે થયેલ એક હ્રદયસ્પર્શી ઘટના અને ગુજરાતના માજી મુખ્યમંત્રી શ્રી બાબુભાઈ વિશેના મણિભાઈ પટેલના કેટલાક પ્રેરણાદાયક અનુભવો. ક્યારેક નાનકડી વાત હ્રદય પર ચોટ કરતી હોય છે, એ જ આશા સાથે આજના આ ટૂંકા પ્રસંગો પ્રસ્તુત છે.