Daily Archives: November 17, 2009


આપણી કહેવતો – કણિકાઓ = સંકલિત 15

ખૂબ નાના હતા ત્યારથી અમારા દાદી અમને વાત વાતમાં કહેવતો અને રૂઢીપ્રયોગો ટાંકતા. ક્યારેક તેમના અર્થ ખબર પડતા, ક્યારેક નહીં. પરંતુ એ સાંભળવાની મજા આવતી. હવે તેઓ મારાથી લગભગ પાંચસો કિલોમીટર દૂર બેઠાં છે. અસ્સલ ગામઠી સોરઠી ભાષામાં એ જ લહેકાથી વાત વાતમાં કહેવતો ટાંકવાની ટેવ મારા સહકાર્યકર અને મિત્ર શ્રી શૈલેષ પાંડવને છે. આ સંકલન તેમને આભારી છે. આપણી કહેવતો અને રૂઢીપ્રયોગો આપણી મૂડી છે. આપણામાંથી કેટલાને આ સંકલનમાંથી અડધાથી વધુ કહેવતો ખબર છે? આપણી ભાષાના મૂળ સમાન, બીજ સમાજ આ વાક્યો ફક્ત એકાદ વાક્ય નથી, કેટલીય પેઢીઓના માનસમાં વિવિધ સમયે ઉદભવેલી એ વિચારવીથીકાઓ છે.