અંતકાળ એટલે શું? – શ્રી ગીતાજી (અધ્યાય 8 ના આધારે) 14
અર્જુને પ્રભુ શ્રી કૃષ્ણને આ અધ્યાયમાં સાત પ્રશ્નો પૂછે છે. તેને પૂછવો હોય છે એક જ પ્રશ્ન પણ જો તે સીધે સીધું જે પૂછવાનું છે તે પૂછી લે તો પ્રભુને લાગે કે હજી તેનો મોહ ગયો નથી, એટલે તે આડા અવળા પ્રશ્નો પૂછીને છેલ્લે સાતમો મુખ્ય પ્રશ્ન પૂછે છે. . . . प्रयाणकाले च कथं ज्ञेयोऽसि नियतात्मभिः ॥८- २॥ જેઁમણે પોતાનું ચિત્ત વશ કર્યું છે તેઓ મરણકાળે આપને કેવી રીતે જાણે છે? જવાબમાં પ્રભુ કહે છે કે …. अक्षरं ब्रह्म परमं स्वभावोऽध्यात्ममुच्यते। भूतभावोद्भवकरो विसर्गः कर्मसंज्ञितः ॥८- ३॥ જે અંતકાળે મારૂ સ્મરણ કરતો શરીર છોડી જાય છે તે મારો ભાવ પામે છે, એમાં શંશય નથી. અંતકાળ એટલે શું? દૈનિક મૃત્યુ, અવસ્થાંતર મૃત્યુ, અજ્ઞાનનું મૃત્યુ અને દેહનું મૃત્યુ. મૃત્યુના આ વિવિધ પ્રકારો છે. દૈનિક મૃત્યુ એટલે ઉંઘ, એમાં બધુંજ છૂટી જાય છે. ઉંઘમાં પડ્યા એટલે વિદ્યા નહીં, પૈસા નહીં, મોહ, માયા, ગાડી, બંગલો, પત્ની, છોકરા બધાં ક્યાં જતા રહે છે? પણ જેવા સવારે ઉઠ્યા એટલે એ બધાં છે. કહે છે કે શરીર મૃત્યુ પામે છે, આત્મા નહીં. આત્મા અમર છે. अजो नित्यं शाश्वतोऽयं पुराळो, न हन्यते हन्यमाने शरीरे ॥ અવસ્થાંત્તર મૃત્યુ એટલે कौमारं, यौवनं, जरा એવી અવસ્થાઓ આવે અને જાય તે. યુવાની આવે અને જાય, કુમારાવસ્થા આવે અને જાય, વૃધ્ધાવસ્થા પણ એમ જ આવે અને જાય, એ કોઇ લાખ પ્રયત્ન કરે તો પણ રોકી શકાય તેમ નથી, એટલે કુમારાવસ્થાનું મૃત્યુ એટલે યુવાની અને યુવાની નું મૃત્યુ એટલે વૃધ્ધાવસ્થા. આ અવસ્થાનું મૃત્યુ છે. ત્રીજું મૃત્યુ એટલે અજ્ઞાનનું મૃત્યુ. દરેક ઉગતા – આથમતા દિવસ્ સાથે જીવન કાંઇકને કાંઇક શીખવે છે. બાળક જન્મે ત્યારથી લઇને મૃત્યુ […]