તજ લવિંગ એલચી – સંકલિત મુખવાસ 6


એક પતંગીયું મહત્તમ 140 દિવસ જીવે છે, પણ છતાંય તે આનંદપૂર્વક જીવી શકે છે, ઘણાં હૈયા જીતી શકે છે. જીવનની દરેક ક્ષણ કિમતી છે. ખુશ રહો, હ્રદય જીતતા રહો.

જો વિશ્વ તમને મદદ કરવાની ના પાડી દે તો હતાશ ન થશો, આઇન્સ્ટાઇનના શબ્દો યાદ કરો, “હું એ બધાનો આભારી છું જેમણે મને મદદ કરવાની ના પાડી, એમના જ કારણે મેં આ કાર્ય મારી જાતે કર્યું.”

પ્રસન્નતામાં નથી હોતી કે નીંદામાં નથી હોતી, મજા જે હોય છે ચૂપમાં તે ચર્ચામાં નથી હોતી – અસીમ રાંદેરી

ધીરજ સદાય હુંકાર ભરતી નથી, ક્યારેક એ દિવસના અંતે એક શાંત નાદ હોય છે, એ કહેવા કે હું કાલે ફરી પ્રયત્ન કરીશ.

સંગાથે હોય ત્યારે અટવાતા ચાલીએ, કે એકલાનો રાહ એકધારો, મઝધારે મહાલવાનો મોકો મળ્યો તો ભલે આઘો ઠેલાય આ કિનારો. – હરિન્દ્ર દવે

સખત મહેનત વાળું જીવન એ દૂધના ભરેલા પ્યાલા જેવું છે, અને નસીબ ખાંડ જેવું, પ્રભુ આપણને ખાંડ ત્યારે જ આપી શકે જો આપણી પાસે દૂધ ભરેલો પ્યાલો હોય

વિશ્વમાં બે પ્રકારના લોકો હોય છે, આપનારાઓ અને લેનારાઓ. લેનારાઓ કદાચ સારુ ખાઇ શક્તા હશે, પણ આપનારાઓ સંતોષભરી નિંદ્રા માણી શકે છે. – મધર ટેરેસા

જો રસ્તો સુંદર હોય તો ખાત્રી કરો કે તે જોઇતી મંઝિલ તરફ જાય છે કે નહીં, પણ જો મંઝિલ સુંદર હોય તો ગમે તેવો રસ્તો હોય, ચાલી નીકળો….

સફળ લોકો ખુરશીમાં આરામ કરતા નથી, તેઓ તેમના કામ કરીને આરામ અનુભવે છે, સ્વપ્નો સાથે સૂવે છે અને તેમને પૂરા કરવાના ધ્યેય સાથે ઉઠે છે.

જીવનમાં મળતી તક આપણા જીવનનો માર્ગ નક્કી કરે છે, એ પણ જે આપણે ચૂકી ગયા હોઇએ.

પ્રભુ જ્યારે કોઇ કામ માટે ના કહે, ત્યારે એમ વિચારો કે એથી મોટી હા માટે છે. એ નકાર નથી, ફક્ત દિશા બદલાવ છે.

આપણે બંને એક બીજાને એક રૂપીયો આપીએ તો આપણી બેયની પાસે એક એક રૂપીયો હશે, પણ આવું જો કોઇ સારા વિચાર માટે કરીએ તો આપણા બેય પાસે બે સુંદર વિચાર હશે.

પાંચ વર્ષના બાળક માટે દોસ્તી : મને ખબર છે કે તે મારી બેગમાંથી રોજ ચોકલેટ ખાઇ જાય છે, છતાંય હું એને રોજ ત્યાં જ રાખું છું.

પ્રેમ, ઘણી વાર એક ક્ષણ માટે હોય છે, ઘણી વાર જીવનભર માટે, પણ ઘણી વખત તમે જેને પ્રેમ કરો તેની સાથેની એક ક્ષણ જીવનભર માટે હોય છે.

હું કહું ને તું સાંભળે કે તું કહે ને હું સાંભળું એ દોસ્તી છે, પણ હું કાંઇ પણ ન કહું અને તું બધુંય સમજી જાય તે સાચી દોસ્તી છે.

આનંદ અને સંતોષ વચ્ચે તફાવત શું? – જીવનમાં જે ગમે તે મળે તે આનંદ અને જીવનમાં જે પણ મળે તે ગમે તેનું નામ સંતોષ

મહેનતથી મળેલું કદી અલ્પ ન હોય, વચ્ચે જે તૂટે તે સંકલ્પ ન હોય, તમે નિરાશાને દૂર રાખો ખુદથી, કારણકે જીતનો કોઇ વિકક્પ ન હોય.

સફળતાને મગજ પર ચઢવા ન દો, અને નિષ્ફ્ળતાને મન પર. (તમિલ કહેવત)

સમાજમાં બે પ્રકારના લોકો છે, એક જે કામ કરે છે અને બીજા જેઓ શ્રેય લઈ જાય છે. પ્રથમ વર્ગમાઁ રહેવાનો પ્રયત્ન કરો, ત્યાં સ્પર્ધા ખૂબ ઓછી છે. – ઈન્દિરા ગાંધી

પૈસા હોવા, અને તેનાથી ખરીદી શકાય તેવી વસ્તુઓ હોવી એ સારી વાત છે, પણ એ મેળવવાની લ્હાયમાં એવી વસ્તુઓ ન ખોઈ બેસતા જે પૈસો ખરીદી શક્તો નથી.

ઘણી વખત આપણી મહત્તમ શક્તિ આપણી મોટામાં મોટી નબળાઈમાંથી આવે છે.

જીવનનો સૌથી મોટો આનંદ એ કરવામાં છે જે લોકો માને છે, તમે કદી નહીં કરી શકો.

મૃત્યુ એ દીવો હોલવવાની વાત નથી, એ છે બત્તી બંધ કરવી કારણકે સૂર્યોદય થઈ રહ્યો છે. – રવિન્દ્રનાથ ટાગોર

બીજી મીણબત્તીને જ્યોત આપવામાં પ્રથમ મીણબત્તીએ કાંઈ ગુમાવવાનું નથી, પણ તેના કામમાં એક સાથીદાર મળશે.

( કેટલીક વાર સવારે વાંચેલુ એક નાનકડું વાક્ય આખાય દિવસના વિચારોનો ભાર લઈ લે છે. આજે પ્રસ્તુત છે આવા જ કેટલાક સરસ મજાનાં વિચારપ્રેરક ટૂંકા વાક્યો, મારા મોબાઇલના એસ એમ એસ માંથી કેટલાક અનુવાદીત / વીણેલા વાક્યો. મુખ્યત્વે સૌરભ ત્રિવેદી અને અન્ય મિત્રોએ પાઠવેલા આ એસ એમ એસ, કદાચ થોડીક વાર વિચારવા માટે, મનન મંથન માટે મજાના છે, અને કાયમ સંઘરવા જેવા પણ ખરાં.)


આપનો પ્રતિભાવ આપો....

6 thoughts on “તજ લવિંગ એલચી – સંકલિત મુખવાસ

 • harin

  જીગ્નેશભાઈ તમારા “તજ લવિંગ એલચી ” સાચેજ મમળાવા જેવા છે..સરસ સકલન

 • Heena Parekh

  હું કહું ને તું સાંભળે કે તું કહે ને હું સાંભળું એ દોસ્તી છે, પણ હું કાંઇ પણ ન કહું અને તું બધુંય સમજી જાય તે સાચી દોસ્તી છે.-મનનીય વિચારો.

 • vishwadeep

  “હું એ બધાનો આભારી છું જેમણે મને મદદ કરવાની ના પાડી, એમના જ કારણે મેં આ કાર્ય મારી જાતે કર્યું.”
  સુંદર–Positive thinking”