સાહિત્યકાર મુજબ સંગ્રહ... : માતૃવંદના

માતૃવંદના વિશેની અનન્ય રચનાઓ


સ્નેહ ગંગોત્રીનું અમીઝરણું – વર્ષા અડાલજા 10

શ્રી દિપક મહેતા દ્વારા સંપાદિત ‘માતૃવંદના’ શ્રેણીના ચાર પુસ્તકોમાં પ્રસિદ્ધ થયેલા લેખોમાં આપણા કેટલાક આદરણીય સારસ્વતોએ તેમની માતાના ચહેરાઓની થોડીક રેખાઓ ઝીલવાનો પ્રયત્ન કર્યો છે. માતૃવંદના પુસ્તક ભાગ ૧ નો પ્રથમ લેખ શ્રી વર્ષા અડાલજાનો છે, અને ભાગ્યે જ કોઈ એવો ભાવક મળે જેની આંખ આ સુંદર વૃત વાંચીને ભીની થયા વગર રહે. ‘બા’ શબ્દની સાથે સંકળાયેલી લાગણીઓની અનુભૂતિ ખરેખર શબ્દશઃ ચિત્રણ પામી છે, આજે આ લેખ ‘માતૃવઁદના’ પુસ્તક ભાગ ૧ માંથી સાભાર અહીં પ્રસ્તુત કર્યો છે.


‘માં’ વિશે કણિકાઓ – સંકલિત 5

માતૃવંદના વિશેની કૃતિઓ પ્રસ્તુત કરતા આ આખા અઠવાડીયાના અંતિમ દિવસે સંકલિત કેટલીક સુંદર અને હ્રદયસ્પર્શી રચનાઓ. આ કણિકાઓમાંથી પુત્રનો તેની માતા પ્રત્યેનો પ્રેમ, લાગણી અને વહાલની ઝંખના અચૂક ઝળકી જાય છે.


યાદ તારી માં – દેવાંગ જોષી 30

માતાની ગેરહાજરીમાં તેની યાદ સંતાનોને ખૂબ સતાવે છે, કહે છે કે માં જ્યારે ન હોય ત્યારે જ તેની સાચી મહત્તા સમજાય છે. પ્રસ્તુત કાવ્યમાં કવિ પોતાની માતાને યાદ કરે છે, માતાના વહાલ માટે તેમનો તલસાટ અદમ્ય રીતે વ્યક્ત થાય છે. ચાતકની જેમ તે પણ માતા માટે તરસે છે. તેમના પ્રેમનું ઋણ ચૂકવવા માંગે છે, પરંતુ હવે માં તેમની સાથે નથી એ વેદના અહીં ખૂબ સરસ રીતે વ્યક્ત થઇ છે.


માં- મનોરમા ઠાર 4

દેશ-પરદેશમાં ભલે ફક્ત આખા વર્ષમાં એક જ દિવસ માંના સબંધોને તાજા કરીને મધર્સ ડે ઉજવતા હોઇએ પણ જે માં સમગ્ર જીવનમાં વણાઇ ચૂકી હોય કે હરેક વિચારો માંના સંસ્કારોથી ભીંજાયેલા હોય તે માંને બાકીના દિવસો તો શું પણ જન્મો જન્મ ન ભૂલી શકાય. આપણી સંસ્કૃતિ, માં ને मातृदेवो:भव થી નવાજે છે અને તેથી જ આ કાવ્યમાં માતૃપ્રેમની સંજીવની છે. આ છે ગુજરાતી ભાષાનું એકાક્ષરી મહાકાવ્ય એટલે ‘માં’…


માતૃવંદના – જીગ્નેશ ચાવડા 9

“માં’ ની કોઇ વ્યાખ્યા ન હોઇ શકે. માતાના બાળક પ્રત્યેના સ્નેહ અને તેની અપાર મમતા વિશે આપણે સૌ જાણીએ છીએ, પણ હવે વાત એ છે કે આપણે તેના પ્રત્યે કેટલી વફાદારી અને સન્માન જાળવીએ છીએ. તેને સાચવવાની, જાળવવાની આપણી ફરજ વિશે આપણે કેટલા સભાન છીએ? માતૃવંદના વિશેષ અઠવાડીયા માટે અક્ષરનાદને આ કૃતિ મોકલવા તથા પ્રસિધ્ધ કરવાની તક આપવા બદલ શ્રી જીગ્નેશ ચાવડાનો ખૂબ ખૂબ આભાર.


‘માં’ વિશે કાગવાણી…. – દુલા ભાયા કાગ 13

દુલા ભાયા કાગનો જન્મ ભાવનગર જીલ્લાના મજાદર ગામે 25-11-1902 ના રોજ થયો હતો, આજે ‘કાગધામ’ તરીકે ઓળખાતા મજાદરમાં, ચારણ કુળમાં જન્મેલા. કાગ આપણી ભાષાના આગવા રચનાકારોમાં શીર્ષસ્થ છે. માં વિશેની તેમની રચનાઓમાંથી લેવામાં આવેલા આ દુહા તેમના માતૃપ્રેમને સહજ રીતે ખૂબજ ભાવપૂર્વક કહી જાય છે. માતૃવંદના માટે આ અઠવાડીયા માટે કાગવાણીથી સુંદર કોઇ પ્રસ્તુતિ હોઇ ન શકે.


દીકરો દેશાવર… (બે અછાંદસ) – જીગ્નેશ અધ્યારૂ 7

દૂર પરદેશમાં વસતા એક દીકરા માટે માંની અપાર લાગણી, એ દીકરાને જવા દેવા અને ન જવા દેવા વચ્ચેની ખચકાટભરી પરવાનગી એક બે વખત જોઇ છે. દીકરો પૈસા કમાવાની, પોતાની કારકીર્દી બનાવવાની, આખાય ઘરના જીવન સ્તરને ઉંચી લાવવાની કામના સાથે મનને કઠણ કરીને વિદેશ પ્રયાણ કરે છે, પણ માં ક્યારેય પોતાના મનને કઠણ કરી શકે? એ દીકરાને પ્રેમ કરતા એક ક્ષણ પણ તે રહી શકે ખરી? પ્રસ્તુત છે બે ભિન્ન દ્રષ્ટીકોણ અછાંદસ સ્વરૂપે.


શ્રધ્ધા – મહેન્દ્ર જોશી 2

‘શ્રધ્ધા’ એક સુંદર અભિવ્યક્તિ ધરાવતું પદ્ય છે. કવિની કરોડરજ્જુ અશક્ત થઇ ગઇ છે, તેમાં ચેતનાનો સંચાર નથી અને તેમની માતા અનેકો ઇલાજ અજમાવે છે, પોતાના પુત્રને ફરીથી સ્વસ્થ કરવા તેઓ આશાનો સંચાર કરવા માંગે છે, કવિને આ દવા, આ ઇલાજોમાં શ્રધ્ધા નથી, તેમને ફક્ત તેમની માતા પર શ્રધ્ધા છે. કવિ અંતે માંને વિનંતિ કરે છે કે પોતાને ફરીથી નાનો બનાવી દે, પયપાન કરાવે, બીજા બધાં ઇલાજો કરતા તેમને આ ઇલાજ જીવી જવા માટેની આશારૂપ લાગે છે.


પ્રેમને કારણો સાથે – વિપિન પરીખ 7

મમ્મી અને બા વચ્ચેના ફરકની એક પાતળી ભેદરેખાની વાત કરતા કવિ શ્રી વિપિન પરીખ સાવ સહજ રીતે માતૃવંદના કરી શક્યા છે. બા સાવ સરળ અને સીધી છે, તે પોસ્ટકાર્ડ ન લખી શક્તે કે સર્વિસ કરવા ક્યારેય નથી ગઇ છતાં તેના હાથનો સ્પર્શ પામવાથી તે જે ભોજન આપતાં તે અમૃત બની જતું એવી સુંદર યાદ સાથે મને મારી બા ગમે છે એમ તેઓ સહજતાથી કહી જાય છે. અને એ સાથે આ કાવ્યનું અનોખું શીર્ષક પણ આગવી છાપ છોડી જાય છે.


માં – જયન્ત પાઠક 4

બાળકના નાના થી મોટા થવાની પ્રક્રિયામાં એ તેની માતાથી જાણ્યે અજાણ્યે થોડો થોડો દૂર થતો જાય છે. જેમ જીવનમાં નવી ક્ષિતિજો ખૂલતી જાય તેમ તે ક્યારેક બીજા શહેરમાં, ક્યારેક વિદેશમાં એમ વિસ્તરે છે અને એની સાથે સાથે માતાથી તેનું અંતર પણ. આવાજ ભાવોને અભિવ્યક્તિનું સુંદર સ્વરૂપ આપતી શ્રી જયન્ત પાઠકની આ રચના મનમાં એક આગવી છાપ ઉભી કરે છે.


માતા – બરકત વીરાણી ‘બેફામ’ 8

પોતાની સ્વર્ગસ્થ માંને યાદ કરીને કવિ શ્રી બરકત વીરાણી તેમને ઉદ્દેશીને માતાની મહત્તાનું ખૂબ ભાવનાસભર વર્ણન કરે છે. માતા એક બાળકને જન્મ આપે છે, પણ બાળકની પાછળ નામ તેના પિતાનું લાગે છે, આમ પ્રભુ જેમ તેના સર્જનની પાછળ પોતાનું નામ લખતો નથી તેટલી જ મહાનતા માતા પણ બતાવે છે. માતાની સામે પોતે સદાય નાનાં, સદાય વામણા છે તેમ કહેતા ખૂબ હ્રદયસ્પર્શી રીતે કવિ માતાને આ સુંદર કાવ્યમય ભાવાંજલી આપે છે.


સદગત માંને… – અશોકપુરી ગોસ્વામી 4

માતાના મૃત્યુ પછી તેમને, તેમના વહાલને અને સ્નેહભર્યા આલિંગનને યાદ કરતા, માની એક પુત્ર તરફની લાગણીઓને ખોબે ખોબે પીવાની તરસ જાગે ત્યારે કાંઇક આવી સુંદર રચના થતી હશે.. માં મૃત્યુ પામી છે, પણ હજી જીવનની વાટમાં આવતા વિઘ્નોથી માતા બચાવતી એવી યાદ અને માતાના અવસાનના અસહ્ય દુ:ખ વચ્ચે કવિને સતત માતાનું સ્મરણ થાય છે. વહાલને એક માણસની જેમ આળસ મરડીને બેઠું થતું બતાવાયું છે એ તેમના કવિત્વની અને માતા પ્રત્યેના તેમના અપાર સ્નેહની પરાકાષ્ઠા દર્શાવે છે.


માની યાદ – ઝવેરચંદ મેઘાણી 2

કવિએ કદી માતાને પ્રત્યક્ષ નિહાળી નથી, પરંતુ રોજબરોજનાં કાર્યોમાં, રમતો રમતાં, વહેલી સવારમાં ફૂલોની મહેક સાથે, આકાશની વિશાળતામાં એમ અત્ર તત્ર સર્વત્ર કવિને માં જ સાંભરે છે. માતાના વહાલથી, તેના નિર્મળ સ્નેહથી દૂર રહેલું કવિ હ્રદય સતત પ્રકૃતિમાં અને તેના વિવિધ સ્વરૂપોમાં, દરેક કાર્યમાં માતાને ઝંખે છે એમ વર્ણવતી આ સુંદર કવિતા માતાની મહત્તાને ખૂબ વિશદ રીતે વર્ણવી જાય છે.


‘માં’, હજી યાદ છે મને… – ડીમ્પલ આશાપુરી 2

અહીં ખારાશ એ વેદનાનું પ્રતીક છે, ખારાશને માત્ર ને માત્ર દરીયો જ પી શકે, એમ આપણી વેદના, તકલીફો અને દુ:ખો રૂપી ખારાશને મા તેના વ્હાલના દરીયામાં સાહજીકપણે પીગળાવી દે છે. માંની આ બધી વાતો, તેનું વહાલ સતત યાદ આવે છે. નાનકડા બાળકના ગાલ પરનું કાળું ટપકું માતાની ચિંતા, કાળજીનું પ્રતીક છે. શ્રી ડીમ્પલ આશાપુરી, ‘પગલી’ એ ઉપનામથી કાવ્ય લખે છે, પરંતુ અહીં એ શબ્દ દ્વિઅર્થી રીતે પ્રયોજેલો છે.


જ્યોતિધામ – કરસનદાસ માણેક

જીવનપથ પર ચાલવાનું માર્ગદર્શન મેળવવા, અંધારામાં આશાનું એકાદ કિરણ પામવા, પોતાની ઓળખાણ મેળવવા કવિએ ખૂબ પ્રયત્નો કર્યા, પણ આ બધું કર્યા છતાં તેમનો હેતુ સિધ્ધ ન થયો. તેમને અંતે સમજ આવી કે માતાથી વધુ મહાન માર્ગદર્શક કે ગુરૂ અન્ય કોઇ હોઇ શકે નહીં, માતાના હૈયે સદાય પોતાના સંતાનને સનાતન માર્ગદર્શક જ્યોતિ મળે અને જીવનપથ પર તે સફળતાથી ચાલી શકે તેથી વધુ કોઇ મહેચ્છા હોતી નથી તે વર્ણવતી શ્રી કરસનદાસ માણેકની આ સુંદર રચના ખૂબ હ્રદયસ્પર્શી છે.