ચાલવું – રીના મહેતા 1
આજે પ્રસ્તુત છે એક સુંદર કાવ્યરચના. ચાલવાની આપણને કોઈ નવાઈ નથી, પણ આ ઝડપથી દોડતા યુગમાં જ્યારે ખરેખર થોડાક ડગલાંથી વધારે ‘ચાલવું’ પડે ત્યારે સમજાય છે એ ક્રિયાનું સાર્થક્ય. કવિનું વાહન બગડ્યું છે, અને એટલે જે સડક પરથી પૈડાને પગે કંઈ કેટલીય વખત પસાર થઈ ચૂક્યા છે, એ જ રસ્તા પર ચાલવાથી એક આખું અનોખું વિશ્વ સજીવ થઈ ઉઠે છે, રસ્તો, વૃક્ષો, પક્ષીઓ, ઝાડીઓ, ખરેલા પાંદડા અને રસ્તા પરની ઝીણી કાંકરીનીય નોંધ લેવાઈ. ચાલવાને લીધે વાહનની બંધ કાચબારીઓમાંથી અછૂત રહી જતું એક આખુંય વિશ્વ જાણે નવા સ્વરૂપે પ્રસ્તુત થયું.