(૧) માણસ હવે, માણસને કૈં મળતો નથી. ને જો મળે, તો એ હવે હસતો નથી. બેસી રહે છે ‘ફેસબુક’ના જ ફળિયે, કોઈ તમારા આંગણે જડતો નથી. દેખાય છે એ ‘ઓન લાઈનો’ ઉપર, એકલો પડે,પણ એ સૂનો પડતો નથી. રોજે મઝા માણે છે ‘સેલ્ફી’ હાથ લઈ, એ ‘સેલ્ફ’ સિવાય, ચાહી પણ શક્તો નથી. મારી તમારી સૌની છે આ સ્થિતિ હોં!. માણસ હવે, માણસને ઓળખતો નથી! મંદિર હવે મનમાં કરે તો સારું છે. બાકી એ ખુદમાં પણ, ખરું ભળતો નથી. જુદા હતા વાર્તાના એ ઈશ્વર બધા, એમ માનવી, ઈશ્વર કંઈ બનતો નથી! (૨) કોમ્પ્યુટર યુગમાં નવું વાંચતા, હવે સૌને આવડે છે! આંગ્ળીઓના ટેરવે નાચતા, હવે સૌને આવડે છે! પાટી-પેનને નેવે મૂક્યાં, ડસ્ટર-બસ્ટર તો હવામાં, ‘કી’ની ક્લીકથી લખતા ભૂંસતા, હવે સૌને આવડે છે! જુનૂ ને જાણીતું સઘળું નવા આકાર લઈ રહ્યું છે. લો, આડી રીતે ઘી કાઢતા, હવે સૌને આવડે છે! ડુંગર ખોદી ઉંદર કાઢે, પ્રખ્યાતિના પહાડ જીતે. ધીરા ડગથી દ્વારો વાસતા, હવે સૌને આવડે છે! સમજી જા ‘દેવી’, ચેતી જા વહેલી, નહીં તો, અહીં તો, “કસીનો’ જેવું રમતા, લૂંટતા, હવે સહુને આવડે છે. (૩) પડછાયો… The Shadow – અંગ્રેજ કવિ શ્રી Walter de la Mare ની કવિતાનો ભાવાનુવાદ.. સૂરજના છેલ્લાં કિરણો ઢળે, ને જગત આખું યે રાતના દરિયામાં ડૂબે; ત્યારે ઉપર ઊંચે એક મોટો, ગોળ ચંદ્ર તરે છે. એના ઉછીના લીધેલા તેજથી, પથરા,ઘાસ, તરણું, ઝીણામાં ઝીણું તણખલું નજરમાં આવે તે સઘળું, ચમકાવી ધૂએ છે. ધીરા પગલે હું, શ્વેત,ચોક્ખી દિવાલ પાસે જાઉં છું. જ્યાં મારો એક અંગત સંગ રાહ જોતો ઉભો હોય છે. એક અનુચર…. શાંત, અક્કડ અને ઉત્તેજક. હું જે કાંઈ કરું, […]