હાઈકુ પાંચ, સાત અને પાંચ અક્ષરોની અનુક્રમે ત્રણ પંક્તિઓનો બનેલો જાપાની કવિતાનો અતિટૂંકો અને અતિ પ્રતિષ્ઠા પામેલો કાવ્યપ્રકાર છે જે સંક્ષિપ્ત પરંતુ મર્મસભર હોય છે. જાપાનમાં હાઈકુ એક જ પંક્તિમાં લખવાની પ્રથા છે (જેમ કે 古池や 蛙飛込む 水の音) અંગ્રેજીમાં તેને ત્રણ પંક્તિમાં લખવાની શરુઆત થયેલી. અક્ષરનાદના વાચક મિત્ર હરસુખ રાયવડેરાએ મોકલેલા તેમના હાઈકુનો બીજો ભાગ આજે પ્રસ્તુત છે.
૧.
સ્વતંત્ર બાપ
લાચાર થઈ જાય
વહુના ઘરે!
૨.
વૃદ્ધ માણસ
ઠાલવે વ્યથા, માત્ર
આંખો દ્વારા જ

૩.
ખૂબસૂરત
મૃત્યું કેવું? જીવવું
ભુલાવે તેવું
૪.
સુખ દુઃખને
‘મૌન’ના કપડાથી
ઢાંકીને રાખો.
૫.
બાળપણમાં
તો મા મને ખૂબ જ
ગમતી હતી!
૬.
હો અંધકાર
પણ સત્ય તો ચોખ્ખું
દેખાય જ છે!
khub sundar
Thanks Nikita Panchal
ખુબ જ સરસ છે
Thanks
સરસ હાઇકુઓ.
ખુબ ખુબ આભાર.
Wah khub j srs
આભાર મીનલજી