હાઈકુ – હરસુખ રાયવડેરા 7


હાઈકુ પાંચ, સાત અને પાંચ અક્ષરોની અનુક્રમે ત્રણ પંક્તિઓનો બનેલો જાપાની કવિતાનો અતિટૂંકો અને અતિ પ્રતિષ્ઠા પામેલો કાવ્યપ્રકાર છે જે સંક્ષિપ્ત પરંતુ મર્મસભર હોય છે. જાપાનમાં હાઈકુ એક જ પંક્તિમાં લખવાની પ્રથા છે (જેમ કે 古池や 蛙飛込む 水の音) અંગ્રેજીમાં તેને ત્રણ પંક્તિમાં લખવાની શરુઆત થયેલી. અક્ષરનાદના વાચક મિત્ર હરસુખ રાયવડેરાએ મોકલેલા હાઈકુ આજે પ્રસ્તુત છે.

જીવતા હોય
તો ફરિયાદ, મરે
તો યાદ કરે!

રહે ન જુદા
કદી, સુખ કે દુઃખ;
જુડવા બન્ને

લખનારને
હવે કલમનો જ
ભાર લાગે છે.

રૂમાલ સ્ત્રીનાં
આંસુ લૂૂૂૂછે, ઓશીકું
લૂછે મર્દના

સુખને શોધો,
ન આવે આપમેળે
કદી શોધતું..

અંધકારમાં
ઊંઘ મને આવે છે,
મનને નહી.

– હરસુખ રાયવડેરા


આપનો પ્રતિભાવ આપો....

7 thoughts on “હાઈકુ – હરસુખ રાયવડેરા