અક્ષરનાદ


About અક્ષરનાદ

સિવિલ (જીયોટેકનીકલ) એન્જીનીયર અને મરીન બાંધકામ ક્ષેત્રમાં પાછલા દસ વર્ષથી સતત કાર્યરત,૨૦૦૭ થી અક્ષરનાદ.કોમ વેબસાઈટ પર લેખન / સંપાદન તથા બ્લોગ અધ્યારૂ નું જગત પર લેખન

હળવે હળવે હળવે હરજી – નરસિંહ મહેતા 2

કૃષ્ણલીલાના પદ સાથે જ્ઞાન, ભક્તિ, વૈરાગ્યના પદો લખીને ગુજરાતી ભક્તિ સાહિત્યને સમૃદ્ધ કરનારા નરસિંહ મહેતાની ‘શામળશાનો વિવાહ’, ‘હાર’, ‘હુંડી’, ‘મામેરું’ અને ‘શ્રાદ્ધ’ જેવી આત્મચરિત્રાત્મક રચનાઓ તેમને નામે મળે છે. ઝૂલણા છંદમાં લખાયેલા તેમના પ્રભાતિયાં ખૂબ ભાવવિભોર કરતી રચનાઓ છે. પ્રેમલક્ષણા ભક્તિના આ પદમાં ગોપીએ શ્રીકૃષ્ણનો અનુભવ મહિમા પ્રસન્નતાપૂર્વક ગાયો છે. ગોપીએ ભક્તિભાવથી અને હરખથી કૃષ્ણના આગમનને વધાવ્યું છે. પ્રત્યેક પંક્તિમાં પહેલા શબ્દનું ત્રણ વાર થતું આવર્તન સંગીત સાથે ભાવને પણ પોષે છે. ઈટીવી ગુજરાતી પર નરસિંહ મહેતા ધારાવાહિક જોતા આ રચના સાંભળેલી, ત્યારથી તેની શોધ કરતાં અંતે આ સરસ પદ મળી આવ્યું.


કેટલીક ઉપયોગી વેબસાઈટ્સ – ૧૬ (ફિલ્મી-ગેરફિલ્મી ગીત સંગીત) 9

ઉપયોગી વેબસાઈટ્સની લિન્ક આપતા આ વિભાગમાં આજે ગીત સંગીત વિષયક કેટલીક વેબસાઈટ્સનો પરિચય મેળવીએ. હિન્દી ગીતો સાથેની વેબસાઈટ્સનું આ વિશ્વ ખૂબ ઝડપથી બદલાતું રહે છે. અનેક નવી વેબસાઈટ્સ બને છે અને જૂની અદ્રશ્ય થઈ જાય છે. કોપીરાઈટ ભંગને લઈને, પાયરસીના વિરોધને લઈને, કાયદાકીય અવરોધો વગેરે જેવી બાબતોમાં સપડાવાને લીધે આવી વેબસાઈટ્સ લાંબુ જીવી શક્તી નથી. છતાંય તેમાંની કેટલીક ખૂબ લાંબા સમયથી સંગીતપ્રેમીઓને માટે મનપસંદ રહી છે. એમાંની કેટલીક વેબની સાથે સંકળાયેલી નકારાત્મક બાબતો અને પાયરસીના વિરોધ કરવાના અનેક ઈજનો છતાં આવી વેબસાઈટ્સની ક્લિક્સ રાત્રે ન વધે એટલી દિવસે વધ્યા કરે છે.


જન્મોત્સવ – સુરેશ જોષી 8

૩-૫-૧૯૨૧માં જન્મેલા અને ૬-૯-૧૯૮૬ ના રોજ આ દુનિયાને અલવિદા કહી ગયેલા સ્વ. શ્રી સુરેશ જોષી ગુજરાતી સાહિત્યમાં એક અનોખા પ્રકારની, અનોખા પ્રવાહની વાર્તાસૃષ્ટિના નિર્માતા હતાં. તેમની વાર્તાઓમાંના જીવનતત્વનો ધબકાર અને ક્યારેક ચિત્કાર સજ્જડ આંખોના માધ્યમથી આપણા માનસ કાન સુધી પહોંચે છે એટલી સશક્તતા અને સચોટતાભરી ભાવસૃષ્ટિ તેઓ જન્માવી શકતા. પ્રસ્તુત વાર્તા મેં ક્યારેક શાળાજીવનમાં વાંચેલી અને એનો પ્રભાવ મનના કોઈક ખૂણે સદાને માટે અંકિત રહી ગયેલો. શ્રી સુરેશ જોષીની વાર્તાઓની સંકલન પુસ્તિકા ” હાથમાં આવી પછી એમાંથી આ વાર્તા વાંચતા એ સ્મૃતિઓ ફરી ઉપસી આવી. વાર્તાનું ક્લેવર, વાત પહોંચાડવાની આખીય પદ્ધતિ અને વાતનો મુખ્ય સાર, ત્રણેય રીતે આ વાર્તા રચનાત્મકતાની દ્રષ્ટિએ અને વાંચક સુધી પહોંચતા વાતના ભાવને લઈને મને આકર્ષે છે. પ્રસ્તુત છે હ્રદયના ધબકારા ચૂકાવી દેતી વાર્તા… ‘જન્મોત્સવ’


રાધાને કરશો ના વાત… – નટવર વ્યાસ 3

કૃષ્ણ રાજા થઈ ગયા છે, ગોકુળમાં તેમનું આગમન ઝંખી રહેલા બધાંની આંખો તરસી થઈ રહી છે, પણ કૃષ્ણ આવવાનું નામ લેતા નથી. એવામાં જો કૃષ્ણ છાનામાના ગોકુળમાં આવવાનું વિચારે અને વિરહમા ઝૂરતી રાધાને ખબર પડે કે તેઓ આમ આવી ગયા તો એની વેદના કેવી વસમી બની રહે એ જ બતાવવાનો પ્રયત્ન અહિં થયો છે.


નવનીત સમર્પણ સામયિકમાં અક્ષરનાદની કૃતિ 3

નવનીત સમર્પણ સામયિકના જાન્યુઆરી 2011 ના અંકમાં લેવાયેલા અક્ષરનાદના બે લેખ વિશેની વાત આજે કરી છે. આવા પ્રોત્સાહનો અનેક નવા સ્થળો વિશે, આપણી અજાણી ધરોહર વિશે લખવા પ્રેરણા આપશે એમાં બે મત નથી.


આપઘાત – આશિષ આચાર્ય 14

આજે પ્રસ્તુત છે વર્તમાન સમયના યુવાનની વ્યથાને અક્ષરદેહ આપતી એક ટૂંકી વાર્તા. અક્ષરનાદને આ સુંદર વાર્તા મોકલવા અને પ્રકાશિત કરવાની તક આપવા બદલ અમદાવાદના શ્રી આશિષભાઈ આચાર્યનો ખૂબ ખૂબ આભાર. આશા છે કે તેમની કલમે આપણને આમ જ સુંદર કૃતિઓ મળતી રહે.


મારી પ્રથમ નવલકથા – જિજ્ઞેશ અધ્યારૂ 16

ખૂબ ઝડપથી લખવા ધારેલી મારી કલ્પનાની ક્ષિતિજોને આંબતી આ પ્રથમ નવલકથાનું પ્રથમ પ્રકરણ 7 ફેબ્રુઆરી 2010 ના દિવસે શરૂ કરેલું. પણ પછી એ દિવસ અને આજનો દિવસ, એક અક્ષર પણ આગળ વધી શક્યો નહીં. અનેક કારણો છતાં નવા વર્ષના નિર્ણય સ્વરૂપે આ વર્ષે આ નવલકથાને મહીને એક પ્રકરણ લખીને પણ પૂરી કરવી એ નક્કી કર્યું છે. જો કે આ એકમાત્ર પ્રકરણ છે જે અક્ષરનાદ પર મૂકી રહ્યો છું. આ પછી કોઈ પ્રકરણ અહીં મૂકવાની ઈચ્છા નથી, આખી નવલકથા લખાઈ જાય પછી જોઈશું એમ વિચારીને આ લખવાનું શરૂ કર્યું છે. પ્રથમ પ્રકરણ આજે પ્રસ્તુત છે.


ત્રણ ગઝલો – જલન માતરી 9

કેટલીક સદાબહાર ગઝલો, કોઈક ગઝલના શે’ર સમયની સાથે સાથે કહેવતોનું, લોકોક્તિઓનું સ્વરૂપ લઈ લે એટલા સચોટ અને મર્મવેધી હોય છે. આપણી ભાષાના આવા જ કેટલાક નમૂનેદાર શે’ર આપણને શ્રી જલન માતરી પાસેથી મળ્યા છે. શ્રી ચિનુ મોદી અને શ્રી કૈલાસ પંડિત દ્વારા સંપાદિત શ્રી જલન માતરીનો ‘સુખનવર શ્રેણી’ (૧૯૯૧) એ ગઝલસંગ્રહ આવી ગઝલોનો ભંડાર છે. એ જ સંગ્રહમાંથી આજે ત્રણ સુંદર ગઝલો પ્રસ્તુત છે.


ગુજરાતી (ઇન્ટરનેટ) સાહિત્ય વિશે એક દ્રષ્ટિકોણ – ડૉ. નિરંજન રાજ્યગુરૂ 4

શબ્દસૃષ્ટિ સામયિકનો ડિસેમ્બર ૨૦૧૦નો અંક વાંચી રહ્યો હતો ત્યારે તેના છેલ્લા થોડાંક પૃષ્ઠો પર ‘સંવાદ – વિવાદ’ ના વિભાગ તરફ નજર ગઈ. વાંચકો ને ભાવકોના પ્રતિભાવો – પ્રત્યાઘાતો દર્શાવતા આ વિભાગમાં પ્રસ્તુત અંકમાં દીપોત્સવી વિશેષાંક ‘પાંચ દાયકાનું પરિદર્શન’ ના લેખો વિશે અનેક પ્રતિભાવો વડે સમૃદ્ધ હતો. સાહિત્યના અનેક સ્વરૂપો અને તેની ક્ષમતાઓ વિશે ચર્ચા કરતો પ્રસ્તુત પ્રતિભાવ શ્રી નિરંજનભાઈ રાજ્યગુરૂનો છે. ઈન્ટરનેટના-ગુજરાતી બ્લોગ વેબસાઈટ જગતના સાહિત્ય વિશે પણ અહીં વાત કરાઈ છે. એ પ્રતિભાવ અહીં પ્રસ્તુત કર્યો છે.


શહેરમાં વસતો માણસ અને માણસમાં વસતું નગર – અખંડ વ્યાસ 16

અખંડ વ્યાસના બે સુંદર પુસ્તકો ‘છાંયડી’ તથા ‘શહેરમાં વસતો માણસ અને માણસમાં વસતું નગર’નું વિમોચન રવિવાર તા. ૨૬ ડિસેમ્બરે અમદાવાદ ખાતે કરવામાં આવ્યું. શ્રી ચિનુભાઈ મોદી, શ્રી ના હસ્તે પુસ્તકનું વિમોચન થયું આ પ્રસંગે ત્રણેય મહાનુભાવોએ ભાવકોને પુસ્તકનો રસાસ્વાદ તથા વિવિધ પાસાઓનું આલેખન કર્યું. આ સુંદર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટેના આમંત્રણ તથા પુસ્તકો બદલ શ્રી અખંડ વ્યાસ અને શ્રીમતિ બિનીતા વ્યાસનો ખૂબ ખૂબ આભાર. કલાકૃતિઓ જેવા સાદ્યાંત સુંદર બંને પુસ્તકોની અપાર સફળતા માટે ખૂબ શુભકામનાઓ.


ગંગાસતીના ૫૨ ભજનો (પુસ્તક ડાઊનલોડ) 5

સૌરાષ્ટ્રની મીરા ગંગસતીના ૫૨ ભજનોના સંગ્રહરૂપ પુસ્તકને આજે અક્ષરનાદ પર ડાઊનલોડ માટે ઉપલબ્ધ કરાઈ રહ્યું છે એ અત્યંત આનંદનો સમય છે. આ વિશે પહેલા ગંગાસતીનું અધ્યાત્મ દર્શન એ વિષય પર સંતવાણી ૨૦૧૦માં અપાયેલ શ્રી ભાણદેવજીનું વક્તવ્ય પ્રસ્તુત કર્યું હતું. તેના અનુસંધાને આ પુસ્તક ઉપયોગી નિવડશે. આ પુસ્તકના આરંભે આપેલ ગંગાસતી પરિચય શ્રી નિરંજન રાજ્યગુરૂ દ્વારા લખાયેલ છે, એ બદલ તેમનો આભાર માનીએ એટલો ઓછો પડે.


અભિનેત્રી – અંશુ જોશી (ટૂંકી વાર્તા) 2

અમદાવાદ નિવાસી શ્રી અંશુભાઈની પ્રસ્તુત ટૂંકી વાર્તા એક સ્ત્રીના જીવનની અનોખી વ્યથાનું શબ્દસ્વરૂપ વર્ણવે છે. સતત પ્રવાહમાં વહાવતી અને છતાંય અંત માટે પકડી રાખતી આ વાત સાદ્યાંત માણવાલાયક રચના છે. અક્ષરનાદને પ્રસ્તુત રચના મોકલવા બદલ શ્રી અંશુભાઈ જોશીનો ખૂબ ખૂબ આભાર.


રામાયણમાં રહીમ ને કુરાનમાં કૃષ્ણ – હાર્દિક યાજ્ઞિક 22

૨૫ ડિસેમ્બરે અવસર પરિવાર, વડોદરાની બીજી બેઠકમાં જેમની એકથી એક જોરદાર એવી રચનાઓએ ખૂબ દાદ મેળવી એ મિત્ર શ્રી હાર્દિકભાઈ યાજ્ઞિકની એમાંની એક રચના અત્રે પ્રસ્તુત છે. અને આ ત્રણ રચના સિવાય હાર્દિકભાઈની એક અન્ય રચના મિત્ર શ્રી મહેશભાઈએ ગાઈ પણ હતી. અલ્લાહ અને ઈશ્વરની અદલાબદલીનો ખ્યાલ અને ચાલને… આમ કરી જોઈએ ની વિભાવના કેટલી સુંદર રીતે વ્યક્ત થઈ છે !


અક્ષરનાદ તરફથી પ્રથમ લોકમત અને ભેટ યોજના 2

અક્ષરનાદ પર આવતા થોડા મહીનાઓમાં, એક અગ્રગણ્ય અંગ્રેજી બ્લોગ તરફથી આમંત્રણને લીધે અને તેમની સાથે સહયોગને લીધે એક અનોખો અવસર ઉભો થઈ રહ્યો છે. આ ટેકનીકલ બ્લોગની પ્રસિદ્ધ થયેલી મોટા ભાગની ઈ-પુસ્તકો ભાષાંતર કરીને ડાઊનલોડ વિભાગમાં મૂકવાની પરવાનગી મળી છે. આ ઈ પુસ્તકોમાંનું પ્રથમ પુસ્તક ટૂંક સમયમા અક્ષરનાદ પર પ્રસિદ્ધ થનાર છે, જો કે એ તદ્દન મફત હશે કે નહીં એ વિષય હજુ વિચારણા હેઠળ છે. પરંતુ પ્રથમ ભાષાંતરીત ઈ-પુસ્તક ત્રણ મિત્રોને ભેટ આપવા માટે નક્કી કરાયું છે. વાંચો એ મેળવવા માટે જરૂરી વિગતો.


ગંગાસતીનું અધ્યાત્મ દર્શન – ભાણદેવ (સંતવાણી વિચારગોષ્ઠી ૨૦૧૦ – ભાગ ૭) 10

એક નવી શરૂઆતના આયામને ઉપસાવતી સંતવાણી વિશેની એક વિચારગોષ્ઠીનું આયોજન કારતક વદ બીજ, 23 નવેમ્બર 2010 ને મંગળવારે, સાંજે ૪ થી ૭ વાગ્યા દરમ્યાન તલગાજરડા, ચિત્રકૂટધામ ખાતે કરાયું હતું. ભજન વિશેની વિચારગોષ્ઠિમાં – ચર્ચામાં ત્રણ વિદ્વાનો ડૉ. નિરંજન રાજ્યગુરુ, ડૉ. નાથાલાલ ગોહિલ અને ભાણદેવજીના વિવિધ રસપ્રદ વિષયો પર વિચારો વ્યક્ત થયા તેનો એક અહેવાલ અહીં મૂકવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એ અંતર્ગત આજે ભાણદેવજીના ‘ગંગાસતીનું અધ્યાત્મદર્શન’ એ વિષય પરના વિચારો અને સંશોધન પ્રસ્તુત છે.


ગંગાસતીનું અધ્યાત્મ દર્શન – ભાણદેવ (સંતવાણી વિચારગોષ્ઠી ૨૦૧૦ – ભાગ ૬) 3

એક નવી શરૂઆતના આયામને ઉપસાવતી સંતવાણી વિશેની એક વિચારગોષ્ઠીનું આયોજન કારતક વદ બીજ, 23 નવેમ્બર 2010 ને મંગળવારે, સાંજે ૪ થી ૭ વાગ્યા દરમ્યાન તલગાજરડા, ચિત્રકૂટધામ ખાતે કરાયું હતું. ભજન વિશેની વિચારગોષ્ઠિમાં – ચર્ચામાં ત્રણ વિદ્વાનો ડૉ. નિરંજન રાજ્યગુરુ, ડૉ. નાથાલાલ ગોહિલ અને ભાણદેવજીના વિવિધ રસપ્રદ વિષયો પર વિચારો વ્યક્ત થયા તેનો એક અહેવાલ અહીં મૂકવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એ અંતર્ગત આજે ભાણદેવજીના ‘ગંગાસતીનું અધ્યાત્મદર્શન’ એ વિષય પરના વિચારો અને સંશોધન પ્રસ્તુત છે.


આરાધ સ્વરૂપ દર્શન – નિરંજન રાજ્યગુરુ (સંતવાણી વિચારગોષ્ઠી ૨૦૧૦ – ભાગ ૫) 1

એક નવી શરૂઆતના આયામને ઉપસાવતી સંતવાણી વિશેની એક વિચારગોષ્ઠીનું આયોજન કારતક વદ બીજ, 23 નવેમ્બર 2010 ને મંગળવારે, સાંજે ૪ થી ૭ વાગ્યા દરમ્યાન તલગાજરડા, ચિત્રકૂટધામ ખાતે કરાયું હતું. ભજન વિશેની વિચારગોષ્ઠિમાં – ચર્ચામાં ત્રણ વિદ્વાનો ડૉ. નિરંજન રાજ્યગુરુ, ડૉ. નાથાલાલ ગોહિલ અને ભાણદેવજીના વિવિધ રસપ્રદ વિષયો પર વિચારો વ્યક્ત થયા તેનો એક અહેવાલ અહીં મૂકવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એ અંતર્ગત આજે ડૉ. નિરંજન રાજ્યગુરુના ‘આરાધ સ્વરૂપ વિચાર’ એ વિષય પરના વિચારો અને સંશોધન પ્રસ્તુત છે.


આરાધ સ્વરૂપ દર્શન – નિરંજન રાજ્યગુરુ (સંતવાણી વિચારગોષ્ઠી ૨૦૧૦ – ભાગ ૪) 1

એક નવી શરૂઆતના આયામને ઉપસાવતી સંતવાણી વિશેની એક વિચારગોષ્ઠીનું આયોજન કારતક વદ બીજ, 23 નવેમ્બર 2010 ને મંગળવારે, સાંજે ૪ થી ૭ વાગ્યા દરમ્યાન તલગાજરડા, ચિત્રકૂટધામ ખાતે કરાયું હતું. ભજન વિશેની વિચારગોષ્ઠિમાં – ચર્ચામાં ત્રણ વિદ્વાનો ડૉ. નિરંજન રાજ્યગુરુ, ડૉ. નાથાલાલ ગોહિલ અને ભાણદેવજીના વિવિધ રસપ્રદ વિષયો પર વિચારો વ્યક્ત થયા તેનો એક અહેવાલ અહીં મૂકવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એ અંતર્ગત આજે ડૉ. નિરંજન રાજ્યગુરુના ‘આરાધ સ્વરૂપ વિચાર’ એ વિષય પરના વિચારો અને સંશોધન પ્રસ્તુત છે.


ભજન સાહિત્યનો ઈતિહાસ – નાથાલાલ ગોહિલ (સંતવાણી વિચારગોષ્ઠી ૨૦૧૦ – ભાગ 3)

એક નવી શરૂઆતના આયામને ઉપસાવતી સંતવાણી વિશેની એક વિચારગોષ્ઠીનું આયોજન કારતક વદ બીજ, 23 નવેમ્બર 2010 ને મંગળવારે, સાંજે ૪ થી ૭ વાગ્યા દરમ્યાન તલગાજરડા, ચિત્રકૂટધામ ખાતે કરાયું હતું. ડૉ. નાથાલાલ ગોહિલ ભજન સાહિત્યના ઈતિહાસ વિશે ઘણી ઉઁડાણપૂર્વકની અને તલસ્પર્શી જાણકારી લઈને આવ્યા હતા, આજના બે ભાગના આ વક્તવ્યમાં તેમનું આખું વિવરણ અહીં શબ્દશ: સમાવવાનો પ્રયત્ન કર્યો છે.


ભજન સાહિત્યનો ઈતિહાસ – નાથાલાલ ગોહિલ (સંતવાણી વિચારગોષ્ઠી ૨૦૧૦ – ભાગ ૨)

એક નવી શરૂઆતના આયામને ઉપસાવતી સંતવાણી વિશેની એક વિચારગોષ્ઠીનું આયોજન કારતક વદ બીજ, 23 નવેમ્બર 2010 ને મંગળવારે, સાંજે ૪ થી ૭ વાગ્યા દરમ્યાન તલગાજરડા, ચિત્રકૂટધામ ખાતે કરાયું હતું. ડૉ. નાથાલાલ ગોહિલ ભજન સાહિત્યના ઈતિહાસ વિશે ઘણી ઉઁડાણપૂર્વકની અને તલસ્પર્શી જાણકારી લઈને આવ્યા હતા, આજના બે ભાગના આ વક્તવ્યમાં તેમનું આખું વિવરણ અહીં શબ્દશ: સમાવવાનો પ્રયત્ન કર્યો છે.


સંતવાણી વિચારગોષ્ઠી ૨૦૧૦ – ભાગ ૧ 2

એક નવી શરૂઆતના આયામને ઉપસાવતી સંતવાણી વિશેની એક વિચારગોષ્ઠીનું આયોજન કારતક વદ બીજ, 23 નવેમ્બર 2010 ને મંગળવારે, સાંજે ૪ થી ૭ વાગ્યા દરમ્યાન તલગાજરડા, ચિત્રકૂટધામ ખાતે કરાયું હતું. ભરપૂર વરસતા વરસાદમાં અમે આ વિચારગોષ્ઠીનું શ્રવણ કરવાનો લહાવો લેવા પહોંચ્યા. જેમ જેમ અહીં વિદ્વાનોના ભજન અને ભજન ઈતિહાસ તથા પરંપરાઓ વિશેના વિચારો વ્યક્ત થયા તેમ તેમ મેઘરાજાએ પણ તેમની અવરિત વર્ષા ચાલુ રાખી. ભજન ચર્ચામાં ત્રણ વિદ્વાનો ડૉ. નિરંજન રાજ્યગુરુ, ડૉ. નાથાલાલ ગોહિલ અને ભાણદેવજીના વિવિધ રસપ્રદ વિષયો પર વિચારો વ્યક્ત થયા તેનો એક અહેવાલ અહીં મૂકવાનો પ્રયત્ન રહેશે.


ને હું એકલો – અલ્પ ત્રિવેદી 7

શ્રી હરેશભાઈ ત્રિવેદી, ‘અલ્પ’ આપણા અનોખા ગઝલકાર છે અને ટૂંકી બહેરની ગઝલોની રચનામાં તેમની હથોટી ખૂબ પ્રસંશા પામી છે. પ્રસ્તુત ગઝલ તેમના ગઝલસંગ્રહ પછી… માંથી લેવામાં આવી છે. ગઝલસંગ્રહ પછી… નો આસ્વાદ આપણે આ પહેલા અક્ષરનાદ પર માણ્યો હતો. ‘ને હું એકલો’ એવા અસામાન્ય રદીફનો ઉપયોગ કરીને તેમણે અનેરી સુંદરતા સર્જી છે સાથે ગઝલનો આંતરીક ભાવ પોતાની એકલતાથી શરૂ થાય છે અને પછી વિસ્તરતો જાય છે, ગઝલના અંત તરફ જતાં એ વિશ્વમાં વ્યાપ્ત થઈ જાય છે.


૧૭મી સદીના અગ્રગણ્ય વિચારક બેનેડિક્ટ સ્પિનોઝાની કલમે…

બારૂચ સ્પિનોઝા (૧૬૩૨-૧૬૭૭) અથવા બેનેડિક્ટ સ્પિનોઝા નેધરલેન્ડ મૂળના યહુદી તત્વચિંતક હતાં. આજથી સાડા ત્રણસો વર્ષ પહેલાના એ સમયમાં તેમણે ચર્ચનો, પાદરીઓની અમર્યાદ સત્તાનો અને ઈશ્વરના દૂત બની બેઠેલા કહેવાતા ગુરૂઓનો ભારે વિરોધ કર્યો. તેમના વિચારો અન્ય લોકોને પચાવવા મુશ્કેલ હતાં. ઈશ્વર સિવાય બીજા કોઈની પણ સત્તા સ્વીકારવાનો તેમણે ઈનકાર કર્યો. વૈજ્ઞાનિક તથ્યોથી ભરપૂર તેમના રેશનાલિસ્ટ વિચારોનો આજથી લગભગ સાડા ત્રણસો વર્ષ પહેલાના રૂઢિચુસ્ત અને બંધીયાર સમાજજીવનવાળા એ સમયમાં ભરપૂર વિરોધ થયો, યહૂદીઓએ તેમના વિરુદ્ધ ફરમાન જાહેર કરી તેમને અલગ કર્યા તો કેથલિક ધર્મપંથે તેમના પુસ્તકોને પ્રતિબંધિત કર્યા. તેમના વિચારો તલસ્પર્શી, માર્ગદર્શક અને વિવેચનાત્મક તથા સંશોધનાત્મક તથ્યોથી ભરપૂર રેશનાલિસ્ટ વિચારો હતાં. ડચ વિરોધીઓએ તેમના કેટલાક પુસ્તકોને બાળી મૂકેલા, તેમના મૃત્યુ પછીના કેટલાય વર્ષો સુધી પણ તેમના લખાણોનો જોઈએ તેવો પ્રચાર થયો નહીં. આજે તેમને ૧૭મી સદીના રેશનાલિસ્ટોમાં અગ્રગણ્ય માનવામાં આવે છે. આજે તેમના પુસ્તક ‘એથિક્સ’ ના અંશોના ભાવાનુવાદનો પ્રયત્ન કર્યો છે.


ભગત પીપાજી મહારાજનું પીપાવાવ – જીજ્ઞેશ અધ્યારૂ (ભાગ-૨) 10

અત્યારે જેના નામનો વિશ્વના દરીયાઈ વેપારના નકશા પર ડંકો વાગી રહ્યો છે એવા, ખાનગીક્ષેત્રની હિંમત અને ધગશના પરીણામરૂપ, ગુજરાતના એક અત્યંત મહત્વાકાંક્ષી એવા પીપાવાવ પોર્ટ અને પીપાવાવ શિપયાર્ડનું નામ જે મહાન સંત વિભૂતિના નામ પરથી પડ્યું છે તે હતાં સંત પીપાજી જેઓ તેમના પૂર્વાશ્રમમાં મહારાજ પીપારાવ હતાં. સ્વામી રામાનંદના આશ્રયે આત્મખોજનો માર્ગ શોધતાં તેઓ ઝાલાવાડથી કાશી ત્યાંથી દ્વારકા અને ત્યાંથી અત્યારના પીપાવાવ ગામ સુધી પહોંચ્યા. તેમના વિશે અનેક માહિતિ ટુકડે ટુકડે મળતી હતી, પીપાવાવમાં ચાર વર્ષથી વધુ સમયથી હોવા છતાં આ આખી વિગત ભેગી કરવામાં ખૂબ સમય લાગ્યો. એ બધુ ભેગુ કરીને આ લેખ તૈયાર કર્યો છે. ઐતિહાસીક તથ્યો હોવાથી ક્યાંક વિગત દોષની સંભાવના તો છે જ. અનેક મિત્રો વડીલોના સહકારે આ આખોય લેખ તૈયાર થયો છે, એ માટે તે સર્વેનો ખૂબ આભાર.


ભગત પીપાજી મહારાજનું પીપાવાવ – જીજ્ઞેશ અધ્યારૂ (ભાગ-૧) 1

અત્યારે જેના નામનો વિશ્વના દરીયાઈ વેપારના નકશા પર ડંકો વાગી રહ્યો છે એવા, ખાનગીક્ષેત્રની હિંમત અને ધગશના પરીણામરૂપ ગુજરાતના એક અત્યંત મહત્વાકાંક્ષી એવા પીપાવાવ પોર્ટ અને પીપાવાવ શિપયાર્ડનું નામ જે મહાન સંત વિભૂતિના નામ પરથી પડ્યું છે તે હતાં સંત પીપાજી જેઓ તેમના પૂર્વાશ્રમમાં મહારાજ પીપારાવ હતાં. સ્વામી રામાનંદના આશ્રયે આત્મખોજનો માર્ગ શોધતાં તેઓ ઝાલાવાડથી કાશી ત્યાંથી દ્વારકા અને ત્યાંથી અત્યારના પીપાવાવ ગામ સુધી પહોંચ્યા. તેમના વિશે અનેક માહિતિ ટુકડે ટુકડે મળતી હતી, પીપાવાવમાં ચાર વર્ષથી વધુ સમયથી હોવા છતાં આ આખી વિગત ભેગી કરવામાં ખૂબ સમય લાગ્યો એ બધુંય ભેગું કરીને આ લેખ તૈયાર કર્યો છે. ઐતિહાસીક તથ્યો હોવાથી ક્યાંક વિગત દોષની સંભાવના તો છે જ. અનેક મિત્રો વડીલોના સહકારે આ આખોય લેખ તૈયાર થયો છે, એ માટે તે સર્વેનો ખૂબ આભાર.


ભોલારામની ત્રણ છબી – મકરન્દ દવે

પ્રશ્ન તો એ થવો જોઈએ કે આ ભોલારામ કોને કહેવાયું છે? ત્રણે છબીઓ અલગ અલગ છે, ત્રણેયમાં ભોલાને અલગ રૂપમાં કલ્પીને કવિએ એક અનોખો તાર રણઝણાવ્યો છે, ત્રણેય રચનાઓમાં ભોલારામ કોણ એ સહજ સ્પષ્ટ થતાં વાર નથી લાગતી, પણ તોય, શું એ વિચાર, એ માનવું કે “ભોલારામ આના માટે કહેવાયું છે” અંતિમ સત્ય છે? ક્યાંય ત્રણેય છબીઓ એક થતી દેખાતી હોય એવો કોઈ ત્રિભેટો આંખોને દેખાય છે ખરો? શ્રી મકરન્દ દવેની રચનાઓને સમજવા અને સમજાવવા માટે ક્યાંક વિચારનો પ્રસાર અને વિસ્તાર ખૂબ નાનો પડતો જણાય એ અનુભૂતી ખૂબ સહજ છે, આશા છે એથી વધુ આપને પહોંચે.


તડ ને ફડ – વર્ષા જોષી 9

કેટલીક વખત આપણી પોતાની માન્યતાઓ અને ધારણાઓ વાતને કેવી ખોટા વિચારે પરોવી આપે છે એવું દ્રષ્ટાંત તાદ્દશ્ય કરતી પ્રસ્તુત વાર્તા ખરેખર આંખ ઉઘાડનારી ઘટના જેવી છે. મનજી એ આપણા ગ્રામ્યસમાજના માનસનો પડઘો છે, એ જેટલો નિખાલસ છે એટલો જ તરત નિર્ણય લઈ લેનારો પણ છે, તો શારદા એક ગૃહિણી હોવા ઉપરાંત એક પ્રેમાળ અને કાળજી લેનારી પત્ની પણ છે, એ વાતનો અહેસાસ આ વાર્તા વાંચ્યા પછી સહેજે થાય. ખૂબ સુંદર ગૂંથણી સાથેનો સતત વાર્તા પ્રવાહ આ ટૂંકી વાર્તાને અનેરા રંગે રંગી જાય છે.


રાજના વેર – હાર્દિક યાજ્ઞિક 11

એક વાર્તાની સાથે સાથે તેની પૂરક અથવા સમાંતર ચાલતી બીજી વાત મૂળ વાર્તાના પરિપ્રેક્ષ્યમાં મૂકવામાં આવે તો વાર્તાની અસરકારકતામાં અનેરો બદલાવ આવે છે. રા’ નવઘણની વાતના તાર સાથે ચાલતી વાર્તાની મુખ્ય ધારા એવી સરસ રીતે ભળી જાય છે કે વાર્તાનો એક અભિન્ન અંગ બની જાય છે. અક્ષરનાદના વાચક મિત્ર શ્રી હાર્દિકભાઈ યાજ્ઞિક દૂરદર્શન અમદાવાદમાં ન્યૂઝરીડર તરીકે ફરજ બજાવે છે. પ્રસ્તુત કૃતિ અક્ષરનાદને મોકલવા તથા પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. તેમની કલમે આવી વધુ કૃતિઓ મળતી રહે તેવી અનેક શુભકામનાઓ.


દેશ માટે બળતરા અને ચચરાટ… – પ્રવીણ ઠક્કર 6

કવિવર રવિન્દ્રનાથ ટાગોરે ઇશ્વરને સંબોધીને પ્રાર્થના કરી છે. પ્રાર્થના કોઇ અંગત સ્વાર્થ માટેની નથી. ભારત દેશ કેવો હોવો જોઇએ; તે માટે તેમના મનમાં એક ચિત્ર છે, દેશ માટે દિલમાં અરમાન છે. દેશ માટે ગૌરવ હોવાની વાત છે. પોતાનો દેશ પોતાને ગમે તેવો તો હોવો જોઇને? માતૃભૂમિ પ્રત્યેના અનેરા પ્રેમે કરીને આ મહર્ષિએ ઇશ્વર સમક્ષ માંગણી કરી છે. દેશ વિશે કવિવરને જે અપેક્ષા છે; તેની પ્રાર્થના પ્રયોજીને મહર્ષિએ ઇશ્વરને તે સંભળાવી છે. દુનિયાએ તે પ્રાર્થનાને કવિતા તરીકે ઓળખી છે. ક્યાં આ આશા અને સોનેરી સ્વપ્ન !! પરંતુ આજે વાસ્તવિક સ્થિતિ…. થોડુંક મનોમંથન કરાવતી અને ચચરાટ ઠાલવતી પ્રવીણભાઈની કલમે વિચારધારા.


‘અલબેલા’ ની દરિયાઈ સાહસકથા – હસમુખ અબોટી 6

આપણા સાહિત્યમાં દરિયાઈ સાહસકથાઓનું આગવું સ્થાન છે, સત્યઘટના પર આધારિત શ્રી ગુણવંતરાય આચાર્યની રચના એવી ‘હાજી કાસમની વીજળી’ હોય કે ‘દરિયાલાલ’, ‘સક્કરબાર’ હોય કે ‘દરીયાપીર’, એ બધીય વાતો જકડી રાખનારી દરિયાઈ સાહસકથાઓ છે, ગુજરાતના કિલોમીટરો લાંબા દરિયાકિનારા અને પેઢીઓથી ચાલતી દરિયાઈ ખેડને લઈને અનેક કથાઓ અને ઘટનાઓ પ્રચલિત થઈ છે. માડાગાસ્કર જવા રવાના થયેલ જહાજ ‘અલબેલા’ ની સફરનો અંતિમ ભાગ ખૂબજ મુશ્કેલ રહ્યો અને તેનો કેવો કારમો અંત આવ્યો તેની વાત પ્રસ્તુત રચનામાં શ્રી હસમુખ અબોટી દ્વારા તાદ્દશ થઈ છે. હવે આવી સાહસકથાઓની રચના ભાગ્યે જ થાય છે, આશા કરીએ કે આપણા લોકોના કૌવત અને આવડતને દર્શાવતી આવી વધુ કૃતિઓ આપણને મળતી રહે. દરિયાઈ પારિભાષિક શબ્દોનો અર્થ સહિતનો એક નાનકડો સંગ્રહ પણ વાતને અંતે આપ્યો છે.