રામાયણમાં રહીમ ને કુરાનમાં કૃષ્ણ – હાર્દિક યાજ્ઞિક 22


ચાલ ગરબડ જરા ગ્રંથોમા કરી જોઇએ,
રામાયણમાં રહીમ ને કુરાનમાં કૃષ્ણ લખી જોઈએ.

ફરક શું પડશે એમા એમની મહાનતા ને,
ચાલ અદલાબદલી ઉપરવાળાની કરી જોઈએ.

આઝાન પછી મંદિર ને દેવળે દેવાય,
ને મસ્જીદમા આરતી અલ્લાહની કરી જોઈએ.

મૂર્તિં આગળ મહોમ્મદની પછી,
થોડી ચાલીસા પયગમ્બરની કરી જોઈએ.

શયન મંગળા મસ્જીદને સોંપી,
નમાઝ કૃષ્ણના નામની પઢી જોઈએ.

જ્યાં ન હોય કોઇ બંધન ને ફતવા,
ચાલને એવો કોઇ ધર્મ જીવી જોઈએ.

ચાલ ગરબડ જરા ગ્રંથોમા કરી જોઇએ,
રામાયણમા રહીમ ને કુરાનમાં કૃષ્ણ લખી જોઈએ.

– હાર્દિક યાજ્ઞિક

૨૫ ડિસેમ્બરે અવસર પરિવાર, વડોદરાની બીજી બેઠકમાં જેમની એકથી એક જોરદાર એવી રચનાઓએ ખૂબ દાદ મેળવી એ મિત્ર શ્રી હાર્દિકભાઈ યાજ્ઞિકની એમાંની એક રચના અત્રે પ્રસ્તુત છે. અને આ ત્રણ રચના સિવાય હાર્દિકભાઈની એક અન્ય રચના મિત્ર શ્રી મહેશભાઈએ ગાઈ પણ હતી. અલ્લાહ અને ઈશ્વરની અદલાબદલીનો ખ્યાલ અને ચાલને… આમ કરી જોઈએ ની વિભાવના કેટલી સુંદર રીતે વ્યક્ત થઈ છે !


આપનો પ્રતિભાવ આપો....

22 thoughts on “રામાયણમાં રહીમ ને કુરાનમાં કૃષ્ણ – હાર્દિક યાજ્ઞિક

 • prashant

  પ્રિય હાર્દિક ભાઈ,

  આપની આ રચના બરોડા માં ૧૪ તારીખે સાંભળી ઘણી મજા આવી, તમારું સ્ટેજ સંચાલન પણ ઘણું અદભુત હતું.

 • PUSHPAKANT TALATI

  વાહ !
  ખરેખર અદભુત કહી શકાય તેવી અને ભગ્યેજ વાંચી હોય અથવા વાંચવા મળે તેવી વિરલ રચના.
  REALLY A SUPERB AS WELL AS FUNTASTIC THOUGHT .
  કાશ – આજે આપણા વિશ્વમાં આ કાવ્યના વિચારો ખરેખર પ્રતિપાદિત થાય ! !! !!!

 • bgujju

  બહુ સરસ કલ્પના ખરેખર એવુ થાય તો દુનિયા માથિ દરેક પ્રકાર નિ ઉપાધિ દુર થયિ જાય

 • MANOJ KHENI

  dearest and loving friend shree hasmukh bhai yagnik…
  this is very very fine lyric: “ramayan ma rahim ne quraan ma …..” please give me permission to publish this in my monthaly gujarati family magazine “JEEVAN YATRI”. publish from surat every month of 1st date.this is my mail id. so plzzzzzzz give your mail and address for posting some past issue of jeevanyatri to send you.dear JIGNESH ADDHYARU is my friend also.give reply just. thanking with possitive hope.
  MANOJ KHENI
  editoe,owner and publisher
  “JEEVAN YATRI” Monthy.
  surat.395006
  f-15, sargam complex, hira baugh circle
  varachha main road. surat.
  my e-mail: manoj.28286@gmail.com {+91 99793 75627}

 • himanshu patel

  કવિને જ્યારે પોલિટીકલ સ્વપ્ન આવે ત્યારે તે કાંતો આપણી
  ઠેકડી ઉડાડે અથવા અખા સમ ચાબખા મારે અને એ બેમાંથી
  કશું ન કરે તો યુટોપિયન કૃતિ સર્જે, અહીં ત્રણમાંથી એક થયું છે. આ બે શેર એના મીજાજને કારણે ગમ્યા-
  ૧)ફરક શું પડશે એમા એમની મહાનતા ને,
  ચાલ અદલાબદલી ઉપરવાળાની કરી જોઈએ.
  ૨)જ્યાં ન હોય કોઇ બંધન ને ફતવા,
  ચાલને એવો કોઇ ધર્મ જીવી જોઈએ.
  કવિધર્મ જ હશે ને?

 • jjugalkishor

  સરસ ને સભર ગઝલ !

  રાહત છાવણીમાના દ્રુષ્યો જોઈને સુઝેલી ગઝલનો એક શેર આ પણ …

  કો’ મંદીરે ખુદા ને રામ મસ્જીદે રહે:
  એવી કો’ શક્યતાનું સ્વપ્ન લઈ ફરું છું હું !

  –જુ.

 • Heena Parekh

  આટલી વાત જો લોકોને સમજાઈ જાય તો દુનિયાનું અડધું દુઃખ દૂર થઈ જાય. સુપર્બ ગઝલ.

   • manav

    એવું વડીલો કહે છે,,

    આપણને ક્યાં છંદ આવડે છે.. 😉

    બાકી હાર્દિકભાઈ હ્રદયને સ્પર્શી જાય એવું લખે છે એ મારો સ્વાનુભવ છે.