Daily Archives: December 18, 2010


૧૭મી સદીના અગ્રગણ્ય વિચારક બેનેડિક્ટ સ્પિનોઝાની કલમે…

બારૂચ સ્પિનોઝા (૧૬૩૨-૧૬૭૭) અથવા બેનેડિક્ટ સ્પિનોઝા નેધરલેન્ડ મૂળના યહુદી તત્વચિંતક હતાં. આજથી સાડા ત્રણસો વર્ષ પહેલાના એ સમયમાં તેમણે ચર્ચનો, પાદરીઓની અમર્યાદ સત્તાનો અને ઈશ્વરના દૂત બની બેઠેલા કહેવાતા ગુરૂઓનો ભારે વિરોધ કર્યો. તેમના વિચારો અન્ય લોકોને પચાવવા મુશ્કેલ હતાં. ઈશ્વર સિવાય બીજા કોઈની પણ સત્તા સ્વીકારવાનો તેમણે ઈનકાર કર્યો. વૈજ્ઞાનિક તથ્યોથી ભરપૂર તેમના રેશનાલિસ્ટ વિચારોનો આજથી લગભગ સાડા ત્રણસો વર્ષ પહેલાના રૂઢિચુસ્ત અને બંધીયાર સમાજજીવનવાળા એ સમયમાં ભરપૂર વિરોધ થયો, યહૂદીઓએ તેમના વિરુદ્ધ ફરમાન જાહેર કરી તેમને અલગ કર્યા તો કેથલિક ધર્મપંથે તેમના પુસ્તકોને પ્રતિબંધિત કર્યા. તેમના વિચારો તલસ્પર્શી, માર્ગદર્શક અને વિવેચનાત્મક તથા સંશોધનાત્મક તથ્યોથી ભરપૂર રેશનાલિસ્ટ વિચારો હતાં. ડચ વિરોધીઓએ તેમના કેટલાક પુસ્તકોને બાળી મૂકેલા, તેમના મૃત્યુ પછીના કેટલાય વર્ષો સુધી પણ તેમના લખાણોનો જોઈએ તેવો પ્રચાર થયો નહીં. આજે તેમને ૧૭મી સદીના રેશનાલિસ્ટોમાં અગ્રગણ્ય માનવામાં આવે છે. આજે તેમના પુસ્તક ‘એથિક્સ’ ના અંશોના ભાવાનુવાદનો પ્રયત્ન કર્યો છે.