મંદિર તારું વિશ્વ રૂપાળુ – જયંતીલાલ આચાર્ય (Audiocast) 38


શાળા સમયની કેટલીક પ્રાર્થનાઓ મનમાં ઘર જમાવીને કાયમ બેઠી હોય છે, અને વર્ષો પછી જ્યારે તેમને ફરી સાંભળવાનો અવસર મળે ત્યારે એ જૂના દિવસો અચૂક યાદ આવી જ જાય. અમારી શાળામાં રોજ સવારે વિદ્યાર્થિઓનું આગમન થતું હોય એ સમયે દેશભક્તિના ગીતો વગાડાતાં, અને આવી સુંદર પ્રાર્થનાઓ પણ વાગતી. એ સમયની યાદોમાંથી જ એક પ્રાર્થના આજે આપ સૌ સાથે વહેંચી છે. “મંદિર તારું વિશ્વરૂપાળું …” એ હોય કે “નમીએ તુજને વારંવાર …” હોય, “ૐ તત્સત શ્રી નારાયણ” હોય કે “નૈયા ઝૂંકાવી મેં તો…” બધી પ્રાર્થનાઓ સહજ હ્રદયમાં વસી જતી. વળી પ્રભુ પાસે કોઈ ઈચ્છા વગર થતી આવી સુંદર પ્રાર્થનાઓ આખાય દિવસને ઉત્સાહ અને શ્રદ્ધાથી ભરી દેતી.

પ્રસ્તુત પ્રાર્થનામાં સંગીત આયોજન તથા રેકોર્ડિંગ શ્રી માર્કંડભાઈ દવે દ્વારા કરાયું છે. અક્ષરનાદ સાથે આવી સુંદર ઑડીયો રચનાઓ વહેંચવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.

[audio:http://aksharnaad.com/images/idpd/mandir%20taru%20vishva%20rupalu.mp3]

મંદિર તારું વિશ્વ રૂપાળું,
સુંદર સરજનહારા રે.
પળ પળ તારા દર્શન થાયે,
દેખે દેખણહારા રે. (૨)

નહીં પુજારી, નહીં કો દેવા,
નહીં મંદિરને તાળા રે.
નીલ ગગનમાં મહિમા ગાતા,
ચાંદો સૂરજ તારા રે. … મંદિર તારું …

વર્ણન કરતા શોભા તારી,
થાક્યા કવિગણ ધીરા રે.
મંદિર માં તું ક્યાં છુપાયો,
શોધે બાળ અધીરા રે. …મંદિર તારું …

– જયંતીલાલ આચાર્ય


આપનો પ્રતિભાવ આપો....

38 thoughts on “મંદિર તારું વિશ્વ રૂપાળુ – જયંતીલાલ આચાર્ય (Audiocast)

 • એલ.વી.વોરા

  અમે ભણતા ત્યારે છેલ્લી કડી એમ હતી કે વર્ણન કરતા શોભા તારી થાક્યા કવિગણ સારા રે.. મંદિરમાં તું ક્યા છુપાયો શોધે બાળક તારા રે… તેને બદલે વર્ણન કરતા શોભા તારી થાક્યા કવિગણ ધીરા રે.. મંદિરમાં તું ક્યા છુપાયો શોધે બાળ અધીરા રી.. આ ફેરફાર કોને અને શા માટે કર્ય????

 • સૂર્યશંકર ગોર

  હૃદય ના તાર ને ઝણઝણાવે તેવી મને ગમતી પ્રાર્થના !અક્ષરનાદ ને ખૂબ ખૂબ અભિનંદન !!આવો આત્મા નો ઉત્તમ ખોરાક આપવા બદલ !!!

 • સૂર્યશંકર ગોર

  સૌ પ્રથમ તો અક્ષરનાદ ને અભિનંદન !સાત્વિક પ્રસાદ આપવા બદલ !મંદિર તારું વિશ્વ રૂપાળું માત્ર પ્રાર્થના જ નહીં પણ જીવ ને વિશાળ દૃષ્ટિ આપે છે !સચરાચર નો માલિક સર્વત્ર છે ,તેની સત્તા સર્વત્ર પ્રસરેલી છે એ હકીકત ને આ તેજસ્વી રચના પ્રતિપાદિત કરે છે ,આપ ને ખૂબ ખૂબ અભિનંદન !!!!

 • Ashutosh Bhatt

  આ પ્રાર્થના તો અમારી શાળા શ્રી ગુરુકુળ વિવિધલક્ષી હાઈસ્કુલ, સોનગઢ ( સૌ.) મા રોજ ગવાતી …
  શાળા જીવન ના સન્સ્મરણો તાજા થઈ ગયા.. આભાર..

  આશુતોશ ભટ્ટ્
  વડોદરા.

 • rakesh kathrotiya

  આવિ સરસ પ્રાર્થના સામભળિને ખુબજ મઝા આવિ ગઈ.
  મને મારુ બાળપન યાદ આવિ ગયુ……ખુબ ખુબ આભાર……..

 • dalsaniya

  karekhar hu jayare primary school ma hato tyare school ma aa prathana gavati….
  mara mummy pan mane gavadavata …..
  have hu college ma chu jye aa prathna ghre saru kari mane ane mummy ne juni yado taji thi…
  ane man anandit thi gyu.

 • Bhailalbhai Bhanderi

  ઇશ્વરને શોધવાની કેવી સુન્દર રીત ? આનન્દદાયી રીત , ઇશાવાશ્યમ.. નો જીવન્ત અનુભવ જાણે પામીએ ચ્હિએ.

 • Patel

  when i was in school i was singing this prayer infront of whole school everyday wednesday , when i hear his prayer today i have started crying.those days are unforgetable.

 • Yogesh Chudgar-Chicago US

  ૧૯૫૦-૫૨માં શાળામાં ભણેલા અને હ્રદયથી ગાતા હતા તે પ્રાર્થના આજે સાંભળી દિલ ભરાઈ આવ્યું. આવી સુંદર રચનાઓ હવે કેમ શાળાઓમાં ગવાતી નહિ હોય?

  શું મુન્ની બદનામ હુઈ ના સંસ્કાર જ આપણી ઓળખ બની રહેવાની છે ?

 • સુભાષ પટેલ

  અક્ષરનાદ પર – મંદિર તારું વિશ્વ રૂપાળુ – એ સ્લાઇડ જતાં જોઈ એકદમ ઉત્કંઠા વધી ગઈ કે આ તે જ કવિતા છે જે અમને ત્રીજા ધોરણની (૧૯૫૩-૫૪ની સાલમાં) ચોપડીમાં પહેલો જ પાઠ હતો! અને વાંચ્યા પછી પાક્કું થયું અને આનંદવિભોર થઈ જવાયું. તેમાં એક ગોઠણભેર બેઠેલા વાંકડિયા વાળ વાળા સુરજ, ચંદ્ર, તારા અને વાદળાં જોતા છોકરાનું ચિત્ર હતું. ત્યારે કવિ કોણ એ ખબર નો’તી. આજે જાણ્યું કે કવિ-રચના જયંતીલાલ આચાર્યની હતી. તેમના વિષે વધુ માહીતિ આપી હોત તો વધુ આનંદ થાત. ૫૮ વર્ષો પછી જ્યારે ફરી વાંચવાનો અને Audiocast સાંભળવાનો અવસર મળ્યો ત્યારે એ જૂના દિવસો યાદ આવી ગયા.
  અક્ષરનાદનો ખુબ ખુબ આભાર.

 • mansa

  આ સાંભળી ને મને મારી શાળા વિધ્યા મંદિર યાદ આવી ગઈ. ખુબ મજા આવી..
  નાનપણ યાદ આવી ગયુ……

 • prakash

  ફ્ક્ત બલકો ને જ્ નહિ, સૌ કોઇ ને સમજવા યોગ્ય પ્રર્થના….
  મન મા એક શક્તિ અને શ્રદ્ધા નુ મોજુ ….

 • Suresh Jani

  હું જયારે શાળા ના ચોથા વર્ગ માં હતો ત્યારે ગવાતી પ્રાથના ફરી સાંભળી ને ખુબ જ આનંદ થયો.
  વર્ષો પછી જ્યારે ફરી સાંભળવાનો અવસર મળ્યો ત્યારે એ જૂના દિવસો અચૂક યાદ આવી જાય છે
  અક્ષરનાદ ને મારા અભિનંદન

 • મુર્તઝા પટેલ

  આ આખા વાક્યમાં એક બાળ-ભવ સમાવી દીધો છે ભાઈ.
  “અમને પણ શાળા સમયની કેટલીક પ્રાર્થનાઓ મનમાં ઘર જમાવીને કાયમ બેઠી હોય છે, અને વર્ષો પછી જ્યારે તેમને ફરી સાંભળવાનો અવસર મળે ત્યારે એ જૂના દિવસો અચૂક યાદ આવી જ જાય. અમારી શાળામાં રોજ સવારે રીના, નિશા, જીજ્ઞા, દિપાલી, અવનિ, અમી, સ્નેહા, મયુરી, ભારતી આવી સુંદર પ્રાર્થનાઓ પણ ગાતી ત્યારે..૧૦ મીનીટ માટે બધું ભૂલી જતા…