સાહિત્યકાર મુજબ સંગ્રહ... : જયંત મેઘાણી


ત્રણ દિવસ અંધાપો જતો રહે તો… – હેલન કેલર, અનુ : જયંત મેઘાણી 9

હેલન કેલર આ લેખ માટે કહે છે, ‘મને હંમેશાં લાગ્યું છે કે દરેક માણસને મોટી ઉંમરે થોડા દિવસ અંધાપો અને બહેરાશ મળે તો એ એક દૈવી આશીર્વાદ નીવડે. આંખોમાં અંધકાર હોય એ પરિસ્થિતિ એને ચક્ષુઓનું મૂલ્ય સમજાવે; મૌન થકી તેને ધ્વનિનો આનંદ સમજાય. આંખો વિનાની હું અપરંપાર મજાની વસ્તુઓને માત્ર સ્પર્શ વડે અનુભવી શકું છું : પાંદડાંના નાજુક આકાર પામી શકું છું, સરસ મજાના વૃક્ષની મુલાયમ છાલ પર હાથ ફેરવી શકું છું, અથવા કોઇ ઝાડની ખરબચડી છાલને સ્પર્શ થકી પારખી શકું છું. શિયાળો પૂરો થાય, વસંત હજુ બેસતી હોય અને ઝાડની ડાળો ઉપર હાથ ફેરવીને નવી કૂંપળ ફૂટી કે નહીં એ ‘જોઇ’ શકું છું. અને, બહુ નસીબદાર હોઉં તો, કોઇ નાના ઝાડની ડાળને અડીને પંખીઓના કલશોરનાં સ્પંદનો પામી શકું. કદીક મારું હૃદય આ બધી વસ્તુઓને ખરેખર જોવા માટે આર્તસ્વર કાઢી બેસે છે. સ્પર્શમાત્રથી હું આટલો બધો આનંદ મેળવું છું, તો એ બધું સાચેસાચ નજરે જોઇ શકું તો કેટલા અધિક સૌંદર્યનું પાન કરી શકું! અને પછી કલ્પનાના ઘોડે ચડું : જો ત્રણ દિવસ માટે મારો અંધાપો જતો રહેવાનો હોય તો હું શું શું જોઇ લેવા ઝંખું?


પ્રેમનું ગાન – અનુ. જયંત મેઘાણી 7

જયંતભાઈ મેઘાણી દ્વારા સદવાંચનનો વ્યાપ વધારવા પાઠવવામાં આવેલ પત્રિકામાંથી આજનો લેખ ‘પ્રેમનું ગાન’ સાભાર લીધો છે. નાદેઝ્દા (નાદ્યા)ફોન મેક અને પ્યોત્ર (પીટર) ઈલીચ ચાઈકોવસ્કીના અનોખા સખ્યની વાત અહીં આલેખાઈ છે. યુવાન સંગીતકારની સુરાવલીઓને બળ અને પ્રેરણા પૂરાં પાડનાર એ સન્નારીની વાત હ્રદયસ્પર્શી છે. સમયાંતરે આવી સુંદર કૃતિઓ પ્રકાશિત કરવા, સહ્રદયોને મોકલવા અને એ રીતે સદાબહાર વાંચનને તરસ્યાઓ સુધી પહોંચાડવા બદલ આદરણીય શ્રી જયંતભાઈ મેઘાણીનો ખૂબ ખૂબ આભાર.


મળીશું… – રોન અચિસોન, અનુ. જયંત મેઘાણી 5

રોન અચિસોનના એક અત્યંત સુંદર કાવ્ય, ‘We will meet again’ નો અનુવાદ શ્રી જયંતભાઈ મેઘાણીએ કર્યો છે, તેને શીર્ષક આપ્યું છે ‘મળીશું’. અહીં વાત ક્ષુલ્લક કે સ્થૂળ મુલાકાતની નથી, એ વાત છે એક અનોખા મિલનની ચાહનાની, કયા મિત્રને અને ક્યારે મળવાની વાત અહીં કહેવાઈ છે એ સમજી શકે એટલા તો વાચકમિત્રો સુજ્ઞ છે જ. પ્રસ્તુત રચના બદલ આદરણીય શ્રી જયંતભાઈ મેઘાણીનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ.


‘છબિ ભીતરની’ વિશે – જયંત મેઘાણી 3

શ્રી અશ્વિન મહેતા દ્વારા લખાયેલ પુસ્તક ‘છબી ભીતરની’ વિશે અહીં સુંદર પુસ્તક પરિચય આપતા શ્રી જયંત મેઘાણી પુસ્તકની અનેક બારીકીઓ અને ભાવનું દર્શન કરાવે છે. સંસ્મરણો, શબ્દચિત્રો, પ્રવાસની વાતો, કેટલાંક કાવ્યાનુવાદ, કાવ્યાસ્વાદ અને સ્વરચિત કાવ્યરચનાઓ અહીં છે. આ પુસ્તક વિશે તેઓ કહે છે, “કોરા કાગળ પર છપાઇને આવેલું આ નર્યું નિર્જીવ પુસ્તક નથી. પાનેપાને આપણાં સંવેદન-કોષને સ્પર્શ આપનાર આ પદાર્થ છે. આપણને ઘડીક વિષાદમાં વીંટે છે; અસ્તિત્વના મર્મો વિશે વિચારતા કરી દે એવા અંશો પણ અહીં છે, તો નર્મમર્મ પણ છાંટી દે છે. સંસ્મરણો વ્યક્તિનાં હોય કે અનુભવોનાં હોય, મનુષ્યના અનેકઅનેક સ્વરૂપોનો, તેની જૂજવી તાસીરનો, ગુણોનો, અલ્પગુણોનો જાણે કે તેમાં એક મેળો રચી દે છે.” આ સુંદર પરિચય આકશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી 5 જુલાઇ 2011ના રોજ પ્રસારિત થયેલ.


વાચન ૨૦૧૦ – ૨૦૧૦ના કેટલાક સુંદર પુસ્તકો 4

વર્ષ ૨૦૧૦માં બહાર પડેલા પુસ્તકોમાંથી કાળજીપૂર્વક પસંદ કરાયેલાં પુસ્તકોની એક યાદી “વાચન ૨૦૧૦” ના શીર્ષક હેઠળ, “પ્રસાર” દ્વારા પ્રકાશિત કરાઈ છે. અત્રે એ યાદી પ્રસ્તુત છે. અક્ષરનાદ પર તેને મૂકવાની પરવાનગી આપવા બદલ શ્રી જયંત મેઘાણીનો ખૂબ ખૂબ આભાર.