ચાલો સંસ્કૃત શીખીએ … ભાગ ૪ 2


આપણે प्रथमपुरुषः एकवचन નો અગાઊની કડીઓમાં વિસ્તારથી અભ્યાસ કર્યો.આજે આપણે प्रथमपुरुषः द्विवचन તેમજ बहुवचन નો અભ્યાસ કરીશું. જ્યારે આપણે કોઇ અન્ય બે વ્યક્તિઓની વાત કરતા હોઇએ ત્યારે धातु ના प्रथमपुरुषः द्विवचन ના રૂપ નો પ્રયોગ કરીશું. પ્રથમ વાંચીને અર્થ સમજવાનો પ્રયાસ કરીએ.

  • छात्रौ लिखतः।
  • बालकौ गच्छतः।
  • बालकौ आगच्छतः।
  • छात्रे पठतः।
  • फले पततः।
  • क्रीडकौ क्रीडतः।
  • बालिके जलम् पिबतः।
  • सेवकौ छत्रं नयतः।
  • पत्रवाहकौ पत्रम् आनयतः।
  • दर्शकौ पश्यतः।
  • शिक्षकौ पृच्छतः।
  • काकौ कृष्णौ भवतः।
  • बालिके खादतः।
  • शिक्षकौ वदतः।
  • पुत्रौ हसतः।
  • भक्तौ नमतः।
  • नर्तकौ नृत्यतः।
  • अश्वौ धावतः।
  • गजौ चलतः।
  • बालकौ क्रन्दतः।
  • सैनिकौ ताडयतः।
  • नौके तरतः।

આમ प्रथमपुरुषः द्विवचन માટે धातु ના મૂળ રૂપ ની સાથે ‘(अ)तः’ નો પ્રયોગ કરીશું.

દા.ત.

लिख् + अतः = लिखतः,

धाव्+अतः = ધાवतः,

तर् + अतः = तरतः

આ ઉપરાંત આપણે સંજ્ઞાનું द्विवचन રૂપ પણ જોયું, જેમા अकारान्त पुल्लिंग શબ્દને ‘अ’ ના સ્થાને ‘औ” લગાવીને પ્રયોગ કરીશું. દા.ત.

  • મૂળ શબ્દ- छात्र- द्विवचन નું રૂપ छात्रौ
  • મૂળ શબ્દ- बालक- द्विवचन નું રૂપ बालकौ
  • મૂળ શબ્દ- क्रीडक- द्विवचन નું રૂપ क्रीडकौ

आकारान्त स्त्रीलिंग શબ્દને ‘आ’ ના સ્થાને ‘ए’ લગાવીને પ્રયોગ કરીશું. દા.ત.

  • મૂળ શબ્દ- बालिका- द्विवचन નું રૂપ बालिके
  • મૂળ શબ્દ- छात्रा- द्विवचन નું રૂપ छात्रे

कारान्त नपुंसकलिंग શબ્દને ‘अ’ ના સ્થાને ‘ए’ લગાવીને પ્રયોગ કરીશું. દા.ત.

  • મૂળ શબ્દ- फल- द्विवचन નું રૂપ फले

જ્યારે આપણે કોઇ અન્ય બેથી વધારે વ્યક્તિઓની વાત કરતા હોઇએ ત્યારે धातु ના प्रथमपुरुषः बहुवचन ના રૂપ નો પ્રયોગ કરીશું.  વાંચીને અર્થ સમજવાનો પ્રયાસ કરીએ.

  • छात्राः लिखन्ति।
  • बालकाः गच्छन्ति।
  • बालकाः आगच्छन्ति।
  • छात्राः पठन्ति।
  • फलानि पतन्ति।
  • क्रीडकाः क्रीडन्ति।
  • बालिकाः जलम् पिबन्ति।
  • सेवकाः छत्राणि नयन्ति।
  • पत्रवाहकाः पत्राणि आनयन्ति।
  • दर्शकाः पश्यन्ति।
  • शिक्षकाः पृच्छन्ति।
  • काकाः कृष्णाः भवन्ति।
  • बालिकाः खादन्ति।
  • शिक्षकाः वदन्ति।
  • पुत्राः हसन्ति।
  • भक्ताः नमन्ति।
  • नर्तकाः नृत्यन्ति।
  • अश्वाः धावन्ति।
  • गजाः चलन्ति।
  • बालकाः क्रन्दन्ति।
  • सैनिकाः ताडयन्ति।
  • नौकाः तरन्ति।

આમ प्रथमपुरुषः बहुवचन માટે धातु ના મૂળ રૂપ ની સાથે ‘(अ) न्ति’ નો પ્રયોગ કરીશું.

દા.ત.

लिख् + अन्ति = लिखन्ति,

धाव्+अन्ति = धावन्ति,

तर् + अन्ति = तरन्ति

આ ઉપરાંત આપણે સંજ્ઞાનું बहुवचन રૂપ પણ જોયું, જેમા अकारान्त पुल्लिंग શબ્દને ‘अ’ ના સ્થાને ‘आः’ લગાવીને પ્રયોગ કરીશું. દા.ત.

  • મૂળ શબ્દ- छात्र- बहुवचन નું રૂપ छात्राः
  • મૂળ શબ્દ- बालक- बहुवचन નું રૂપ बालकाः
  • મૂળ શબ્દ- क्रीडक- बहुवचन નું રૂપ क्रीडकाः

आकारान्त स्त्रीलिंग શબ્દને ‘आ’ ના સ્થાને ‘आः’ લગાવીને પ્રયોગ કરીશું. દા.ત.

  • મૂળ શબ્દ- बालिका- द्विवचन નું રૂપ बालिकाः
  • મૂળ શબ્દ- छात्रा- द्विवचन નું રૂપ छात्राः

कारान्त नपुंसकलिंग શબ્દને ‘अ’ ના સ્થાને ‘आनि/णि’(णि નો પ્રયોગ ક્યારે કરવો તે આગળ સમજીશું) લગાવીને પ્રયોગ કરીશું. દા.ત.

  • મૂળ શબ્દ- फल- द्विवचन નું રૂપ फलानि

આશા છે આપ આ શૃંખલાની સાથે સાથે સંસ્કૃત શીખી રહ્યાં હશો. આ શૃંખલાની આ પહેલાની બધી કડીઓ અહીં ક્લિક કરીને જોઇ શકાય છે.


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “ચાલો સંસ્કૃત શીખીએ … ભાગ ૪

  • hardik

    આપનો પ્રયાસ સરાહનીય છે. શીક્ષણ ઍ આપવાની કળા છે. શૌનકભાઇ આપજે ગમતાનો ગુલાલ કરી રહ્યા છો તેનુ રીઝલ્ટ મળતા કદાચ વર્ષો લાગશે પણ જયારે તે આવશે ત્યારે ઍક શીક્ષક તરીખે તમારી છાતી ગજ ગજ ફુલશે.
    સંસ્ક્રુત જેવા વિષય ને લોકભોગ્ય બનાવવો સહેલુ નથી પણ તમે ઝડપેલ બીડુ સરાહનીય છે.
    હાર્દિક