આ પહેલા આપણે જોઇ ગયા, ચાલો સંસ્કૃત શીખીએ ભાગ ૧
સ્વ પરિચય નો અભ્યાસ કર્યા પછી.. આગળ વધતા પહેલા સંસ્કૃત ભાષાનું સામાન્ય સ્વરૂપ સમજી લઇએ.
૧) ક્રિયા-
સંસ્કૃતમાં એક્વચન – બહુવચનની સાથે સાથે દ્વિવચનનો પણ પ્રયોગ અલગ થાય છે. પ્રથમ પુરુષ એકવચન – દ્વિવચન – બહુવચન,મધ્યમ પુરુષ એકવચન – દ્વિવચન – બહુવચન તેમજ ઉત્તમ પુરુષ એકવચન – દ્વિવચન – બહુવચન, આમ દરેક માટે અલગ અલગ ક્રિયા ના રૂપો નો પ્રયોગ થાય છે.
આજે વર્તમાનકાળની ક્રિયાઓ જોઇએ.
वद् – બોલવું
पुरुषः | एकवचन | द्विवचन | बहुवचन |
प्रथमपुरुषः | वदति | वदतः | वदन्ति |
मध्यमपुरुषः | वदसि | वदथः | वदथ |
उत्तमपुरुषः | वदामि | वदावः | वदामः |
આમ પ્રથમ પુરુષ એકવચન માટે “(अ)ति”, દ્વિવચન માટે “(अ)तः” અને બહુવચન માટે “(अ)न्ति” પ્રત્યય લગાવી ને ક્રિયાપદ નો ઉપયોગ કરીશુ.
મધ્યમ પુરુષ એકવચન માટે “(अ)सि”, દ્વિવચન માટે “(अ)थः” અને બહુવચન માટે “(अ)थ” પ્રત્યય લગાવી ને ક્રિયાપદ નો ઉપયોગ કરીશુ.
તેમજ ઉત્તમ પુરુષ એકવચન માટે “(आ)मि”, દ્વિવચન માટે “(आ)वः” અને બહુવચન માટે “(आ)मः” પ્રત્યય લગાવી ને ક્રિયાપદ નો ઉપયોગ કરીશુ.
अन्य धातु (क्रिया) –
गच्छ् -જવું,
पठ्-ભણવું,
पत्-પડવું,
क्रीड्-રમવું,
पिब्-પિવું,
लिख्-લખવું,
नय्-લઇ જવું,
पश्य् – જોવું,
पृच्छ् – પુછવું,
भव् – થવું ,
खाद् – ખાવું …
अस् – હોવું
पुरुषः | एकवचन | द्विवचन | बहुवचन |
प्रथमपुरुषः | अस्ति | स्तः | सन्ति |
मध्यमपुरुषः | असि | स्थः | स्थ |
उत्तमपुरुषः | अस्मि | स्वः | स्मः |
૨) સંજ્ઞા-
કોઇ પણ અકારાન્ત ‘અ’ થી અન્ત થતો શબ્દ (बालक = ब्+आ+ल्+अ+क्+अ)) पुल्लिंग શબ્દને એક વચનમાં “बालकः” (अः સાથે), દ્વિવચન મા “बालकौ” (औ સાથે) અને બહુવચનમા “बालकाः” (आः સાથે) પ્રયોગ કરીશું.
કોઇ પણ આકારાન્ત ‘આ’ થી અન્ત થતો શબ્દ (बालिका = ब्+आ+ल्+इ+क्+आ)) स्त्रीलिंग શબ્દ ને એક વચનમાં “बालिका”, દ્વિવચન મા “बालिके” (ए સાથે) અને બહુવચનમા “बालिकाः” (आः સાથે) પ્રયોગ કરીશું.
કોઇ પણ અકારાન્ત ‘અ’ થી અન્ત થતો શબ્દ (पुस्तक = प्+उ+स्+त्+अ+क्+अ)) नपुंसकलिंग શબ્દ ને એક વચનમાં “पुस्तकम्” (म् સાથે), દ્વિવચન મા “पुस्तके” (ए સાથે) અને બહુવચનમા “पुस्तकानि” (आनि સાથે) પ્રયોગ કરીશું.
હવે તેના ઉદાહરણ જોઈએ,
મૂળશબ્દ | એક્વચન | દ્વિવચન | બહુનચન |
बालक | बालकः | बालकौ | बालकाः |
बालिका | बालिका | बालिके | बालिकाः |
पुस्तक | पुस्तकम् | पुस्तके | पुस्तकानि |
૩) સર્વનામ-
દરેક લિંગ અને વચન માટે ઉપયોગમા આવતા સર્વનામો ને પણ જોઇ લઇએ.
प्रथमपुरुष
एकवचन द्विवचन बहुवचन
पुल्लिंग – सः – તે, तौ – તે બે, ते – તે સહુ
एषः – આ, एतौ – આ બે, एते – આ સહુ
स्त्रीलिंग – सा – તે, ते – તે બે, ताः – તે સહુ
एषा– આ, एते – આ બે, एताः – આ સહુ
नपुंसकलिंग – तत् – તે, ते – તે બે, तानि- તે સહુ
एतत् – આ, एते – આ બે, एतानि – આ સહુ
मध्यमपुरुष
त्वम् – તું, युवाम् – તમે બે, यूयम् – તમે સહુ
उत्तमपुरुष
अहम् – હું, आवाम् – અમે બે, वयम् – અમે સહુ
આમ દરેક લિંગ અને વચન માટે સંજ્ઞા-સર્વનામ તેમજ ક્રિયા નો અલગ અલગ પ્રયોગ થાય છે.
વાક્ય પ્રયોગ મા માધ્યમથી સમજીએ…..
- सः बालकः वदति । (તે બાળક બોલે છે.)
- एषः बालकः वदति । (આ બાળક બોલે છે.)
पुल्लिंग एकवचन ની સંજ્ઞા માટે पुल्लिंग एकवचन નું જ સર્વનામ અને पुल्लिंग एकवचन ની જ ક્રિયા વપરાય છે.
- तौ बालकौ वदतः । (તે બન્ને બાળકો બોલે છે.)
- एतौ बालकौ वदतः । (આ બન્ને બાળકો બોલે છે.)
पुल्लिंग द्विवचन ની સંજ્ઞા માટે पुल्लिंग द्विवचन નું જ સર્વનામ અને पुल्लिंग द्विवचन ની જ ક્રિયા વપરાય છે.
- ते बालकाः वदन्ति । (તે બાળકો બોલે છે.)
- एते बालकाः वदन्ति । (આ બાળકો બોલે છે.)
पुल्लिंग बहुवचन ની સંજ્ઞા માટે पुल्लिंग बहुवचन નું જ સર્વનામ અને पुल्लिंग बहुवचन ની જ ક્રિયા વપરાય છે.
- सा बालिका वदति । (તે છોકરી બોલે છે.)
- एषा बालिका वदति । (આ છોકરી બોલે છે.)
स्त्रीलिंग एकवचन ની સંજ્ઞા માટે स्त्रीलिंग एकवचन નું જ સર્વનામ અને स्त्रीलिंग एकवचन ની જ ક્રિયા વપરાય છે.
- ते बालिके वदतः । (તે બે છોકરીઓ બોલે છે.)
- एते बालिके वदतः । (આ બે છોકરીઓ બોલે છે.)
स्त्रीलिंग द्विवचन ની સંજ્ઞા માટે स्त्रीलिंग द्विवचन નું જ સર્વનામ અને स्त्रीलिंग द्विवचन ની જ ક્રિયા વપરાય છે.
- ताः बालिकाः वदन्ति । (તે છોકરીઓ બોલે છે.)
- एताः बालिकाः वदन्ति । (આ છોકરીઓ બોલે છે.)
स्त्रीलिंग बहुवचन ની સંજ્ઞા માટે स्त्रीलिंग बहुवचन નું જ સર્વનામ અને स्त्रीलिंग बहुवचन ની જ ક્રિયા વપરાય છે.
- तत् पुस्तकम् अस्ति । (તે પુસ્તક છે.)
- एतत् पुस्तकम् अस्ति । (આ પુસ્તક છે.)
नपुंसकलिंग एकवचन ની સંજ્ઞા માટે नपुंसकलिंग एकवचन નું જ સર્વનામ અને नपुंसकलिंग एकवचन ની જ ક્રિયા વપરાય છે.
- ते पुस्तके स्तः । (તે બે પુસ્તકો છે.)
- एते पुस्तके स्तः । (આ બે પુસ્તકો છે.)
नपुंसकलिंग द्विवचन ની સંજ્ઞા માટે नपुंसकलिंग द्विवचन નું જ સર્વનામ અને नपुंसकलिंग द्विवचन ની જ ક્રિયા વપરાય છે.
- तानि पुस्तकनि सन्ति । (તે પુસ્તકો છે.)
- एतानि पुस्तकनि सन्ति । (આ પુસ્તકો છે.)
नपुंसकलिंग बहुवचन ની સંજ્ઞા માટે नपुंसकलिंग बहुवचन નું જ સર્વનામ અને नपुंसकलिंग बहुवचन ની જ ક્રિયા વપરાય છે.
- त्वं वदसि । (તું બોલે છે.)
- त्वं बालकः असि । (તું બાળક છે.)
मध्यमपुरुष एकवचन ની સંજ્ઞા માટે मध्यमपुरुष एकवचन નું જ સર્વનામ અને मध्यमपुरुष एकवचन ની જ ક્રિયા વપરાય છે.
- युवां वदथः । (તમે બે બોલો છો.)
- युवां बालकौ स्थः । (તમે બે બાળકો છો.)
मध्यमपुरुष द्विवचन ની સંજ્ઞા માટે मध्यमपुरुष द्विवचन નું જ સર્વનામ અને मध्यमपुरुष द्विवचन ની જ ક્રિયા વપરાય છે.
- यूयं वदथ । (તમે બોલો છો.)
- यूयं बालकाः स्थ । (તમે બાળકો છો.)
मध्यमपुरुष बहुवचन ની સંજ્ઞા માટે मध्यमपुरुष बहुवचन નું જ સર્વનામ અને मध्यमपुरुष बहुवचन ની જ ક્રિયા વપરાય છે.
- अहं वदामि । (હું બોલું છું.)
- अहं बालकः अस्मि । (હું બાળક છું.)
उत्तमपुरुष एकवचन ની સંજ્ઞા માટે उत्तमपुरुष एकवचन નું જ સર્વનામ અને उत्तमपुरुष एकवचन ની જ ક્રિયા વપરાય છે.
- आवां वदावः । (અમે બે બોલીએ છીએ.)
- आवां बालकौ स्वः ।(અમે બે બાળકો છીએ.)
उत्तमपुरुष द्विवचन ની સંજ્ઞા માટે उत्तमपुरुष द्विवचन નું જ સર્વનામ અને उत्तमपुरुष द्विवचन ની જ ક્રિયા વપરાય છે.
- वयं वदामः । (અમે બોલીએ છીએ.)
- वयं बालकाः स्मः । (અમે બાળકો છીએ.)
उत्तमपुरुष बहुवचन ની સંજ્ઞા માટે उत्तमपुरुष बहुवचन નું જ સર્વનામ અને उत्तमपुरुष बहुवचन ની જ ક્રિયા વપરાય છે.
આમ આપણે આજે વર્તમાનકાળની ક્રિયાઓ માટેનું પ્રથમ, દ્વિતિય તથા તૃતિય પુરુષ માટે એકવચન, દ્વિવચન અને બહુવચનના રૂપોનું કોષ્ટક જોયું. તેને કંઠ:સ્થ કરી લેવું આવશ્યક છે જેથી આગળ તે ઉપયોગી થઈ રહેશે. ઉપરાંત આજે સંજ્ઞા અને સર્વનામ વિશે પણ પ્રાથમિક પરિચય મેળવ્યો. સાથે પ્રસ્તુત કરાયેલા ઉદાહરણોનો અભ્યાસ આ વિષયને સરળતાથી સમજવામાં મદદ કરશે, આપને આ પ્રકરણમાં કોઇ પણ વિગત સમજવામાં મુશ્કેલ લાગે તો તે વિશે પ્રતિભાવમાં જણાવી શકો છો.
।। अत्युत्तमः प्रयासः भवतः अस्ति ।।
भवतः शैली उत्तमा अस्ति
पाठान् पद्धतिः सरला अस्ति
सर्वे सरलतया अवगच्छन्ति इति भावयामि।
धन्यवादाः
…. परेश पटेल
બહુ સરસ રિતે સમ્જ્વુ ચ્હ્યે
Very nice idea to start this. I see the dates on this is from 2011.
Has this stopped now? Or is it completed.
I havent got chance to review all parts (5 in total?) but was curious.
Thank you
looks very easy to learn sankrit by this method.
આ બધુ દઔન્લોદ્દ થૈ શકે?મને આન્ખ નો પ્રોબ્લેમ ચ્હે
શૌનકભાઇ,
આપનો પ્રયાસ બહુ જ સરસ …..
Mr joshi sir
i read the walk learning sanskrit part -2
i like it
Mr. Joshi Sir
In Sanskrit Book Std-8
Read following table
1. mi v: mah
2. si tha: tha
3 ti t; anti:
please reply me
ગુજરાત શિક્ષણ બોર્ડના કોર્સ પ્રમાણે આ સાચુ છે….. કારણ અહિ નો ક્રમ અલગ છે…અહિ પ્રથમ પુરૂષ(ઉત્તમ), મધ્યમ પુરૂષ, અન્ય પુરૂષ (પ્રથમ).
અહિ આપણે પ્રથમ,મધ્યમ અમે ઉત્તમ આ ક્રમ લિધો છે જે વ્યાકરણ નો ક્રમ છે.
આને આમ સમજો… કે….
૧+૨=૩
૩=૧+૨
૨+૧=૩
૩=૨+૧
વાત એક જ છે…. આપણો સરળ લાગે તેમ અધ્યયન કરીએ.
1) sangya ma je raju karva ma avyu chhe te ma sudharo karvo jaruru chhe
1mi v: m”
2si tha: tha
3ti t: anti: aa mujab table ave che
well explained Sir… 🙂 ..ok now waiting for a new lesson!!
yas…rightly said…. “SYA” is pratyay……added to rajya
and does ‘Pratyay’ mean Prefixes and suffixes like ‘ment’ added to ‘manage’? and ‘sya’ as i added in ‘RajyaSYA’?
Prefixes means उपसर्ग(which are added pre to the words)
Ex. सु+ दर्शन = सुदर्शन, प्र+ दर्शन = प्रदर्शन
Suffixes means प्रत्यय(which are added at the end of the words) like देश+स्य
good Shaunakbhai…i got it now. Thanks for clearing the doubt.
So, i can say like this way ….
अहं प्रोफेसर अस्मि l
is that right?
yes….muktiji
good. n thanks
।।अहम् आचार्यः अस्मि।।
THANKS, NO PROBLEM SHORT OR LONG EVRYONE HAS TO TRY OR TRY TO UNDERSTAND AND/ OR COMMENT AND QUESTION, IF NOT UNDERSTOOD. EDUCATION NEEDS HARD WORK AND SANSKRIT IS WELL DEVELOPED, AND THERE ARE MANY BEAUTIES IN IT.YOU WILL BE INTERESTED TRY AND ENJOY. LEARNING NEW IS ALWAYS FIRST HARD.
SANSKRIT REVIVAL IS MOST IMPORTANT TO KNOW OUR PAST KNOWLEDGE.
thanks prafulbhai,
I agree with you..
please keep lessons shorter like the lesson one. Second lesson is too long. Second one was little stress giving as i had to put a lot efforts and time for understanding….please keep it short if possible.
Thanks,
your feedback is much needed… i’ll do that.
Dear Shaunakbhai,
Good adventure here. Now my question here is this..
In the sencond lesson u taught that with akaraant ending words singular we use ‘aha’. Ok. But u taught in the first lesson that…
• मम नगरस्य नाम नदियाद अस्ति।
• मम राज्यस्य नाम गुजरात अस्ति।
why not ‘nadiyadah’ and ‘gujaratah’ as both of them are akaaraant?
Really a good question..
Teaching learning process will be more effective with this kind of questions.
There is one sutra in “panini vyakran” “अर्थवदधातुरप्रत्यय प्रातिपदिकम्”
It means meaningful words which are neither “धातु”(verb) nor “प्रत्यय” (which are added to the words) are called “प्रातिपदिक”. And we should add “:” (विसर्ग-aha) to “प्रातिपदिक” words only.
Every संज्ञा(meaningful Name is Sanskrit) is “प्रातिपदिक” like रमेश,शौनक,हार्दिक,वेदांत…etc. so we add “:” (विसर्ग-aha) to them.
नदियाद and गुजरात have there meanings in Gujarat because those are Gujarat words but not Sanskrit words. So we use them as it is.
thank you..
In short we will add “:” (विसर्ग-aha) to Sanskrit words only not to the words of other languages.
Yes, we will find a large number of words which are same in Sanskrit and any other language and we will consider those words as Sanskrit words so “:” (विसर्ग-aha) will be added to them.
।।मम राज्यस्य नाम गुजरातमस्ति।।
શૌનક સાહેબ્,
પહેલો પાઠ ટુન્કો અને સરલ હતો,બીજા પાઠમાં તમે
ઘણું લાંબુ કર્યું જેથી શિખનારો સહેજે ગુંચવાય જાય,જો આ રીતે તમે ‘હનુમાન કુદ્કો’ લગાવશો તો શિખનારા જલ્દી ભાગી જશે ને તમારા બધા પ્રયાસો એળે જશે,તમે શિક્ષક છો,તમારેજ ઉકેલ કાઢવાનો છે,
જી સાહેબ,
આપની વાત ને જરૂરથી ધ્યાનમા લઇશ.
અહીં માત્ર પ્રયાસ સ્વરૂપ દર્શાવવાનો છે. કોષ્ઠકો યાદ કરી લઇએ પછી. ક્રિયા-સંજ્ઞા-સર્વનામ નો આપણે અલગ થી અભ્યાસ કરીશુંજ..
શ્રી શૌનક્ભાઈ,
નમસ્તે !! ખુબ ખુબ ધન્યવાદ !! આવા સુંદર પ્રયાસને પ્રોત્સાહિત કરવો જ રહ્યો… વડીલ ભાવે અને ક્ષતિ રહિત સંસ્કૃત શિક્ષણ બની રહે તે ઉદ્દેશ્ય થી એક સુચન – ગુજરાત પાઠ્ય પુસ્તક મંડળ ના સંસ્કૃત પાઠ્ય પુસ્તકનો ઉપયોગ કરવા વિનંતી..
એક અંગુલિનિર્દેશ કે સ્પષ્ટતા —
ઉત્તમ પુરુષ [ પ્રથમ પુરુષ ]= બોલનાર .
મધ્યમ પુરુષ [ દ્વિતીય પુરુષ ]= સાંભળનાર.
અન્ય પુરુષ [ તૃતીય પુરુષ ]= બોલનાર અને સાંભળનારથી અલગ
उत्तम पुरुष,=હું , અમે બે , અમે
मध्यम पुरुष=તું ,તમે બે, તમે
अन्य पुरुष =તે, તે બે ,તેઓં
બીજી બધી બાબત યોગ્ય અને સુંદર રજૂઆત પામી છે , ફરી ધન્યવાદ
ओ३म् शुभं अस्तु
દિનેશભાઇ,
આભાર…. આપની વાત ને આવકારુ છું. પરંતુ…પાણિનીવ્યાકરણ અનુસાર…. પ્રથમપુરુષ…. નો ઉપયોગ….”તે, તે બે ,તેઓં” અને उत्तम पुरुषનો ઉપયોગ હું , અમે બે , અમે માટેજ છે. તેમજ प्रथमपुरुषः- मध्यमपुरुषः- उत्तमपुरुषः આજ ક્રમ છે. તો આપણે આપણા પરંપરાગત અભ્યાસક્રમ ને કેમ ન અનુસરીએ….
આનંદ થયો આપ સંસ્કૃતના પાઠ આપો છો. મારા સંબંધી સંસ્કૃત શીખે છે. જો આપ અંગ્રેજીમાં શીખવો તો તેમને અને વિશ્વના ઘણા યુવાનો એનો લાભ લઈ શકે. આશા છે કોઈ માર્ગદર્શન આપશો.
કાંતિલાલ પરમાર
હીચીન
sure……
I am happy to know that you all are interested to learn Sanskrit. I’ll try to help it out……
धन्यवाद
युनिकोडस्य सहायतया अधुना देवनागरी
लिप्याम् लेखनम् सम्भवम्
can u please tell me what is “UNICODE ” and how it is used
Question raised by Hardik is very relevant. In our Gujarati and English we have learnt only two – singular and plural – and also just three gender – masculine,feminine and neuter-. Keeping this aspect if little more explanation is given on this kind of issues, learning will be more interesting and more informative. Once again best wishes for this marathon efforts
with warm regards and love
Sur
thanks sir,
Genders are same as Gujarati & English. but we have to learn Dual form along with singular & plural. now i’ll try to explain in detail from next blog.
આપનો આ સફળ પ્રયાસ સંસ્કૃત જગત માટે ઉદાહરણ તેમજ પ્રોત્સાહન પુરું પાડશે
ધન્યવાદ…
શૌનકભાઇ
બધ્ધુ સરસ છે પણ હજી કઈ અઘરુ લાગે છે. જેમકે પહેલાજ ફકરા મા જણાવ્યા મુજબ મધ્યમ પુરુષ અને ઉત્તમ પુરુષ મા શુ અલગતા છે તેવુ ન જાણતા વ્યક્તિ આગળ વાંચવાનુજ કદાચ બધ કરી દે. હજી આને વધુ સહેલુ બનાવી શકાય્. આતો સજેશન છે આખરે તો આપ ગ્યાની છો અમારી અસમજણ ને સમજી શકવા અને દુર કરવા સમર્થ છો
બાકિ જે બીડુ આપે ઝડપીયુ છે તેતો ખરેખર સલામ ને લાયક છે.
ધન્યવાદ.. હાર્દિકભાઇ, આપ નું માર્ગદર્શન ખુબ જરુરી છે.
મધ્યમ પુરુષ – જેની સાથે પ્રત્યક્ષ વાત થઇ રહી હોય તે (તું,તમે બે,તમે બધા)
ઉત્તમ પુરુષ – જેના દ્વારા વાત થઇ રહી હોય તે..(હું, અમે બે, અમે બધા)