સાહિત્યકાર મુજબ સંગ્રહ... : ત્રિભુવન વ્યાસ


પાંચ વર્ષાકાવ્યો – સંકલિત (ભાગ ૨) 3

ગઈકાલે કેટલાક વર્ષાકાવ્યો મૂક્યા હતા જેને આપ સર્વે મિત્રોનો ખૂબ સુંદર પ્રતિસાદ મળ્યો. આજે પ્રસ્તુત છે બીજા પાંચ એવા જ મનોહર વર્ષાકાવ્યો. આશા છે આપને આ વરસાદ ભીંજવતો હશે, સ્મરણોના – પ્રેમના – વહાલના – આનંદના – મિત્રતાના એમ વિવિધરંગી વરસાદમાં રસતરબોળ કરતો હશે. આજે પ્રસ્તુત છે શ્રી અવિનાશ વ્યાસ, ગની દહીંવાલા, બાલમુકુન્દ દવે, ઝવેરચંદ મેઘાણી અને ત્રિભુવન વ્યાસની વર્ષાકૃતિઓ. આવતીકાલે ફરીથી પ્રયત્ન કરીશું પાંચ વધુ વર્ષાકાવ્યો એકત્ર કરીને પ્રસ્તુત કરવાનો.


ત્રણ સુંદર મજાના બાળગીતો – સંકલિત 11

બાળગીતો આપણા બાળપણની અનેરી યાદો છે. આજે ક્યાંક ‘પા પા પગલી…’ કે ‘મેં એક બિલાડી પાળી છે’ કે ‘નાની મારી આંખ’ સંભળાય ને કોણ પોતાના બાળપણમાં ન ખોવાઈ જાય ? પણ આ ટ્વિન્કલીયા સ્ટારે આપણા એ ચાંદામામાની ચમકને ઝાંખી પાડી દીધી છે. હવેના બાળકો આ ગીતો સિવાય જ મોટા થઈ રહ્યા છે. એમને નથી શિવાજીનું હાલરડું મળતું કે નથી ધ્રૃવ પ્રહલાદની અને ચેલૈયાની વાતો સાંભળવા મળતી. ‘ચકી ચોખા ખાંડે છે’ જેવા જોડકણા હોય કે ‘નમીએ તુજને વારંવાર’ જેવી પ્રાર્થનાઓ હોય, એ પદ્ય રચનાઓ દરેક બાળકના મનમંદિરમાં વસેલી રહેતી. આજેય એ ગીતો યાદ આવે ને મને નાનું થવા તલપાપડ થઈ ઉઠે છે. આજે પ્રસ્તુત છે આવા જ ત્રણ અતિપ્રચલિત, સુંદર અને ભોળા – બાળગીતો.


દાદાજીનો ડંગોરો – ત્રિભુવન વ્યાસ 13

દાદાનો ડંગોરો લીઘો, એનો તો’મેં ઘોડો કીઘો. ઘોડો કૂદે ઝમઝમ, ઘૂઘરી વાગે ઘમઘમ, ઘરતી ઘ્રુજે ઘમ ઘમ, ઘમઘમ ઘરતી થાતી જાય, મારો ઘોડો કૂદતો જાય, કૂદતાં કૂદતાં આવે કોટ, કોટ કૂદીને મૂકે દોટ. સહુના મનને મોહી રહ્યો, એક ઝવેરી જોઇ રહ્યો. ઝવેરીએ તો હીરો દીઘો, હીરો મેં રાજાને દીઘો. રાજાએ ઉતાર્યો તાજ, આપ્યું મને આખું રાજ. રાજ મેં રૈયતને દીઘું, મોજ કરી ખાઘું પીઘું. – ત્રિભુવન વ્યાસ


તું અહીંયા રમવા આવ – ત્રિભુવન વ્યાસ 4

તું અહીંયા રમવા આવ મજાની ખિસકોલી, તું દોડ તને દઉં દાવ મજાની ખિસકોલી. તું કેવી હ્સે ને રમે મજાની ખિસકોલી, તારા કૂદકા તો બહુ ગમે મજાની ખિસકોલી. તું જ્યારે ખીલખીલ ગાય મજાની ખિસકોલી, તારી પૂંછડી ઉંચી થાય મજાની ખિસકોલી. તું ઝાડે ઝાડે ચડે મજાની ખિસકોલી, કહે કેવી મજા ત્યાં પડે મજાની ખિસકોલી. બહુ ચંચળ તારી જાત મજાની ખિસકોલી, તું ઉંદરભાઈની નાત મજાની ખિસકોલી. – ત્રિભુવન વ્યાસ