સાચો જવાબ જિંદગી – સ્લમડોગ કરોડપતિ 13
Slumdog Millionaire ના હિન્દી ડબિંગ પામેલા ચલચિત્રનું નામ છે સ્લમડોગ કરોડપતિ. મુંબઇની ગરીબ વસ્તીમાં ઉછરેલ એક છોકરો વસ્તીના તેના જીવન દરમ્યાનના અનુભવો અને જીવને તેને આપેલા વિવિધ બોધપાઠોને લઈને, કૌન બનેગા કરોડપતિ રમત દરમ્યાન એકે એક પ્રશ્નોના જવાબ કઇ રીતે આપે છે તેનું તેના અનુભવો સાથેનું ખૂબ સહજ અને તાદ્શ ચિત્રણ આ ચલચિત્રમાં છે. ફિલ્મ પૂરી થાય ત્યારે દિગ્દર્શકના અને અન્ય કસબીઓના નામ જુઓ ત્યારે ખબર પડે કે આ વિદેશી લોકોએ બનાવેલ ચલચિત્ર છે. બાકી મુંબઈની ધારાવીની ગંદી વસ્તીનું એ અદ્દલ સ્વરૂપ છે. વસ્તીઓનું જીવન, તેની કાળી બાજુઓ, ભારતીય સમાજવ્યવસ્થાના આ જોવા ન ગમે તેવા પાસાઓને ફિલ્માંકિત કર્યા છે. ફિલ્મ જોતા હોવ ત્યારે લાગે કે જાણે ૧૯૮૦-૮૫ના સમયની સલીમ – જાવેદની જોડીએ લખેલી બે ભાઈઓના ઝઘડા અને તેવી મસાલા બોલીવુડ કથાવસ્તુ વાળી કોઈ ફિલ્મ જોઈએ છીએ. વિકાસ સ્વરૂપની નવલકથા ક્વેશ્ચન એન્ડ આન્સર ની પ્રેરણા લઈને બનેલી આ ફિલ્મ નું પ્રથમ દ્રશ્ય છે એક સવાલથી શરૂઆત થતી વાર્તા, કૌન બનેગા કરોડપતિનો એક સવાલ જેમાં પૂછાય છે કે જમાલ મલિક (વસ્તીનો એક નાનકડો છોકરો જે હવે યુવાન થઈ ગયો છે) બે કરોડ રૂપીયા જીતવાથી એક સવાલ જ દૂર છે, આ તે કઈ રીતે કરી શક્યો?” A). તેણે છેતર્યા, B). તે નસીબદાર હતો, C). તે મહાન જાણકાર હતો કે D). એવું તેના નસીબમાં લખેલું હતું….. ફિલ્મની વાર્તા રોચક છે, અમિતાભ બચ્ચનની સહી મેળવવા માટેના જમાલ ના ધમપછાડા, હીંદુ મુસ્લિમ રમખાણો, લત્તિકા, તેમનું એક ગુંડાના હાથમાં પકડાવું….છટકવું, છૂટા પડવું, મળવું, દુશ્મની, અંડરવર્લ્ડ, અને છેલ્લે જમાલને મળતો તેનો સાચો પ્રેમ અને સાથે બે કરોડ રૂપિયા …. આ સમગ્ર ઘટનાક્રમ આપણને બાંધી રાખે છે અને સાથે એ વિચાર કરવા પણ પ્રેરે છે […]