સાચો જવાબ જિંદગી – સ્લમડોગ કરોડપતિ 13


Slumdog Millionaire ના હિન્દી ડબિંગ પામેલા ચલચિત્રનું નામ છે સ્લમડોગ કરોડપતિ. મુંબઇની ગરીબ વસ્તીમાં ઉછરેલ એક છોકરો વસ્તીના તેના જીવન દરમ્યાનના અનુભવો અને જીવને તેને આપેલા વિવિધ બોધપાઠોને લઈને, કૌન બનેગા કરોડપતિ રમત દરમ્યાન એકે એક પ્રશ્નોના જવાબ કઇ રીતે આપે છે તેનું તેના અનુભવો સાથેનું ખૂબ સહજ અને તાદ્શ ચિત્રણ આ ચલચિત્રમાં છે. ફિલ્મ પૂરી થાય ત્યારે દિગ્દર્શકના અને અન્ય કસબીઓના નામ જુઓ ત્યારે ખબર પડે કે આ વિદેશી લોકોએ બનાવેલ ચલચિત્ર છે. બાકી મુંબઈની ધારાવીની ગંદી વસ્તીનું એ અદ્દલ સ્વરૂપ છે. વસ્તીઓનું જીવન, તેની કાળી બાજુઓ, ભારતીય સમાજવ્યવસ્થાના આ જોવા ન ગમે તેવા પાસાઓને ફિલ્માંકિત કર્યા છે.

ફિલ્મ જોતા હોવ ત્યારે લાગે કે જાણે ૧૯૮૦-૮૫ના સમયની સલીમ – જાવેદની જોડીએ લખેલી બે ભાઈઓના ઝઘડા અને તેવી મસાલા બોલીવુડ કથાવસ્તુ વાળી કોઈ ફિલ્મ જોઈએ છીએ. વિકાસ સ્વરૂપની નવલકથા ક્વેશ્ચન એન્ડ આન્સર ની પ્રેરણા લઈને બનેલી આ ફિલ્મ નું પ્રથમ દ્રશ્ય છે એક સવાલથી શરૂઆત થતી વાર્તા,

કૌન બનેગા કરોડપતિનો એક સવાલ જેમાં પૂછાય છે કે જમાલ મલિક (વસ્તીનો એક નાનકડો છોકરો જે હવે યુવાન થઈ ગયો છે) બે કરોડ રૂપીયા જીતવાથી એક સવાલ જ દૂર છે, આ તે કઈ રીતે કરી શક્યો?” A). તેણે છેતર્યા, B). તે નસીબદાર હતો,  C). તે મહાન જાણકાર હતો કે D). એવું તેના નસીબમાં લખેલું હતું…..

ફિલ્મની વાર્તા રોચક છે, અમિતાભ બચ્ચનની સહી મેળવવા માટેના જમાલ ના ધમપછાડા, હીંદુ મુસ્લિમ રમખાણો, લત્તિકા, તેમનું એક ગુંડાના હાથમાં પકડાવું….છટકવું, છૂટા પડવું, મળવું, દુશ્મની, અંડરવર્લ્ડ, અને છેલ્લે જમાલને મળતો તેનો સાચો પ્રેમ અને સાથે બે કરોડ રૂપિયા ….

આ સમગ્ર ઘટનાક્રમ આપણને બાંધી રાખે છે અને સાથે એ વિચાર કરવા પણ પ્રેરે છે કે શું આ જ આપણી વસ્તીઓની અને ભારતીય ગરીબી રેખા નીચે જીવતા લોકોની સચ્ચાઈ છે? એક રીતે એ આપણા માનસ પર, આપણા સમાજજીવન પર પ્રહાર છે, તો એક તરફ નિંદનીય બાબત  એ છે કે અહીં  ભારતીય ભાવિ પેઢીને પરીસ્થિતિઓ સાથે લડવાને બદલે સમાધાન કરવાની વૃત્તિમાં લપેટાયેલી બતાવાઈ છે.

આ ફિલ્મથી વધુ સારી, લાગણીશીલ રીતે વિષયવસ્તુ સ્પર્શી જાય તેવી રીતે બનાવાયેલી અનેક સારી ફિલ્મો આપણી પાસે મોજૂદ છે, અને તેને મળેલ ઓસ્કાર એ જરાય સાબિત નથી કરતો કે આ સર્વશ્રેષ્ઠ ચલચિત્ર છે. ફક્ત ભારતીય પૃષ્ઠભૂમીને ધ્યાનમાં રાખીને બનાવાયેલી આ ફિલ્મમાં ભારતીય હોવાનું ગૌરવ લેવા જેવું કાંઈ નથી. કદાચ એટલે આ ફિલ્મની પ્રસિધ્ધી અને તેને મળેલ ઓસ્કર મને ન ગમ્યા. અમિતાભ બચ્ચન થી લઈ આમિર ખાન જેવી અનેક હસ્તીઓ આ ફિલ્મને સ્વીકારી શકી નથી, તો સામે તેને ભારતીય કહી, સર્વશ્રેષ્ઠ ફિલ્મ કહી નવાઝનાર અનેક બોલીવુડ હસ્તીઓ તેના ભારતમાં પ્રિમીયર વખતે દેખાઈ હતી.

જો કે એ આર રહેમાનનું સંગીત ફિલ્મમાં ઉડીને આંખે વળગે છે, અને આ ફિલ્મથી ક્યાંય સારૂ અને ઉત્તમ સંગીત તેમણે અનેક ફિલ્મોમાં આપ્યું છે, છતાંય તેમને અને ગુલઝાર સાહેબને ઓસ્કાર એવોર્ડ મળ્યો તે આનંદની વાત છે.

બહુ ગવાયેલી, ચગાવાયેલી આ ફિલ્મ કરતા ભારતીય સંસ્કૃતિને, તેની ઉજળી બાજુ બતાવતી કોઈક નાનકડી ફિલ્મને જો આ સમ્માન મળ્યું હોત તો અનેકગણો આનંદ થાત એ વાત ચોક્કસ છે.


આપનો પ્રતિભાવ આપો....

13 thoughts on “સાચો જવાબ જિંદગી – સ્લમડોગ કરોડપતિ

  • RASHMIKANT C DESAI (TATOODI)

    We believe that complacency is our birth right and do not come out of endless self praise. We are unnecessarily sensitive about such things. It does not do us any good. We need to do introspection and try to remedy our problems rather than keep objectiong to each and every thing that we do not like.

  • Devendra Gohil

    I m agree with Sureshbhai Jani. May be there is some “Masala” in slumdog like a jamal becomes millionire thats rare and unusual case but we can not ignore the truth of our society that had been seen in this film. The scenes of Dharavi are original. People also works and acts like there in real life that seems in film. Its truth that we dont want to accept.

    Janibhai, I m with u..

  • Nirman Doshi

    Its true…
    Its a hard-core masala film where nothing looks realistic apart from poverty shown in the movie.
    There are many better movies than this in bollywood… Munnabhai series, Tare Zameen Par, RDB, and Chak de india to name a few which are really inspirational and motivational.
    I think slumdog is overhyped movie.. it is good for entertainment but doesnt sound as impressive as the waves created for it.
    Rehman’s music in Roja, Dil Se, RDB, and even Delhi 6 are much better than the slumdog one.
    Still India shined in Oscars and thats good 4 the country

  • Suresh Jani

    માફ કરજો ..

    પશ્ચીમની દુનીયા આપણાં લાંછન જોઈ જાય , એનું પ્રદર્શન કરે
    —————-
    તમે બહુ જ સારી રીતે જાણો છો –
    —————-

  • Suresh Jani

    માફ કરજો ખ્યાતિબેન અને જીજ્ઞેશ ભાઈ અને સૌ વાચકો
    પશ્ચીમની દુનીયા આપણાં લાંછન જોઈ જાય , એનું પ્રદર્શ્ન કરે, એની આપણને અસુયા થાય છે. બહુ સ્વાભાવીક છે. કોઈ મુલાકાતીને આપણે ડ્રોઈંગ રુમ જ બતાવીએ. માળીયું નહીં.

    પણ .

    તમે બહુ જ સારી રીતે જણો છો – આ ફીલ્મના સીવાય પણ – કે, જે સંસ્કારીતા અને જે સંસ્કૃતીનું આપણે તેમને પ્રદર્શન કરાવવા ઈચ્છીએ છીએ , તે એક ઢાંક પીછોડો જ છે. એ અવશ્ય છે અને ભારતનું ગૌરવ છે. પણ બહુમતી ભારતીય પ્રજા સ્લમ અને ગામડાંઓમાં દરીદ્રતામાં કણસે છે. ગુંડાઓને, વેશ્યાઓને, ભીખારીઓને, બે છેડા માંડ ભેગા કરતા દરીદ્રોને આ ગરીબી અને શીક્ષણનો આ અભાવ જન્મ આપે છે.
    બ્રીટન/ અમેરીકાની આ ફીલ્મની વાત જવા દો . મારો પોતાનો સ્લમનો અનુભવ વાંચો –
    http://gadyasoor.wordpress.com/2007/10/01/slum/
    700 કરોડનું સોનાનું સીંહાસન દરીદ્રોના બેલી એવા સાંઈબાબા માટે બનાવી આપનાર આપણો સમાજ, શીક્ષણને અગ્રીમતા ક્યારે આપશે? એ 90 % વસ્તી સ્વમાનભેર જીવી શકે , તેવી તકો તેમને મળે એ માટે સામાજીક ઉત્તરદાયીત્વ ક્યારે સ્વીકારશે?

    અમેરીકાની કે યુરોપની વાત જવા દો. 19મી સદીમાં સાવ ટચુકડા જાપાને શીક્ષણને મહત્વ આપ્યું અને રશીયાને હંફાવ્યું . બીજા વીશ્વયુધ્ધમાં તબાહ અને તારાજ થઈ ગયા બાદ , એ અમેરીકાને હંફાવી શકે છે.

    આ જુસ્સો આપણામાં ક્યારે આવશે? શીક્ષણની હાલત શી છે તે અખિલ ભાઈને પુછો –

    http://akhilsutaria.wordpress.com/2009/03/17/મોગરાવાડીની-સ્કૂલનો-અનુભ/

    અને

    http://akhilsutaria.wordpress.com/2009/03/18/મોગરાવાડીની-સ્કૂલ-–-૨/

    આ માટે આપણે સૌ શું કરવા પ્રતીબધ્ધ છીએ, તે જ મારો સવાલ છે.

    મને આપણી મહાનતાની વાહ વાહ અને એકબીજાના બરડા થાબડવાની બ્લોગીંગ પ્રવૃત્તીમાં રસ નથી. ભારતના અને ભારતીય મુળના શીક્ષીતો બહુમતી સામાન્ય જણની વેદનાને ઓછી કરવામાં રસ ધરાવે છે?

  • Khyati

    Exactly agreed with you Jigneshbhai.
    We are living in London and here just before 3 months one child was abused and killed by his own guardians,Is anyone going to make a picture of this phase of this society??? The same incident happened after 2-3 months.. was happened same case before couple of months … lots of phases of this society , but will be not revealed by anyone at all, then why the phases of our society has been published like these??? Why do we support these??? here people start to tell asian “Slumdog”,is the slums and poverty only in Indian? is India = poverty, child labour, slums ???? no , then why these has been highlighted and supported like these !!!!!!!- I feel just to spoil image of developing India … nothing else ..

  • neetakotecha

    me aa pic..joyu j nathi.. pan jyare badhae joyu tyare ek chitra najar same dekhanu hatu ke videshi o ahiya aavine aapde tyani garib praja raheti hoy tya jay..ane tyaa koi maa jo potana sharir ne enaa fatelaa kapda thi dhakti hoy ane ena bachcha ne stan pan karavti hoy ..eva pic e loko pade ane enathi e loko ne maja aave..ane tya jaine e pics batade….pan kaik evu j hashe..pan jovani vat che ke e pic….e karodpati o ne haji namna mevdavi..ane e bachcha ne ke je garib gar no hato ene ena bap na hath no mar apavdavyo…ena pappa e ene mariyu karan ke e bahu thaki gayo hato ane ene patrakaro ne interview aapvani na padi etle.. kya gaya e BAL MAJUR mate ladva vada loko….badhi vato che …java dyo…

  • Suresh Jani

    આ રોદણાં રડવાની વાત નથી જ. 66 વર્ષની ઉમ્મરે જે માણસ 15 થી 16 કલાક કામ કરતો હોય; અને તે પણ નીતાંત આનંદથી – તે કદી રડે?

    આ કરુણાની વાત છે – જે પ્રજા તરીકે આપણે ખોઈ બેઠા છીએ. રોજના મોંકાણના સમાચાર વાંચીને, મગર જેવી ચામડી વાળા આપણે, કેવળ સ્વલક્ષીતામાં જ રચ્યા પચ્યા રહીએ છીએ .

    આ ફીલ્મને કે બીજી કોઈ ફીલ્મને ઓસ્કાર કે બીજો કોઈ એવોર્ડ મળ્યો કે ન મળ્યો ; અને મળવો જોઈતો હતો કે નહીં – એ ચર્ચામાં મને સહેજ પણ રસ નથી .
    આ ફીલ્મ મારે માટે કેવળ મનોરંજન કે સમસનાટી નથી. મેં એ ફીલ્મ જોઈ ત્યારે આખી રાત હું ઉંઘી શક્યો ન હતો.

    બસ , મારો એ જ આક્રોશ છે કે, આપણે છેવાડાના માણસ પ્રત્યે કરુણા અને હમદર્દી ખોઈ બેઠા છીએ. કોઈ પરીવર્તન ન ખપે . બધું બરાબર છે.
    —————–

    એક બીજી વાત . આ ફીલ્મ બનાવનારા મહાન છે, તે વાત છે જ નહીં . પણ માનવ સંવેદના જગાવી શકે તેવી તાકાત એ અભીવ્યક્તીમાં મેં જોઈ , માટે લખ્યું .

    આશા રાખું કે અનેકોને આ ફીલ્મ વીચારતા કરી મુકે કે, આપણે આ સામાજીક લાંછન માટે શું કર્યું?

  • જીગ્નેશ અધ્યારૂ

    પ્રિય સુરેશદાદા, કોમેંટ માટે આપનો ખૂબ ખૂબ આભાર …

    મને નથી લાગતું કે સ્લમડોગ કરોડપતિ બનાવવા વાળા ગાંધીજી કે જે જે મહાનુભાવોના નામ આપે લખ્યા છે તેમાંથી કોઇની પણ સાથે સરખાવવાને ….. કે એવું વિચારવાને પણ યોગ્ય છે….. કદાચ આમ કરવું એ તેમનું અપમાન કરવા બરોબર છે…..

    બીજાઓની સમર્થતાની તો મને ખબર નથી પરંતુ આપણે તો આપણી જ મસ્તીમાં મસ્ત રહેવું એવુ મારૂં લગીરેય માનવું નથી……

    કદાચ આપણને આપણી ઉજળી ગાથાઓ છોડીને રોદણાં રડવામાં જ રસ છે એમ તો નથીને ??

  • Suresh Jani

    આપણને ભવ્ય ભારતની ઉજળી ગાથાઓ જ ગમે છે.
    આ સામાજીક કલંકોની અસર તો ગાંધીજી, ઠક્કરબાપા કે રવિશંકર મહારાજ જેવા પર જ થાય.
    આપણે તો આપણી મસ્તીમાં જ મસ્ત રહેવું. આપણે બીજું શું કરવા સમર્થ છીએ?

  • ગોવીન્દ મારુ

    ખુબ જ સાચી વાત- ભારતીય સંસ્કૃતીને, તેની ઉજળી બાજુ બતાવતી કોઈક નાનકડી ફીલ્મને જો આ સમ્માન મળ્યું હોત તો અનેકગણો આનંદ થાત એ વાત ચોક્કસ છે.